<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

આવતીકાલે ઓખા-મુંબઈ સેન્‍ટ્રલ સુપરફાસ્‍ટ(સૌરાષ્‍ટ્રમેલ) સંપૂર્ણ રદ

ભારે વરસાદના કારણે રાજકોટ ડિવિઝનની કેટલીક ટ્રેનો પ્રભાવિત

રાજકોટ, તા.૨૫: અમદાવાદ-વીરમગામ રેલ સેક્‍શનમાં પાણી ભરાવાને કારણે તેમજ બિલીમોરા-વઘઈ નેરોગેજ રેલ સેક્‍શનમાં ટ્રેક ધોવાઈ જવાને કારણે રાજકોટ ડિવિઝન સંબંધિત કેટલીક ટ્રેનોના સંચાલનમાં કામચલાઉ ફેરફાર કરવામાં આવ્‍યા છે.

સંપૂર્ણપણે રદ કરાયેલી ટ્રેનો

૧) ટ્રેન નંબર ૧૨૨૬૮ હાપા-મુંબઈ સેન્‍ટ્રલ દુરંતો એક્‍સપ્રેસ, તારીખ ૨૫ જુલાઈ ૨૦૨૬ ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે.

૨) ટ્રેન નંબર ૨૨૯૪૬ ઓખા-મુંબઈ સેન્‍ટ્રલ સુપરફાસ્‍ટ એક્‍સપ્રેસ, તારીખ ૨૬ જુલાઈ ૨૦૨૬ ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે.

૩) ટ્રેન નંબર ૫૯૫૫૨ ઓખા-રાજકોટ પેસેન્‍જર, તારીખ ૨૫ જુલાઈ ૨૦૨૬ ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે.

૪) ટ્રેન નંબર ૫૯૫૫૧ રાજકોટ-ઓખા પેસેન્‍જર, તારીખ ૨૫ જુલાઈ ૨૦૨૬ ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે.

 પુનઃનિર્ધારિત (રી-શેડયૂલ) કરાયેલી ટ્રેનો

૧) ટ્રેન નંબર ૨૬૯૦૧ સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્‍સપ્રેસ, તારીખ ૨૫ જુલાઈ ૨૦૨૬ ના રોજ તેના નિર્ધારિત સમય સવારે ૦૫:૨૫ વાગ્‍યાના સ્‍થાને સવારે ૦૭:૩૦ વાગ્‍યે સાબરમતીથી ઉપડશે અને તેના મૂળ માર્ગ પરથી જ દોડશે.

૨) ટ્રેન નંબર ૧૯૨૧૭ બાંદ્રા ટર્મિનસ-વેરાવળ સૌરાષ્‍ટ્ર જનતા એક્‍સપ્રેસ, તારીખ ૨૫ જુલાઈ ૨૦૨૬ ના રોજ તેના નિર્ધારિત સમયના સ્‍થાને સાંજે ૧૯:૧૦ વાગ્‍યે ઉપડશે. આ ફેરફાર તેની પેરીંગ રેક ૮ કલાકથી વધુ મોડી આવવાને કારણે કરવામાં આવ્‍યો છે.

અંશતઃ રદ / શોર્ટ ઓરિજિનેટેડ ટ્રેન

૧) ટ્રેન નંબર ૨૨૯૫૯ વડોદરા-જામનગર ઇન્‍ટરસિટી એક્‍સપ્રેસ, તારીખ ૨૫ જુલાઈ ૨૦૨૬ ના રોજ વડોદરાથી રાજકોટ વચ્‍ચે અંશતઃ રદ રહેશે. આ ટ્રેન રાજકોટથી જામનગર માટે શોર્ટ ઓરિજિનેટ થઈને ઉપડશે.

રેલવે પ્રશાસન મુસાફરોને વિનંતી કરે છે કે યાત્રા શરૂ કરતા પહેલા પોતાની ટ્રેનની અદ્યતન સ્‍થિતિ રેલવેની સત્તાવાર વેબસાઇટ, NTES (નેશનલ ટ્રેન ઇન્‍ક્‍વાયરી સિસ્‍ટમ) અથવા RailOne એપ પર ચોક્કસ ચકાસી લે.

(3:45 PM IST)