News of Wednesday, 3rd June 2026
ટી.પી. શાખા આક્રમકઃ સોની બજારમાં બિલ્ડીંગ સીલ
સેન્ટ્રલ ઝોન વિસ્તારના આ મિલ્કતમાં આગ લાગેલ : મેયરની તાકીદ બાદ વિભાગ દોડયાઃ ગીચ વિસ્તારોમાં ફાયર સેફટીની ધડાધડ કામગીરી : મનપા દ્વારા છેલ્લા ૭ મહિનામાં ત્રણેય ઝોનમાં કુલ ૫૦૩૯ : નોટીસો ફટકારાઇઃ બિન-અધિકૃત બાંધકામ કરનારાઓમાં ફફડાટ

રાજકોટ, તા. ૩ : ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા સેન્ટ્રલ ઝોન કચેરી હેઠળના વિસ્તારમાં અન-અધિકૃત બાંધકામ સીલ કરવામાં આવ્યું છે.
મનપાની સત્તાવાર યાદી મુજબ ટાઉન પ્લાનર એચ.એમ. સોરઠિયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજ તા.રના રોજ શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તાર પૈકી વોર્ડ નં.૭માં સોનીબજાર મેઈન રોડને લાગુદેરાસરવાળી શેરીમા દિયા ગોલ્ડ પોલીસિંગ મિલકતના માલિક સંજયભાઈ લુવાની વાણિજ્યહેતુના અન-અધિકળત બાંધકામ વાળી મિલકત સીલ કરવામા આવેલ છે.
આ કામગીરીમાં સેન્ટ્રલ ઝોનના ટાઉન પ્લાનીંગ શાખાના સ્ટાફની હાજરીમા સીલ મારવાની કાર્યવાહી કરેલ છે તેમજ આ મિલકતનો કોઇપણ માલ સામાન જપ્ત કરેલ નથી.
સોનીબજારની આગની ઘટના પછી મેયરે ટીપી-ફાયર સહિતની મિટીંગ કરી હતી. હવે આવા જુના બિલ્ડીંગને ફાયર સેફટી સાધનો વસાવવા નોટીસ અપાઇ રહી છે. કોમર્શીયલ બિલ્ડીંગ સામે પહેલા કાર્યવાહી થશે. જેની મેયર દ્વારા સમીક્ષા કરવામાં આવશે.
શહેરના સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં. ર, ૩, ૭, ૧૩, ૧૪ અને ૧૭ માં ર૬૦ (૧) ની ૮૧૦, ર૬૦ (ર) ની ૧૪૪ નોટીસ આપવામાં આવી હતી. જયારે કુલ ૧૮ ડીમોલીશન કરવામાં આવ્યા છે. અને પ કોર્ટ મેટર છે.
જયારે પヘમિ ઝોન હેઠળના વોર્ડ નં. ૧,૮,૯,૧૦,૧૧ અને ૧ર માં ર૬૦ (૧) ની ૬૭૪ તથા ર૬૦ (ર) ની ૧૧૯ નોટીસ ટી.પી. શાખા દ્વારા ફટકારવામાં આવી હતી. સાથે ર૭ બીનઅધિકૃત બાંધકામો તોડી પડાયા હતા. જયારે ૬૮ મિલ્કતોમાં કોર્ટ મેટર ચાલી રહી છે.
ઉપરાંત પૂર્વ ઝોનમાં વોર્ડ નં. ૪,પ,૬, ૧પ, ૧૬ તથા ૧૮માં ર૬ ૦ (૧) હેઠળ ૧૮૧૬ તથા ર૬૦ (ર) ની ૧૪૭૬ નોટીસો ફટકારવાની સાથે ૧૦૧૬ ગેરકાયદે બાંધકામોનો કડુસલો બોલાવી દેવામાં આવ્યો હતો. જયારે કુલ ૧૭ મિલ્કતોમાં કોર્ટ મેટર ચાલી રહી છે.
આમ મનપા દ્વારા છેલ્લા ૭ મહિના દરમિયાન પ૦૩૯ નોટીસ બિનઅધિકૃત બાંધકામોને આપવામાં આવી છે.(૨.૧૪)
(2:52 PM IST)










