તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Thursday, 7th May 2026
કુવાડવા પાસે ૨૬ લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો
હરિયાણાના ટ્રકચાલક સંજીવ ઉર્ફે સોનુની ધરપકડઃ ટ્રક આપનારા હરિયાણાના લક્ષ્યનું નામ ખુલ્યું: ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીઆઇ એમ. એલ. ડામોર, પીઆઇ સી. એચ. જાદવની ટીમની કામગીરી : એએસઆઇ અનિલભાઇ સોનારા, હેડકોન્સ. કનકસિંહ સોલંકી, કોન્સ. રાજેશભાઇ ચાવડાની બાતમી

રાજકોટ તા. ૭: કુવાડવા નજીક હાઇવે પરથી ક્રાઇમ બ્રાંચે ૨૫.૯૬ લાખનો દારૂ ભરેલા ટ્રક સાથે હરિયાણાના શખ્સને પકડી લીધો છે. આ ટ્રક હરિયાણાના જ અન્ય શખ્સે મોકલ્યો હતો. આ શખ્સ વ્હોટ્સએપ કોલ કરીને જે રીતે સુચના આપે એ રીતે ચાલકને આગળ વધવાનું હતું. રાજકોટમાં આ દારૂનો જથ્થો કોને આપવાનો હતો? તેની તપાસ થઇ રહી છે. ક્રાઇમ બ્રાંચે દારૂ અને ટ્રક મળી કુલ રૂા. ૪૧ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
જાણવા મળ્યા મુજબ દારૂ-જૂગારની પ્રવૃતિ ડામવા ઉચ્ચ અધિકારીઓએ સુચના આપી હોઇ તે અંતર્ગત ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઇ અનિલભાઇ સોનારા, કોન્સ.રાજેશભાઇ ચાવડા, હેડકોન્સ. કનકસિંહ સોલંકીને ચોક્કસ બાતમી મળતાં રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુવાડવા નજીક ક્રિષ્ના વોટર પાર્કની સામે એચઆર૪૭એફ-૯૯૨૫ નંબરના ટ્રકને આંતરી લીધો હતો. આ ટ્રકના ઠાઠામાં તપાસ કરતાં અલગ અલગ બ્રાન્ડનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેની ગણતરી કરતાં આ દારૂ રૂા. ૨૫,૯૬,૮૦૦નો થયો હતો.
પોલીસે ટ્રકમાંથી રોયલ સ્ટેગની રૂા. ૯,૫૧,૬૦૦ની ૭૩૨ બોટલો, ઓલ સીઝનની રૂા. ૪,૫૩,૬૦૦ની ૩૨૪ બોટલો, મેકડોવેલ્સ નંબર ૧નની ૫,૨૮,૦૦૦ની ૪૮૦ બોટલો, મેજીક મોમેન્ટ્સ વોડકાની ૨,૭૩,૬૦૦ની ૨૨૮ બોટલો, રોયલ સ્ટેગની ૩૭૫ એમએલની રૂા. ૩,૯૦,૦૦૦ની ૬૦૦ બોટલો કબ્જે કરી હતી. આ ઉપરાંત મોબાઇલ ફોન, ૧૫ લાખનો ટ્રક મળી રૂા. ૪૧,૦૬,૮૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ટ્રક ચાલકની પુછતાછ કરતાં પોતાનું નામ સંજીવકુમાર ઉર્ફે સોનુ અજીતસિંગ યાદવ (ઉ.વ.૨૮-રહે. લોહાણાગામ, નીમોડના રસ્તે જી. રેવાડી હરીયાણા) જણાવ્યું હતું. તેની ધરપકડ કરી વધુ પુછતાછ કરતાં તેણે પોતાને આ ટ્રક હરિયાણા ગુડવાંવના રણશીકા ગામના લક્ષ્ય રણવીરસિંગે આ ટ્રક ભરી આપ્યાનું કહ્યું હતું. લક્ષ્ય વ્હોટ્સએપ કોલ પર વાત કરતો હતો અને રાજકોટ આસપાસ પહોંચ્યા પછી પોતે જ્યાં કહે ત્યાં ટ્રક પહોંચાડવાનો હતો. જો કે ફોન આવે એ પહેલા ક્રાઇમ બ્રાંચની ટીમ આવી ગઇ હતી. રાજકોટમાં આટલો મોટો જથ્થો કોને આપવાનો હતો? તેની તપાસ થઇ રહી છે.પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય માંડલીક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીઆઇ એમ. એલ. ડામોર, પીઆઇ સી. એચ. જાદવ તથા એએસઆઇ અનિલભાઇ સોનારા, હેડકોન્સ. કનકસિંહ સોલંકી, ગિરીરાજસિંહ જાડેજા, સુભાષભાઇ ઘોઘારી, કોન્સ. રાજેશભાઇ ચાવડા, દેવરાજભાઇ કલોતરા, હરપાલસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી.
(2:33 PM IST)










