<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd June 2026

વિનાયકનગર અને કોઠારીયા રોડ હુડકોમાં બે વૃધ્‍ધે ગળાફાંસો ખાઇ આત્‍મહત્‍યા કરી લીધી

૬૭ વર્ષના ધીરજભાઇ ડાંગરને મગજની દવા ચાલુ હોઇ કંટાળીને પગલુ ભર્યુઃ ૬૩ વર્ષના યશવંતભાઇ ભીમજીયાણી પત્‍નિના અવસાન બાદ ડિપ્રેશનમાં રહેતાં હતાં: પરિવારોમાં ગમગીની

રાજકોટ તા. ૨૨: શહેરમાં અલગ અલગ બે બનાવમાં બે વૃધ્‍ધે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારોમાં કલ્‍પાંત સર્જાયો હતો. મવડી પ્‍લોટના વિનાયક નગરમાં રહેતાં ૬૭ વર્ષના વૃધ્‍ધે મોડી રાતે ઘરના રસોડામાં દોરી બાંધી પગલુ ભરી લીધુ હતું. જ્‍યારે બીજા બનાવમાં કોઠારીયા રોડ હુકઢડો ક્‍વાર્ટરમાં રહેતાં ૬૩ વર્ષના વૃધ્‍ધે રૂમમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ મોત મેળવી લીધુ હતું.

જાણવા મળ્‍યા મુજબ મવડી પ્‍લોટ શ્રીનાથજી સોસાયટી પાસે વિનાયકનગર-૪માં રહેતાં ધીરજભાઇ આપાભાઇ ડાંગર (ઉ.વ.૬૭) નામના વૃધ્‍ધે રાતે દોઢેક વાગ્‍યે ઘરના રસોડામાં છતમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરતાં પીએસઆઇ ડી. બી. ગાધેએ જરૂરી કાર્યવાહી કરી હતી.

આપઘાત કરનાર ધીરજભાઇ ડાંગર ત્રણ બહેન અને બે ભાઇમાં બીજા હતાં. સંતાનમાં બે દિકરા અને બે દિકરી છે. પોતે નિવૃત જીવન જીવતાં હતાં. તેમને મગજની દવા ચાલુ હતી. બિમારીથી કંટાળી પગલુ ભર્યાની શક્‍યતા પરિવારજને જણાવી હતી. રાતે દોઢેક વાગ્‍યે ઘરના સદસ્‍ય જાગ્‍યા ત્‍યારે ધીરજભાઇ લટકતાં મળતાં દેકારો મચાવતાં બીજા પરિવારજનો જાગી ગયા હતાં અને તેમને નીચે ઉતારી તત્‍કાળ હોસ્‍પિટલમાં ખસેડયા હતાં. પણ સારવાર કારગત નીવડી નહોતી.

બીજા બનાવમાં કોઠારીયા રોડ હુડકો ક્‍વાર્ટર બી-૧૧૧માં ખોડીયાર હોટલ પાસે રહેતાં યશવંતભાઇ જેન્‍તીભાઇ ભીમજીયાણી (ઉ.વ.૬૩) નામના વૃધ્‍ધે સાંજે ઘરે રૂમમાં ચુંદડીથી ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તેમનું મૃત્‍યુ થયું હતું.

યવશંતભાઇ બે બહેન અને ત્રણ ભાઇમાં મોટા હતાં અને નિવૃત જીવન જીવતાં હતાં. તેમને સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. સાંજે સાડા ચારેક વાગ્‍યે મોટા દિકરા વૃજેશભાઇ પિતાના રૂમમાં જતાં તેઓ લટકતાં મળતાં તુરત જ બેભાન હાલતમાં નીચે ઉતારી હોસ્‍પિટલે ખસેડયા હતાં. પરંતુ ટુંકી સારવાર બાદ તબિબે મૃત જાહેર કરતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. એક વર્ષ પહેલા યશવંતભાઇના ધર્મપત્‍નિ ઇલાબેનનું વાલ્‍વની બિમારીથી અવસાન થયું હતું. ત્‍યારથી તેઓ સતત ડીપ્રેશનમાં રહેતાં હોઇ  આ કારણે પગલુ ભરી લીધાનું જણાવાયું હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં ભક્‍તિનગર પોલીસ સ્‍ટેશનના હેડકોન્‍સ. યોગેશભાઇ મકવાણાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

યશવંતભાઇ ભીમજીયાણી

(2:46 PM IST)