News of Sunday, 13th September 2026
રાજકોટમાં ગોંડલ ચોકડી પાસે બે સગા ભાઈઓ વસંત અને વિજય છકડો રીક્ષામાં ૨.૮૦ લાખના દારૂ સાથે પકડાયા
પીસીબી પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીએસઆઈ આર.કે. જાડેજા, પી.બી. ત્રાજીયા અને ટીમનો દરોડો: દિલીપભાઈ બોરીચા, ઉમેશભાઈ ચાવડા અને વિશાલભાઈ દવેની બાતમી

રાજકોટ: શહેરમાં દારૂબંધીની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા હાથ ધરવામાં આવેલી ઝુંબેશ અંતર્ગત પીસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પી.સી.બી. સ્ટાફના પો.હેડ કોન્સ. ઉમેશભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા તથા પો.કોન્સ. વિશાલભાઇ દવેને ચોક્કસ અને સંયુક્ત હકીકત મળી હતી. આ બાતમીના આધારે ગોંડલ ચોકડી પાસે આવેલા કિઆના શો રૂમ નજીક રોડ પરથી શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલી એક છકડો રીક્ષાને રોકીને તલાશી લેવામાં આવી હતી. તલાશી દરમિયાન રિક્ષામાંથી મોટી માત્રામાં ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવતા પોલીસે સ્થળ પર જ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે છકડો રિક્ષામાંથી દારૂના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરતા તેઓ સગા ભાઈઓ હોવાનું ખુલ્યું હતું. પોલીસે વસંત મનોજભાઇ માંગરોલીયા (ઉંમર વર્ષ ૩૭, ધંધો: ડ્રાઇવીંગ, રહે. બુધ્ધનગર મફતીયાપરા, ભુમીગેટની અંદર, શાપર (વેરાવળ) અને વિજય મનોજભાઇ માંગરોલીયા (ઉંમર વર્ષ ૨૫, ધંધો: ડ્રાઇવીંગ, રહે. બુધ્ધનગર મફતીયાપરા, ભુમીગેટની અંદર, શાપર (વેરાવળ)ને પકડી લઈ રોયલ ચેલેન્જ પ્રીમિયમ વ્હિસ્કીની ૧૮૦ એમ.એલ.ની ૪૮૦ બોટલ કિંમત ૧,૬૦,૮૦૦ તથા હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી છકડો રિક્ષા GJ-03-BX-8866 કિંમત ૪૦,૦૦૦ મળીને કુલ ૨,૦૦,૮૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આ કામગીરી પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ચ મંડલીકની સૂચનાઓ અન્વયે અને પી.સી.બી. પોલીસ ઇન્સપેક્ટર એમ.આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સપેક્ટર પી.બી. ત્રાજીયા, આર.કે. જાડેજા, એ.એસ.આઈ. મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, અનિલભાઇ સોનારા, પો.હેડ.કોન્સ. કિરતસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મહેતા, ઉમેશભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, સંજયકુમાર રૂપાપરા તેમજ પો.કોન્સ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, હિરેન્દ્રસિંહ પરમાર, વિશાલભાઇ દવે અને હરપાલસિંહ જાડેજા સહિતની ટીમે કરી છે.
(7:37 PM IST)










