<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th September 2026

ત્રંબાના ત્રિવેણી સંગમ ઘાટે આવેલ ત્ર્યંબકેશ્વર મંદિરનો સાડા ચાર કરોડના ખર્ચે થયો જીર્ણોધ્‍ધાર

અહીં ફાળવાયેલ ગ્રાન્‍ટ ખરા અર્થમાં આસ્‍થા પ્રત્‍યેનું આદર સન્‍માન : રાજુભાઇ ધ્રુવ

રાજકોટ, તા.૯ :  ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડના તત્‍કાલીન વાઇસ ચેરમેન અને હાલના ગુજરાત ભાજપ પ્રદેશ કારોબારીના સભ્‍ય રાજુભાઈ ધ્રુવના સંગીન પ્રયાસો-જહેમત ના કારણે   રાજકોટ નજીક આવેલા ત્ર્યંબેકશ્વર મહાદેવ ત્રિવેણીસંગમ  તીર્થધામ ના વિકાસ માટે ૪.૫ કરોડ રૂપિયા જેવી માતબર રકમ ની ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ -રાજય સરકાર દ્વારા ફાળવણી કરવા માં આવી  હોવાના કારણે આ તીર્થભૂમિ નો ગરીમાપૂર્ણ વિકાસ થયો છે અને ત્રિવેણીસંગમ ખાતે  શ્રદ્ધા, સંસ્‍કળતિ અને વિકાસનો દિવ્‍ય સંગમ જોવા મળી રહ્યો છે. આવા આ ત્ર્યંબકેશ્વર મહાદેવ-ત્રિવેણીસંગમ ખાતે  તાજેતરની મુલાકાત દરમિયાન રાજુભાઈ ધ્રુવે વિવિધ સ્‍થળોની મુલાકાત લીધી હતી અને આગેવાનો સાથે ચર્ચા કરી હતી.

 ત્ર્યંબેકશ્વર મહાદેવ મંદિર ટ્રસ્‍ટીગણ ના જણાવ્‍યા અનુસાર ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડના તત્‍કાલીન ઉપાધ્‍યક્ષ  રાજુભાઈ ધ્રુવના સક્રિય પ્રયાસો અને યાત્રાધામના વિકાસ પ્રત્‍યેની પ્રતિબદ્ધતાના પરિણામે ગુજરાત સરકાર - પવિત્ર ત્રંબા યાત્રાધામ વિકાસ વિકાસ બોર્ડ દ્વારા  રૂ. ૪.૫ સાડા ચાર કરોડની વિશાળ ગ્રાન્‍ટ ફાળવવામાં આવી હતી.

રાજુભાઈ ધ્રુવે કહ્યું હતું કે,  આ માત્ર રૂા.૪ .૫ કરોડની ગ્રાન્‍ટ ન હતી પરંતુ સમાજ ની સાંસ્‍કળતિક પરંપરાઓ અને ધર્મભક્‍તિ તથા  આસ્‍થા પ્રત્‍યેનું ભાજપ સરકાર દ્વારા થયેલું આદર-સન્‍માન છે,સનાતન સંસ્‍કળતિ પ્રત્‍યેની પ્રતિબદ્ધતા છે,તીર્થધામોના વિકાસ પ્રત્‍યેની ભાજપ સરકારની દૃઢ સંકલ્‍પશક્‍તિ છે, વિરાસત થી વિકાસ તરફ અવિરત ગતિ અને શ્રદ્ધા સાથે વિકાસને જોડતી વિચારધારાનું જીવંત ઉદાહરણ છે.

તેમણે કહ્યુ હતું કે, રાજકોટ શહેર નજીક આવેલ ત્રંબા ગામેં પવિત્ર ત્રિવેણી સંગમ માત્ર એક ધાર્મિક સ્‍થળ નથી, પરંતુ સૌરાષ્‍ટ્રની સદીઓ જૂની આસ્‍થા, લોકપરંપરા, સંસ્‍કળતિ અને સનાતન શ્રદ્ધાનું જીવંત તીર્થધામ છે.

સૌરાષ્‍ટ્ર ની લોકસંસ્‍કળતિ ના આગવા ગૌરવ સમાન ઋષિપંચમી પવિત્ર દિવસે આશરે ૭૦-૭૫  જેવી મોટી સંખ્‍યામાં માતાઓ-બહેનો ત્રિવેણી સંગમ ખાતે ભાદરવી તાાન કરી પુણ્‍યલાભ પ્રાપ્ત કરે છે અને સમગ્ર ત્રંબા ધામ હર હર મહાદેવના જયઘોષથી ગુંજી ઊઠે છે.શ્રાવણી અમાસ થી અહીં યોજાતો સૌરાષ્‍ટ્ર ની ભાતીગળ લોક સંસ્‍કળતિ અને પરંપરાઓ ની ઝલક આપતો પરંપરાગત   લોકમેળો ઋષિપંચમીએ  પુર્ણ થાય છે.

આ પવિત્ર યાત્રાધામ ની મુલાકાત વેળાએ રાજુભાઇ ધ્રુવ ની સાથે અગ્રણીઓ કલ્‍પેશભાઈ રૈયાણી, નિヘલભાઈ સંઘવી તથા રતીભાઈ ત્રાપસીયા રહ્યા હતા 

 

(2:44 PM IST)