<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st November 2026

સનાતન સંસ્‍કૃતિ, શ્રધ્‍ધા, સંસ્‍કાર અને મંગલમય જીવનનું પ્રતિક તુલસી વિવાહઃ રામભાઇ મોકરીયા

રાજકોટ, તા., ર૧: સનાતન સંસ્‍કળતિ, શ્રદ્ધા, સંસ્‍કાર અને મંગલમય જીવનનું પ્રતીક તુલસી વિવાહ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમળદ્ધિ લાવે તેમ જણાવીને સનાતન સંસ્‍કળતિના પવિત્ર અને મંગલમય પર્વ તુલસી વિવાહ નિમિત્તે ગુજરાત તથા સૌરાષ્‍ટ્રની સમગ્ર જનતાને રાજ્‍યસભાના પૂર્વ સાંસદ  રામભાઈ મોકરીયાએ હૃદયપૂર્વક શુભેચ્‍છાઓ પાઠવી છે.

રામભાઈ મોકરીયાએ જણાવ્‍યું હતું કે, તુલસી વિવાહ ભારતીય સંસ્‍કળતિની અખંડ પરંપરા, આધ્‍યાત્‍મિક આસ્‍થા અને ધાર્મિક સંસ્‍કારોનું દિવ્‍ય પ્રતીક છે. આ પવિત્ર પર્વ આપણા જીવનમાં શ્રદ્ધા, ભક્‍તિ, પવિત્રતા અને પારિવારિક મૂલ્‍યોનું મહત્‍વ ઉજાગર કરવાની સાથે સમાજમાં સદભાવના, સંવાદિતા અને સંસ્‍કળતિના સંવર્ધનનો સંદેશ આપે છે.તેમણે ભગવાન શ્રી વિષ્‍ણુ અને માતા તુલસીના દિવ્‍ય આશીર્વાદથી ગુજરાત અને સૌરાષ્‍ટ્રના દરેક પરિવારના જીવનમાં સુખ, શાંતિ, આરોગ્‍ય, સમળદ્ધિ તથા આનંદનું મંગલમય આગમન થાય અને સમાજમાં પ્રેમ, એકતા તથા સામાજિક સમરસતાની ભાવના વધુ સુદૃઢ બને તેવી શુભકામનાઓ પાઠવી હતી.તુલસી વિવાહના પવિત્ર પર્વે દરેક ઘર-આંગણે મંગલ, દરેક હૃદયમાં શ્રદ્ધા અને દરેક પરિવારના જીવનમાં સુખ-સમળદ્ધિનો અખંડ દીપ પ્રજ્‍વલિત રહે.

(3:10 PM IST)