<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

દક્ષિણ મામલતદાર કચેરી ખાતે કર્મચારીઓનો કર્મયોગી અભિયાન અન્‍વયે તાલીમ વર્ગ

રાજકોટઃ કર્મયોગી અભિયાન અન્‍વયે વર્ગ ત્રણ અનેં ચારના ના કર્મચારીઓનો તાલીમ કાર્યક્રમ અને ક્ષમતા નિર્માણ અંગેની તાલીમ નું આયોજન મામલતદાર કચેરી  દક્ષિણ ખાતે કરવામાં આવ્‍યું. જેમાં તાલુકા કક્ષાના ટ્રેનર્સ દ્વારા વિવિધ વિષયો દ્વારા ક્ષમતા નિર્માણ અને અસરકારક સંદેશા વ્‍યવહાર વર્તણૂક્‍લક્ષી તાલીમ સહિતના જુદા જુદા વિષયો પર અલગ અલગ વિભાગના વર્ગ ત્રણ ના કર્મચારીઓને તાલીમ આપવામાં આવી અને સ્‍વચિંતન દ્વારા કાર્ય પ્રણાલી અને વર્તન મૂલ્‍યાંકન તથા સામુહિક હિતમાં યોગદાન સહિતની બાબતો અંગે અને કાર્યક્ષમતા અંગે કર્મયોગી પ્રશિક્ષણની તાલીમ આપવામાં આવી. આ તાલીમ કાર્યક્રમમાં શહેરની જુદી જુદી કચેરીઓના કુલ ૩૦ જેટલા કર્મચારીઓએ તાલીમ માં ભાગ લીધો. 

(2:25 PM IST)