તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
બિરસા મુંડાની જન્મજયંતિએ મનપા દ્વારા ‘જનજાતિ ગૌરવ'દિવસ ઉજવાશે
કાલે સ્વચ્છતા અભિયાન : ૧૫ નવેમ્બરે પુષ્પાંજલિ, ભવ્ય શોભાયાત્રા અને મંચ કાર્યક્રમ : છોટાઉદેપુરના રાજ્યકક્ષાના સમારોહનું જીવંત પ્રસારણ કરાશે : પત્રકાર પરિષદમાં માહિતી આપતા નેહલ શુકલ, તુષાર સુમેરા

ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતી ઉજવણી અંતર્ગત યોજાનાર પુષ્પાંજલિ, શોભાયાત્રા તથા સાંસ્કૃતિક કાર્યક્રમો અંગે માહિતી આપતા મેયર નેહલ શુકલ, ડે મેયર દક્ષાબેન વસાણી, દંડક સંજયસિંહ રાણા, મ્યુ. કમિશનર તુષાર સુમેરા તથા ડે. કમિશનર સમીર ધડુક દર્શાય છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)
રાજકોટ, તા.૧૩: આદિવાસી સમાજના સ્વાભિમાન, અધિકાર અને સ્વાતંત્ર્ય માટે સંઘર્ષ કરનારા ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે મહાનગરપાલિકા દ્વારા આગામી તા.૧૫ નવેમ્બર, રવિવારે ‘જનજાતિ ગૌરવ દિવસ'ની ઉજવણી કરવામાં આવશે. આ અંતર્ગત પુષ્પાંજલિ, ભવ્ય શોભાયાત્રા, સાંસ્કળતિક કાર્યક્રમો અને છોટાઉદેપુર ખાતે યોજાનારા રાજ્યકક્ષાના સમારોહના જીવંત પ્રસારણ સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અંગે કાર્યક્રમોની માહિતી આપવા મેયર ડાઙ્ઘ. નેહલ શુક્લના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ હતી. તેમાં ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષના દંડક સંજયસિંહ રાણા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સમીર ધડુક, સહાયક કમિશનર રાજીવ ગામેતી અને મેનેજર કૌશિક ઉનાવા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મેયર ડો. નેહલ શુક્લે ભગવાન બિરસા મુંડાના જીવન, સંઘર્ષ અને આદિવાસી સમાજના ઉત્થાન માટે આપેલા યોગદાનને યાદ કર્યું હતું. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ રાજકોટમાં યોજાનારા કાર્યક્રમો અને છોટાઉદેપુર ખાતેના રાજ્યકક્ષાના સમારોહની વિસ્તળત રૂપરેખા રજૂ કરી હતી.
તા. ૧૪ નવેમ્બરે રેસકોર્સ ખાતે આવેલી ભગવાન બિરસા મુંડાની પ્રતિમા અને આસપાસના પરિસરમાં વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે. પ્રતિમાની સફાઈ સાથે પરિસરનું સુશોભન પણ કરવામાં આવશે.
તા. ૧૫ નવેમ્બરે મહાનુભાવો, આદિવાસી આગેવાનો, જનપ્રતિનિધિઓ અને નાગરિકો દ્વારા ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. ત્યારબાદ પ્રતિમા સ્થળેથી મુખ્ય કાર્યક્રમના સ્થળ સુધી ભવ્ય શોભાયાત્રા યોજાશે. તેમાં આદિવાસી સાંસ્કળતિક ટોળીઓ, પરંપરાગત વાદ્યવળંદ અને લોકનળત્ય મંડળીઓ જોડાશે.
મુખ્ય મંચ કાર્યક્રમમાં ભગવાન બિરસા મુંડાના જીવન અને ઐતિહાસિક યોગદાન ઉપરાંત આદિવાસી ગૌરવ, સંસ્કળતિ અને વિકાસ અંગે સંબોધનો યોજાશે. આ દરમિયાન છોટાઉદેપુર ખાતે યોજાનારા રાજ્યકક્ષાના કાર્યક્રમ તેમજ મુખ્યમંત્રીના સંબોધનનું જીવંત પ્રસારણ દર્શાવવામાં આવશે.
પત્રકાર પરિષદમાં નેહલ શુકલ અને તુષાર સુમેરાએ વધુમાં જણાવાયા મુજબ વર્ષ ૨૦૦૧થી અત્યાર સુધીમાં ૪૦.૮૫ લાખથી વધુ આદિવાસી વિદ્યાર્થીઓને પોસ્ટ-મેટ્રિક શિષ્યવળત્તિ હેઠળ રૂ. ૫,૨૯૨ કરોડથી વધુની સહાય આપવામાં આવી છે. ઙ્ઘિ-મેટ્રિક શિષ્યવળત્તિ હેઠળ ૩.૩૧ કરોડથી વધુ વિદ્યાર્થીઓને રૂ. ૧,૮૧૦ કરોડથી વધુ સહાય મળી છે. એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલોની સંખ્યા ૭થી વધીને ૫૭ અને આશ્રમશાળાઓની સંખ્યા ૫૧૪થી વધીને ૬૬૫ થઈ હોવાનું જણાવાયું હતું.
આરોગ્ય ક્ષેત્રે સીએચસીની સંખ્યા ૫૬થી વધીને ૮૯ અને પીએચસીની સંખ્યા ૨૬૪થી વધીને ૪૧૧ થઈ છે. છેલ્લા બે વર્ષમાં ૫૮ લાખ આયુષ્માન કાર્ડ દ્વારા રૂ. ૧,૭૬૪ કરોડની સારવાર સહાય પૂરી પાડવામાં આવી છે. એક કરોડથી વધુ આદિવાસી નાગરિકોનું સિકલ સેલ એનિમિયા સ્ક્રીનિંગ કરાયું હોવાનું પણ જણાવાયું હતું.
આ ઉપરાંત કળષિ, ડેરી વિકાસ, વન અધિકાર, સિંચાઈ, પાણી પુરવઠો, વીજળી અને માર્ગ સુવિધાઓના ક્ષેત્રમાં કરાયેલી કામગીરીની વિગતો રજૂ કરવામાં આવી હતી.છોટાઉદેપુર ખાતે યોજાનારા રાજ્યકક્ષાના મુખ્ય કાર્યક્રમમાં વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત, કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ, વન અધિકાર પત્રોનું વિતરણ, આદિવાસી પ્રતિભાઓનું સન્માન તથા આદિવાસી સંસ્કળતિને ઉજાગર કરતા સાંસ્કળતિક કાર્યક્રમો યોજાશે.
(3:32 PM IST)










