તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Thursday, 24th September 2026
કોટેચા ચોકમાં વૃધ્ધાને વાતોમાં પરોવી રોકડ-દાગીના બઠ્ઠાવી લેનાર ત્રિપુટી ઝડપાઇ
માલવીયાનગરના એએસઆઇ કેતનભાઇ નીકોલા, હેડકોન્સ. કૃષ્ણસિંહ ઝાલા, અનીલભાઇ જીલરીયાની બાતમીઃ પીઆઇ જે. એમ. કૈલાની રાહબરીમાં પીએસઆઇ કે. ડી. મારૂ અને ટીમની કામગીરી

રાજકોટઃ અમદાવાદથી રાજકોટ દિકરીના ઘરે આટો દેવા આવેલા વૃધ્ધા રામુબેન જીલીયા નામના ૭૦ વર્ષના વૃધ્ધા કોટેચા ચોકમાં એક દૂકાનના ઓટા પર આરામ કરવા બેઠા હતાં ત્યારે અજાણ્યા મહિલા-પુરૂષોએ આવી તેમની સાથે વાતો કરી નજર ચુકવી દાગીના રોકડ બઠ્ઠાવી લીધા હતાં. એક શખ્સે માજી મારી પત્નિ ખોવાઇ ગઇ છે તમે ક્યાંય જોઇે છે? તેમ કહી તેમને વાતોમાં પરોવ્યા હતાં. એ દરમિયાન નજર ચુકવી તેમના થેલામાંથી રોકડા અને સોનાના તેમજ ચાંદીના દાગીના મળી રૂા. ૫૧૫૦૦ની મત્તા ચોરી લીધી હતી. આ ગુનાનો ભેદ માલવીયાનગરના એએસઆઇ કેતનભાઇ નીકોલા, હેડકોન્સ. કૃણાલસિંહ ઝાલા અને અનીલભાઇ જીલરીયાની બાતમી પરથી ગોવિંદ મગનભાઇ ચારોલીયા (ઉ.વ.૨૮-રહે. જીલ્લા પંચાયત ચોક ફૂટપાથ પર), અર્જુન કનાભાઇ સોલંકી (ઉ.વ.૨૮-રહે. રૈયાધાર ચાર બાઇના મંદિર પાસે) અને રેખા વગાભાઇ જખાણીયા (ઉ.વ.૩૦-રહે. જીલ્લા પંચાયત ચોક છત્રપતિ શીવાજીની પ્રતિમા પાછળ)ને પકડી લઇ રિક્ષા જીજે૧૨એટી-૦૯૪૧ પણ કબ્જે લીધી છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય માંડલિક, ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી બી. જે. ચોૈધરીની સુચના અંતર્ગત પીઆઇ જે. એમ. કૈલા, પીએસઆઇ કે. ડી. મારૂ, એએસઆઇ કેતનભાઇ નિકોલા, હેડકોન્સ. કૃણાલસિંહ ઝાલા, સારંગભાઇ ઓગાણીયા, અનિલભાઇ જીલરીયા, કોન્સ. વિશ્વરાજસિંહ જાડેજા, અમરદિપસિંહ જાડેજા, કરમણભાઇ જાદવે આ કામગીરી કરી હતી
(3:58 PM IST)










