<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

વાવડીમાં દુકાનમાં અને હાઇવે પર ટ્રકમાંથી રૂા.૩.૪૬ લાખના દારૂ સાથે બે ઝડપાયા

પીસીબીના એએસઆઇ મહિપાલસિંહ ઝાલા, અનીલભાઇ સોનારા, હેડકોન્‍સ.હરદેવસિંહ રાણા અને કોન્‍સ. હરપાલસિંહ જાડેજાની બાતમીના આધારે હાઇવે પર દરોડો કુલદિપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, કોન્‍સ. યુવરાજસિંહ રાણાની બાતમીના આધારે દુકાનમાં દરોડોઃ પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ આર. કે. જાડેજા, પી. બી. ત્રાજીયા અને ટીમોની કામગીરી

રાજકોટ તા. ૧પઃ વાવડીમાં ૮૦ ફુટ રોડ પર વૃજચોકમાં આવેલી ખોડલ ટાવર્સ નામની દુકાનમાં બાતમીના આધારે પીસીબીની ટીમે દરોડો પાડી અઢી લાખની દારૂની ૮૬૪ બોટલ સાથે વેપારી અને અમદાવાદ હાઇવે પર હોટલના પાર્કિંગમાંથી આઇસર ટ્રકમાં છુપાવેલા દારૂ સાથે એક શખ્‍સને ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.

પીસીબી પીઆઇ એમ. આર. ગોંડલીયાની રાહબરીમાં હેડ કોન્‍સ. વિજયભાઇ મેતા, કુલદીપસિંહ જાડેજા, કોન્‍સ. યુવરાજસિંહ રાણા સહિતનો સ્‍ટાફ પેટ્રોલીંગમાં હતો ત્‍યાં વાવડીમાં ૮૦ ફુટ રોડ પર વ્રજ ચોકમાં દિપેન છગનભાઇ લાડાણી (ઉ.વ. ૩૮, રહે. સોમનાથ એપાર્ટમેન્‍ટ, સુખસાગર મેઇન રોડ, ગોવર્ધન ચોક, ૧પ૦ ફુટ રીંગ રોડ, મુળ નાવડા ગામ, તા. વંથલી) પોતાની ખોડલ ટાવર્સ નામની દુકાનમાં વિદેશી દારૂનો જથ્‍થો રાખી વેચાણ કરતો હોવાની બાતમીના આધારે દરોડો પાડયો હતો. જયાં દુકાનનાં અડધા ખુલેલા શટર મારફતે દુકાન અંદર જઇ દિપેનને પકડી લઇ તપાસ કરતા દુકાનમાંથી ખાખી કલરના બોક્ષ મળી આવ્‍યા હતા. જે ખોલી જોતાં લાકડાની પેટી નિકળી હતી. તે ખોલીને જોતાં તેમાંથી રૂા. ર.પ૯ લાખની કિંમતનો ર૮૮ વિદેશી દારૂની બોટલ મળી આવતા કબ્‍જે કરી દિપેનની સામે તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો દાખલ કરાવી તેની અટકાયત કરી આ દારૂનો જથ્‍થો કયાંથી લાવ્‍યો હતો? તે દિશામાં પુછતાછ શરૂ કરી હતી.

બીજા દરોડામાં રાજકોટ-અમદાવાદ હાઇવે પર બેટી ગામના પાટીયા પાસે જય ખોડીયાર હોટલના પાર્કિંગમાં પીસીબીના એએસઆઇ મહિપાલસિંહ ઝાલા, અનીલભાઇ સોનારા, હેડકોન્‍સ.હરદેવસિંહ રાણા અને કોન્‍સ.હરપાલસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે દરોડો પાડી પાર્કિંગમાં પાર્ક આઇસરમાંથી રૂા.૮૭,૪૪૪ની કિંમતના અલગ-અલગ દારૂની ૧૬૦ બોટલ સાથે જયદીપ નવલભાઇ વ્‍યાસ (ઉ.વ.૨૪ રહે.જશરાજનગર, મવડી ચોકડી પાસે)ને પકડી દારૂ અને આઇસર ટ્રક મળી કુલ રૂા૭.૮૭ લાખનો મુદામાલ કબ્‍જે કર્યો હતો.

આ કામગીરી પી.સી.બી. પોલીસ ઇન્‍સ્‍પેકટર એમ. આર. ગોંડલીયા, પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર પી. બી. ત્રાજીયા, આર. કે. જાડેજા, એ.એસ.આઇ. મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, અનિલભાઇ સોનારા, પો. હેડ કોન્‍સ. કિરતસિંહ ઝાલા, વિરેન્‍દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, ઉમેશભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, સંજયકુમાર રૂપાપરા, પો. કોન્‍સ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, હિરેન્‍દ્રસિંહ પરમાર, વિશાલભાઇ દવે, હરપાલસિંહ જાડેજા, ડ્રા. પો. હેડ કોન્‍સ. જયેશભાઇ ગઢવીએ કરી હતી

(3:11 PM IST)