<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

ટ્રાફિક શાખાના હેડકોન્‍સ. ઇમરાન રાઉમાનું પરિણીતા સાથે વારંવાર દુષ્‍કર્મઃ સૃષ્‍ટિ વિરૂધ્‍ધનું કૃત્‍યઃ ધરપકડ

પરિણીતાનું કાયદાના રક્ષકે જ ભક્ષક બની દોઢ વર્ષ સુધી શોષણ કર્યુઃ પહેલી વખત તેણી માતાના ઘરે હતી ત્‍યારે રાતે પીછો કરી ઘરમાં ઘુસી બળજબરી આચરીઃ ફોટા-વિડીયો લઇ તેના આધારે સતત બ્‍લેકમેઇલ કરી : મહિલાની પાંચ વર્ષની દિકરી સાથે પણ અડપલા કર્યાનો આરોપઃ સતત ડરાવી ધમકાવી શોષણ કરતોઃ એક વખત સાસણ બોલાવી બળજબરી આચરીઃ તાવીજ પહેરાવી ધર્મ પરિવર્તન કરવા દબાણ કરતોઃ ધમકીઓથી ગભરાઇને પરિણીતા બધુ સહન કરતી રહીઃ અંતે પતિને જાણ કરતાં તેણે હિમ્‍મત આપતાં ફરિયાદ દાખલ થઇ : કોઇને ન કહેવાય એવુ કૃત્‍ય કરતો, ઇમરાન તેનું થુંક પીવડાવતોઃ તાવીજ પહેરાવતો, ધર્મ પરિવર્તન માટે દબાણ કરતોઃ બીજી ૨૧ છોકરીઓને ફસાવવાની વાતો કરતોઃ એક વખત પરિણીતાને પોલીસની વરદી પહેરાવીને ગંદી હરકતો પણ કરી હતી

 

રાજકોટ તા. ૧૩: શહેરમાં કાયદાનો રક્ષક જ ભક્ષક બન્‍યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજકોટ શહેર પોલીસમાં ટ્રાફિક બ્રાંચમાં હેડ કોન્‍સ્‍ટેબલ તરીકે ફરજ બજાવતા ઇમરાન રાઉમા નામના શખ્‍સે એક પરિણીતાને હવસખોરીનો શિકાર બનાવી લઇ તેની પાંચ વર્ષની દિકરી સાથે પણ અડપલા કરી લેતાં આ મામલે યુનિવર્સિટી પોલીસે ગુનો દાખલ કરી તેને સકંજામાં લીધો છે. પહેલી વખત પરિણીતાનો પીછો કરી ઘરમાં ઘુસી જઇ બળજબરી આચરી મોબાઇલમાં ફોટા પાડી લીધા બાદ તે વાયરલ કરવાની ધમકી દઇ દોઢ વર્ષથી તે સતત અમાનુષી ત્રાસ ગુજારી શોષણ કરતો હોવાનો આરોપ મુકાયો છે. હાલ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.

પરિણીતાએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે મારે સંતાનમાં પાંચ વર્ષની દિકરી છે અને લગ્ન નવ વર્ષ પહેલા થયા છે. દોઢ વર્ષ પહેલા હું મારા માવતરના ઘરે રોકાવા માટે ગઇ હતી ત્‍યારે નજીકમાં દરજીની દુકાન હોઇ ત્‍યાં મારુ બ્‍લાઉઝ સીવડાવવા ગઇ હતી. તે વખતે ત્‍યાં ઇમરાન હબીબભાઇ રાઉમા પણ હતો. તે વખતે તે રાજકોટ પોલીસમાં હતો અને કોન્‍સ્‍ટેબલ હતો. હાલ તે હેડકોન્‍સ્‍ટેબલ છે. એક દિવસ રાતે મારા પિતા અને દિકરી સુતા હતાં અને માતા ગામડે ગયા હોઇ હું દરજીને ત્‍યાંથી ઘરે આવવા રાતે નીકળી ત્‍યારે ફળીયામાં પહોંચતા જ ઇમરા મારી પાછળ આવી ગયો હતો અને મને મોઢે ડુચો દઇ બે લાફા મારી દીધા હતાં. તેમજ મારા પેટના ભાગે સીઝેરીયન હોઇ ત્‍યાં પણ બે પાટા મારી લીધા હતાં. બાદમાં મને નિર્વષા કરી નાંખી મારા નગ્ન ફોટા તેણે મોબાઇલમાં પાડી લઇ મારી મરજી વિરૂધ્‍ધ બળજબરીની શરીર સંબંધ બાંધી લઇ જો કોઇને આની વાત કરીશ તો તારા ફોટો-વિડીયો વાયરલ કરી નાંખીશ તેવી ધમકી આપી હતી.

હું ખુબ ડરી ગઇ હોઇ જેથી મેં આની વાત કોઇને કરી નહોતી. આ ઈમરાન તેના મોબાઈલ પરથી મને ફોન કરી આ વિડિયોના આધારે સતત માનસિક ત્રાસ આપતો હતો. આ વિડીયો મારા સાસરીયા પક્ષમાં મોકલવાની ધમકી આપતો હતો જેથી હું મારા મમ્‍મીના ઘરેથી મારા ઘરે જતી રહેલ હતી. બીકના લીધે મારા મમ્‍મીના ઘરે બે દિવસ સુધી ગયેલ ન હતી. મારા પતિ કામ માટે બહાર ગામ જતા આ ઇમરાન મોકો ગોતીને મારા ઘરમાં ઘુસી ગયો અને મારી દિકરીની સામે મારૂ ગળું પકડીને મારી મરજી વિરૂધ્‍ધ શરીર સબંધ બાંધેલ અને મને મારી નાખવાની ધમકી પણ આપી હતી. તે કહેતો હતો કે ડેરીએથી અમારા માણસો આવશે અને પ્રાઇવેટ પાર્ટ ઉપર છરી મારી દેશે અને તને મારી નાખશે. તેમ કહી તે બીવડાવતો અને  અવાર નવાર ઘરે આવી જતો અને મારી દિકરી જે ત્‍યારે ચાર વર્ષની હતી તે ત્રણ દિવસ પહેલા પાંચ વર્ષની થઈ મારી દિકરીને રમકડા દેખાડવાના બહાને તેની સાથે પણ અડપલા કરી લીધા હતાં. જેથી મારી દિકરી પણ ડરી ગઇ હતી.

તે એટલી ડરી ગઇ છે કે મારી સાથે રહેતી નથી અને પાસે પણ આવવા રાજી નથી અને મારી દિકરીને આફ્રિકા વેંચી નાખવાની વાતો પણ ઇમરાને કરેલી હતી. તે આખી દુનિયામાં મને એકલી કરી નાખવાનું કહેતો હતો જેથી મારી પાસે એની પાસે જવા સિવાય કાંઈ રસ્‍તો જ ન રહે આના માટે ઇમરાન તેના મિત્ર સર્કલમાં સગાવાલાઓમાં આડોસ પાડોશમાં મારું બહુ જ ખરાબ બોલતો હતો અને મારી માતાને પણ ગાળો દીધી હતી . મારી સાથે સળષ્ટી વિરૂધ્‍ધનું કળત્‍ય કરતો હતો અને હું રડતી તો મને કહેતો કે નાટક બંધ કરી દે અને મને વારંવાર ધર્મ પરિવર્તન કરવા માટે પણ કહેતો અને દબાણ કરતો હતો. એટલુ જ નહિ ઇમરાન મને પરાણે એનુ થુંક પણ પીવડાવતો હતો.  કોઈને ન કહેવાય એવુ કાર્ય મારી સાથે કરતો હતો અને મને કહેતો હતો કે તારા જેવી ૨૧ છોકરીઓ હજુ ફસાવાની છે અને એક વખત વી.વી.આઇ.પી બંદોબસ્‍તમાં સાસણ ખાતે આવવા મને ફોન કરી બળજબરી પુર્વક બોલાવી હતી.

 ત્‍યારે તેણે બળજબરીથી ટેક્‍સી વાહન ડ્રાઈવર સાથે મોકલી મને સાસણ આવવા દબાણ કરતાં હુ બીકના લીધે ટેક્‍સીમાં બેસી સાસણ ગયેલ અને ત્‍યા મને બહારથી સારી રીતે રાખતો હતો અને સાસણમાં રિસોર્ટમા ઈમરાને રૂમ રાખેલ હોય તે રૂમમા મને બહુ માર મારેલ અને ધર્મપરિવર્તન કરાવવા મને તાવીજ પહેરાવવાની કોશીષ કરેલી હતી અને ત્‍યા પણ મારી સાથે સળષ્ટિ વિરૂધ્‍ધનું કૃત્‍યુ આચર્યુ હતું. આજ સુધી આ બધું ચૂપચાપ સહન કરવાનું કારણ એ કે આ ઈમરાન મને એક જ વસ્‍તુ કહેતો તારાથી કંઈ નહીં થાય  તેવુ કહેતો જેથી મને કોઈ દિવસ હિંમત આવી નહી હવે મારા ફોટા વિડિયો વાયરલ કરવાની અને મારૂ અપહરણ કરવાની ધમકી આપીને મને તેની સાથે બોલાવતો અને જ્‍યાં સુધી એને જવાબ ન આપુ, પ્રેમથી વાત ન કરું ત્‍યા સુધી મને મુકે નહીં.

જેથી હુ તેના ઘરે તેના માતા-પિતાને કહેવા ગયેલ કે તમારો ઈમરાન મને ખુબજ હેરાન કરે છે તો તે વખતે તેઓએ કોઇએ ધ્‍યાન આપેલ નહી અને ઈમરાને મને પોલીસની વર્ધી પહેરાવીને પણ મારી સાથે ગંદી હરકત કરેલ હતી. ત્‍યારબાદ મેં આ ઈમરાનને કીધું તું મને ખુબ હેરાન કરે છે મારી સાથે જે થયું એ મેં બીકના લીધે સહન કરી લીધું પણ મારી પાંચ વર્ષની દિકરી  સાથે પણ ઈમરાને શારીરિક અડપલા કરી લીધા હતાં.  ઈમરાન સતત મારી આગળ પાછળ ફરતો હતો અને મને મેસેજ કરતો તેમજ હુ જવાબ ન આપતી તો તે મારા મમ્‍મીના ઘરે કે મારા સાસરીમા કે મિત્ર સર્કલમાં હું જ્‍યાં જાવ ત્‍યાં પહોંચી જતો હતો અને મારી સાથે ઝગડો કરતો અને મને અવાર નવાર છરી બતાવી મારી નાખવાની ધમકી આપતો હતો અને મારા કોઇ જગ્‍યાએ સારા સંબંધ રહેવા દિધેલ નથી અને છેલ્લે ગત માર્ચ મહિનામાં ઈમરાને મારા ઘરે આવી મારી સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધી લીધા હતાં. ત્‍યારે મારી બહેનપણી પણ હાજર હતી.

 ઇમરાને મારી સાથે કળત્‍ય આચરેલ છે ત્‍યારબાદ આજદિન સુધી મને ધાક ધમકી આપતો હતો. હુ આ ઇમરાનની ધમકીથી ડરી ગયેલી પણ હવે મારા પતિએ મને હિમ્‍મત આપતા હું ફરિયાદ કરવા પહોંચી હતી. તેમ વધુમાં ભોગ બનનાર પરિણીતાએ જણાવતાં યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્‍યો છે. એસીપી આર. એસ. બારીયાના જણાવ્‍યા મુજબ આરોપીને પકડી લેવાયો છે. પીઆઇ સી. એન. દવે અને ટીમ વધુ તપાસ કરે છે.

(2:55 PM IST)