<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

કાલથી જિલ્લા પંચાયતના પદાધિકારીઓની ગાડી ‘ગતિ' પકડશેઃ સમિતિઓ રચવા સામાન્‍ય સભા

શિક્ષણમાં નિલેષ હીરપરા અથવા, ધર્મેન્‍દ્ર ટીલાળા અધ્‍યક્ષઃ બાંધકામમાં ભારતીબેન અને આરોગ્‍યમાં વિલાસ ઢાંકેચાની શકયતાઃ સિંચાઇ માટે દેવેન્‍દ્ર ઝાપડિયા અને જશ્‍મીન પીપળિયાની વિચારણાઃ અર્જૂન ખાટરિયા દાવેદાર નહિ છતા નામ વિચારણામાં

રાજકોટ, તા. ૮: જિલ્લા પંચાયતમાં ફરીથી ભાજપનું શાસન આવ્‍યા પછી પ્રમુખ ઉપપ્રમુખના કાર્યકાળની પ્રથમ સામાન્‍ય સભા આવતીકાલે ગુરૂવારે સવારે ૧૧:૩૦ વાગ્‍યે પંચાયતના સભાખંડમાં પ્રમુખ સંજય પીપળીયાની અધ્‍યક્ષતામાં મળનાર છેઃ જેમાં સમિતિઓની રચના મુખ્‍ય મુદ્દો છે ગ્રાન્‍ટના જે કામો અટકેલા છે તેને મુદત વધારા માટેનો પ્રસ્‍તાવ અધ્‍યક્ષ સ્‍થાનેથી આવશે. સમિતિઓના અધ્‍યક્ષ પદ માટે જુદા જુદા નામ ચર્ચામાં છે. કાલે સામાન્‍ય સભા પૂર્વે ભાજપ  સંકલને ની બેઠક મળશે જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ અલ્‍પેશ ઢોલરીયા અને મહામંત્રી નરેન્‍દ્રસિંહ જાડેજા પ્રદેશના માર્ગદર્શન મુજબના સમિતિઓના અધ્‍યક્ષોના નામ અને કારોબારી સમિતિના સભ્‍યો ના નામ જાહેર કરશે ખાસ સામાન્‍ય સભા હોવાથી પ્રશ્નોતરી રહેશે નહી.

સૌથી મહત્‍વની ગણાતી કારોબારી સમિતિના અધ્‍યક્ષ તરીકે નરીભાઈ સોજીત્રા નું નામ જાહેર થઈ ગયું છે. બાંધકામ સમિતિ માટે ભારતીબેન ુહુંબલ નું નામ મોખરે છે અર્જુન ખાટરીયાએ  કોઈ સમિતિના અધ્‍યક્ષ બનવાની અનિચ્‍છા  દર્શાવી છે જોકે તેમનું નામ વિચારણામાં છે તેમને અધ્‍યક્ષ બનાવવાનું નક્કી થાય તો બાંધકામના અધ્‍યક્ષ બનાવાય તેવી શકયતા પ્રબળ છે. શિક્ષણ સમિતિ માટે નિલેશ હિરપરા અને ધર્મેન્‍દ્ર ટિલાળાનું નામ ચાલી રહ્યું છે સિંચાઈ સમિતિ જસદણ પંથકના દેવેન્‍દ્ર જાપડીયા ને મળે તેવું અનુમાન છે વિકલ્‍પે જસ્‍મીન પીપળીયા નું નામ ચાલી રહ્યું છે આરોગ્‍ય સમિતિ ના અધ્‍યક્ષ તરીકે વિલાસભાઈ ઢાંકેચા મહિલા અને બાળ કલ્‍યાણ સમિતિમાં રમીલાબેન મેર, કુંદનબા માવત  અને રાધિકાબા જાડેજા પૈકી કોઇ અધ્‍યક્ષ તરીકે આવી શકે છે. સામાજિક ન્‍યાય સમિતિમાં અનૂસૂચિતન જાતિના સભ્‍યને સ્‍થાન મળે છે. અપીલ સમિતિમાં હોદાની રૂએ જિલ્લા પંચાયતના પ્રમુખ જ અધ્‍યક્ષ  હોય છે.

કાલે સમિતિઓની રચના પછી ૧૦ દિવસમાં જે તે સમિતિની બેઠક મળશે જેમાં સમિતિના જાહેર થયેલા અધ્‍યક્ષને વિધિવત ચૂંટવામાં આવશે. 

(3:18 PM IST)