<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd November 2026

રાજકોટના બાલાજી હોલ નજીક ટ્રાફિક પોલીસ અને વાહનચાલક વચ્ચે માથાકૂટ: વિવાદનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

વાહનચાલકે ઓનલાઇન દંડ ભરવાની તૈયારી દર્શાવતા પોલીસકર્મીઓ વિફર્યા હોવાનો આક્ષેપ: પોલીસે ઓનલાઇન દંડ સ્વીકારવાનો ઇનકાર કર્યો હોવાનો પણ દાવો કરાયો

રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર બાલાજી હોલ નજીક ટ્રાફિક પોલીસ અને વાહનચાલક વચ્ચે માથાકૂટ થઈ હતી. બાઈક ટોઇંગ કરવા મુદ્દે થયેલા વિવાદનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાહનચાલકે ઓનલાઇન દંડ ભરવાની તૈયારી દર્શાવતા પોલીસકર્મીઓ વિફર્યા હોવાનો આક્ષેપ છે. પોલીસે ઓનલાઇન દંડ સ્વીકારવાનો ઇનકાર કર્યો હોવાનો પણ દાવો કરાયો છે. એટલું જ નહીં, વાહનચાલક વીડિયો ઉતારવાનું બંધ કરે તેવી સૂચના આપી અન્ય કેસ કરી દેવાની ધમકી પણ આપવામાં આવી હોવાનો આક્ષેપ છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં ટ્રાફિક પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે

(5:37 PM IST)