<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્‍મજયંતી પર શત શત વંદનઃ ઉદય કાનગડ

સરદાર પટેલ માત્ર ભારતના સ્‍વાતંત્ર સંગ્રામના અગ્રણી પુરૂષ નહોતાં, પરંતુ સ્‍વતંત્ર ભારતના શિલ્‍પકાર હતા, અવિભાજય રાષ્‍ટ્રનું સ્‍વપ્‍ન તેમણે વાસ્‍તવિક બનાવ્‍યું: ૫૭૨ રિયાસતોને એકતાના સૂત્રમાં બાંધવાનું તેમનું અવિસ્‍મરણીય યોગદાન ભારતીય ઈતિહાસમાં અક્ષય રહેશે પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના હસ્‍તે લોકાર્પણ થયેલ લોખંડી પુરૂષની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા ‘સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટિ'દેશના સ્‍વાભિમાનનું પ્રતિક બની છે

રાજકોટઃ ધારાસભ્‍ય શ્રી ઉદય કાનગડએ આવતીકાલ તા.૩૧ ઓકટોબરના રોજ દેશના પનોતા પુત્ર લોહપુરૂષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્‍મજયંતીના અવસરે તેમને કોટી કોટી નમન કરતા જણાવેલ કે ભારતના ઈતિહાસમાં અનેક મહાનુભાવોએ જન્‍મ લીધો, અનેક લોકોને સ્‍વતંત્રતા માટે સંઘર્ષ કર્યો અને અનેક નેતાઓએ દેશને નવી દિશા આપી, પરંતુ આઝાદીના ઉષાકાળે જયારે ભારતનું અસ્‍તિત્‍વ જ અનેક ટુકડાઓમાં વહેંચાઈજવાની ભીતિ વચ્‍ચે ઉભું હતું, ત્‍યારે દેશની એકતા માટે અડગ દીવાલ બનીને ઉભા રહેનાર મહાપુરૂષ એટલે સરદાર વલ્લભભાઈ પટેલ. સરદાર પટેલ એક રાજકીય તથા સામાજિક નેતા હતા, જેમણે દેશની સ્‍વતંત્રતાની લડતમાં મહત્‍વનો ફાળો આપ્‍યો અને અખંડ, સ્‍વતંત્ર ભારતના એકીકરણનું નેતળત્‍વ કરેલ.

સરદાર વલ્લભભાઈ પટેલએ ૧૯૧૬ થી ૧૯૫૦ સુધીના ૩૪ વર્ષના જાહેર જીવનમાં ગુજરાત અને ભારત માટે અનેકાનેક રાષ્‍ટ્રભકિતના કાર્યો કર્યા. દેશ આઝાદ થયો ત્‍યારે વિભાજનની વેદના, કોમી હિંસા, શરણાર્થીઓના પુનર્વસન અને રજવાડાઓના ભવિષ્‍ય જેવા ગંભીર પડકારો જેવી અનેક સમસ્‍યાનો સામનો કરી રહ્યો હતો.આઝાદીતો મળી હતી પરંતુ ભારતના રાજકીય એકીકરણ હજુ અધુરું હતું.બ્રિટિશ શાસન હેઠળ પ્રાંતો ઉપરાંત રજવાડાંઓ હતા. જો આ રજવાડાને અલગ-અલગ સ્‍વતંત્ર રાજયો તરીકે રહી ગયા હોત, તો ભારતની રાજકીય એકતા, આંતરિક સુરક્ષા, આર્થિક વિકાસ અને રાષ્‍ટ્રીય અખંડિતતા સામે ગંભીર મુશ્‍કેલીઓ ઉભી થઈ હોત.આવા નિર્ણાયક સમયે સરદાર પટેલ સ્‍વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગળહમંત્રી બન્‍યા. તેમને રજવાડાંઓના એકીકરણની અંત્‍યંત જવાબદારી સોંપવામાં આવી. આવી કપરી પરિસ્‍થિતિમાં ‘દેશી રાજયોનું વિલિનીકરણ' દરમિયાન જે મુત્‍સદીગીરી, કુનેહ, દૃઢતા અને સૂઝબુઝ તેમણે ભારતના રાજવીઓને ભારતસંઘમાં જોડાઈ જવા સમજાવ્‍યા અને જે ન માન્‍યા તેમની સામે મકકમ પગલાં ભર્યા તેનાથી આખી દુનિયામાં એમની કીર્તિ પ્રસરી ગઈ. અખંડ ભારતનું સર્જન કરવાના તેમના આ અનન્‍ય અને અદ્વિતીય પ્રદાન બદલ ભારત સદા તેમનું ઋણી રહેશે. 

 રાષ્‍ટ્રવિરોધી બળોને દેશ પર કાબૂ મેળવવામાં અશકત બનાવી દઈને, દેશમાં કાયદો અને વ્‍યવસ્‍થા સ્‍થાપવા માટે તેમણે અંતિમ દોઢ વર્ષ સુધી કરેલી તનતોડ મહેનત માટે દેશ સદીઓ સુધી એમનું ઋણી રહેશે.સરદાર પટેલ માત્ર ભારતના સ્‍વાતંત્ર સંગ્રામના અગ્રણી પુરૂષ નહોતાં, પરંતુ સ્‍વતંત્ર ભારતના શિલ્‍પકાર હતા, અવિભાજય રાષ્‍ટ્રનું સ્‍વપ્ન તેમણે વાસ્‍તવિક બનાવ્‍યું. ૫૬૦ થી વધુ રિયાસતોને એકતાના સૂત્રમાં બાંધવાનું તેમનું અવિસ્‍મરણીય યોગદાન ભારતીય ઈતિહાસમાં અક્ષય રહેશે.   દેશના લોખંડી પુરૂષની ૧૮૨ મીટર ઉચી પ્રતિમા ‘સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટિ'નું તા.૩૧ ઓકટોબર, ૨૦૧૮ના રોજ લોકાર્પણ દેશના ગૌરવવંતા પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના હસ્‍તે થયું છે. વિશ્વની સૌથી ઉચી પ્રતિમા કે જે ‘સ્‍ટેચ્‍યુ ઓફ લિબર્ટી' કરતાં બમણી ઉચાઈવાળી છે તે દેશના સ્‍વાભિમાનનું પ્રતિક બની ગઈ છે.

 દેશને આઝાદી અનેક મહાન સેનાનીઓના સંઘર્ષથી મળી, પરંતુ આઝાદ ભારતને એક અખંડ રાજકીય રાષ્‍ટ્ર તરીકે ઘડવામાં સરદાર વલ્લભભાઈ પટેલએ જે ઐતિહાસિક ભૂમિકા ભજવી, તે તેમને સદીઓ સુધી ભારતના લોખંડી પુરૂષ અને અંખડ ભારતના શિલ્‍પી તરીકે અમર રાખશે. જયાં સુધી ભારતની એકતાનો ઈતિહાસ લખાશે, જયાં સુધી રાષ્‍ટ્રનિર્માણની ગાથા ગવાશે અને જયાં સુધી દેશભક્‍તિનો દીપ પ્રજવલિત રહેશે ત્‍યાં સુધી સરદાર વલ્લભભાઈ પટેલનું નામ અવિસ્‍મણીય રહેશે. ત્‍યારે આ મહાપુરૂષની જન્‍મજયંતી આપણા સૌ માટે અનોખો પ્રેરણાદિન અને ગૌરવદિન બની રહે તેમ અંતમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્‍મજયંતિના અવસરે તેમને શત શત નમન કરતા ધારાસભ્‍ય ઉદય કાનગડએ અંતમાં જણાવેલ હતું.(

(3:49 PM IST)