<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

સરદાર સ્‍મારક ટ્રસ્‍ટ દ્વારા શ્રદ્ધાંજલી કાર્યક્રમઃ જરૂરતમંદ બાળકોને સાયકલ વિતરણ

 

રાજકોટઃ શ્રી સરદાર વલ્લભભાઇ પટેલની ૧પ૧ મી જન્‍મ જયંતિ નિમિતે સરદાર વલ્લભભાઇ પટેલ સ્‍મારક ટ્રસ્‍ટના ઉપક્રમે સરદાર સ્‍મારક ભવન, રેસકોર્ષ ખાતે પ્રાર્થના , પુષ્‍પાંજલિ અને સુતાંજલિનું આયોજન કરવામાાં આવેલ સંસ્‍થાના પ્રમુખ સર્વ શ્રી જયંતિભાઇ કાલરિયા, મંત્રી અલ્‍પનાબેન ત્રિવેદી તથા ટ્રસ્‍ટી કમલભાઇ ધામી, સ્‍મિતાબેન ઝાલા અને કૌશિકભાઇ મહેતા ઉપસ્‍થિત રહેલ. પ્રારંભમાં અલ્‍પાબેન ત્રિવેદીએ મહેમાનોનું સ્‍વાગત કરી આભાર માનેલ, મીનુ જસદણવાળા દ્વારા ચાલતું ‘મીનુઝમિશન' દ્વારા જરૂરિયાતમંદ બાળકોને શાળાએ જવા માટે ૧૧ સાઇકલ વિતરણ કરવાંમાં આવેલ.

(3:19 PM IST)