<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

‘ખાખી' નો ત્રિપલ ‘પ્રહાર' : રીક્ષા, રેલ્‍વે સ્‍ટેશન અને પોપટપરામાં દારૂ સાથે ત્રણ પકડાયા

શહેરના ત્રણ ખુણે દરોડાઃ ૧ થી લઇ ૧ર બોટલ કબ્‍જે : રાજસ્‍થાન માર્કાની બ્‍લેન્‍ડર્સ પ્રાઇડ, એઇટ પી.એમ. અને દમણના માર્કાની પ્રિન્‍સ જોન વ્‍હીસ્‍કીની બોટલ કબ્‍જે : રેલ્‍વે એલસીબી, ગાંધીગ્રામ અને પ્ર.નગર પોલીસની કાર્યવાહી

રાજકોટ, તા., ૩૧ : શહેરમાં દિવાળીના તહેવાર પહેલા દારૂની રેલમછેલ અટકાવવા પોલીસે કવાયત શરૂ કરી છે. રેલ્‍વે એલસીબી પ્ર.નગર અને ગાંધીગ્રામ પોલીસે રેલ્‍વે સ્‍ટેશન, પોપટપરા અને માધાપર ચોકડી નજીક મોરબી બાયપાસ રોડ પર દરોડા પાડી દારૂની ૧ થી લઇ ૧ર બોટલ કબ્‍જે કરી ત્રણને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

રાજકોટ રેલ્‍વે એલસીબીના એએસઆઇ બલભદ્રસિંહ જાડેજા, કોન્‍સ.હસમુખભાઇ રાઘવભાઇ સહિતના સ્‍ટાફે રેલ્‍વે સ્‍ટેશન પર પ્‍લેટફોર્મ નં.૧/બી પાસેથી અનીશ યુનુસભાઇ દલ (ઉ.વ.૩૪ રહે.ભીસ્‍તીવાડ, મોરબી હાઉસ પાસે)ને બાતમીના આધારે પકડી દમણના માર્કાવાળી પ્રિન્‍સજોન વ્‍હીસ્‍કીની બે બોટલ કબ્‍જે કરી હતી. બીજા દરોડામાં ગાંધીગ્રામના હેડકોન્‍સ.ભગીરથસિંહ જાડેજા, કોન્‍સ.સતીશભાઇ લાવડીયા, પ્રશાંતભાઇ ગજેરા, કોૈશિકભાઇ ડાંગર સહિતના સ્‍ટાફે માધાપર ચોકડી નજીક મોરબી બાયપાસ રોડ પર રિક્ષામાં દારૂ લઇને નિકળેલા અનીલ મેરામભાઇ રાઠોડ (ઉ.વ.૪૨ રહે.હાલ શિવ ટાઉનશીપ, મવડી-પાળ રોડ, મુળ ખોડીયારનગર, આજી વસાહત)ને પકડી રૂા.૨૧ હજારથી રાજસ્‍થાનના માર્કાવાળી બ્‍લેન્‍ડર પ્રાઇડ વ્‍હીસ્‍કીની ૧૨ બોટલ કબ્‍જે કરી હતી.ત્રીજા દરોડામાં પ્ર.નગર પોલીસના હેડકોન્‍સ.સી.બી. ખવડ, પ્રતાપભાઇ વદર, કોન્‍સ.વિરેન્‍દ્રસિંહ પરમાર સહિતના સ્‍ટાફે પોપટપરા વેરહાઉસ પાસેથી કૃણાલ અશોકભાઇ નાથાણી (ઉ.વ.૩૮ રહે.હંસરાજનગર)ને પકડી રાજસ્‍થાન માર્કાવાળી એઇટ પીએમ વ્‍હીસ્‍કી એક ચપલુ કબ્‍જે કર્યુ હતું

(3:17 PM IST)