<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd October 2026

કાલે સરગમી લોકડાયરો

કલાકારો માયાભાઈ આહીર, રાજભા ગઢવી, ધીરૂભાઈ સરવૈયા, સંગીતાબેન લાબડીયા, અભેસિંહ રાઠોડ, ફરીદાબેન મેર

રાજકોટઃસરગમ કલબ અને જે.પી. સ્‍ટ્રકચરર્સ પ્રા.લી. અને બાન લેબના સંયુક્‍ત ઉપક્રમે તા.૨૪ ને શનિવારે રાત્રે ૮ વાગ્‍યે ધર્મેન્‍દ્રસિહજી કોલેજ (ડી.એચ. કોલેજ) ડો. યાજ્ઞીક રોડ, ખાતે લોકડાયરો યોજાશે. જાહેર જનતા માટે દસ હજાર લોકોની બેઠક વ્‍યવસ્‍થા ખુરશી પર રાખેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.

આ લોકડાયરા ના કલાકરો માયાભાઈ આહીર, રાજભા ગઢવી, ધીરુભાઈ સરવૈયા, સંગીતાબેન લાબડીયા, અભયસિહ રાઠોડ અને ફરિદાબેન મેર પોતાની કલા પીરસશે.

આ કાર્યક્રમમાં વજુભાઈ વાળા(પુર્વ. ગવર્નર કર્ણાટક રાજ્‍ય) જીતુભાઈ વાઘાણી(મંત્રી પરસોતમભાઈ રૂપાલા (સાંસદ સભ્‍ય, ઓમ પ્રકાશ (આઈએએસ) (જીલ્‍લા કલેકટર રાજકોટ) મુખ્‍ય મહેમાન માં ડો.ભરતભાઈ બોઘરા, કેતનભાઈ પટેલ(વર્ધમાન ગ્રુપ બિલ્‍ડર્સ), પરેશભાઈ પીપળીયા(ચેરમેન સ્‍ટે. કમીટી રાજકોટ મહા.) ભાવેશભાઈ પટેલ (બિલ્‍ડર્સ), નંદલાલભાઈ માંડવીયા (ઉદ્યોગપતિ), દિગ્‍વિજયસિહ જાડેજા(સયાજી હોટેલ), વેજાભાઈ રાવલીયા (સીઝન્‍સ હોટલ), એમ.જે. સોલંકી (કેર ૪ હોમ), કમલેશભાઈ મિરાણી (પુર્વ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ), ધનસુખભાઈ ભંડેરી (પુર્વ ચેરમેન  ગુજરાત મ્‍યુ. ફાઈનાન્‍સ બોર્ડ), પ્રફુલભાઇ હદવાણી(ગોકુળ નમકીન), કિરીટભાઈ આદ્રોજા (એન્‍જલ ગ્રુપ), સ્‍મિતભાઈ પટેલ (કલાસિક નેટવર્ક પ્રા.લી.), નાથાભાઈ કાલરીયા (સનફોર્જ પ્રા.લી.), રમણભાઈ વરમોરા (વરમોરા ગ્રુપ), ગિરધરભાઈ દોંગા(બાથટચ પ્રા.લી. મેટોડા)ે ઉપસ્‍થિત રહેશે.

આ કાર્યક્રમમાં જે.પી. સ્‍ટ્રકચર્સ પ્રા.લી. ચેરમેન જગદીશભાઈ ડોબરીયા, અશોકભાઈ ડોબરીયા તથા બાન્‍સ લેબ્‍સ ચેરમેન નટુભાઈ ઉકાણીનો સહયોગ મળેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.

આ કાર્યક્રમ ને સફળ બનાવવા ગુણવંતભાઈ ડેલાવાળા ના માર્ગદર્શન હેઠળ મૌલેશભાઈ પટેલ, હરેશભાઈ લાખાણી, સ્‍મિતભાઈ પટેલ, પ્રભુદાસભાઈ પારેખ, યોગેશભાઈ પુજારા, જગદીશભાઈ ડોબરિયા, અશોકભાઈ ડોબરિયા, નટુભાઈ ઉકાણી ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(2:18 PM IST)