<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th May 2026

નવા વાહનોની ખરીદી પર બેથી પાંચ ટકા પેટ્રોલ સેસ લાદી શકાય

પેટ્રોલ-ડીઝલના ભાવ સ્‍થિર રાખી ઓઈલ કંપનીની ખોટ સરભર કરવા વૈકલ્‍પીક આવક ઉભી કરવી જોઇએ : જો આ ફોર્મ્‍યુલા સફળ થાય તો પેટ્રોલ-ડીઝલના ભાવ સ્‍થિર રહેવા સાથે મોંઘવારી પર પણ કાબુ આવી શકે : નવા વાહનો પર સેસની રકમ લોંગટર્મ વિઝન માટે આશિર્વાદરૂપ (ફાયદારૂપ) સાબિત થશે : તો કેન્‍દ્રસરકાર પર ઈ.વી. વાહનો પરની સબસીડીને નવો બોઝો પણ નહિં પડે : આ સેસની સરપ્‍લસ રકમ ભવિષ્‍યમાં ઈ.વી. વાહન ચાલકોને પ્રોત્‍સાહન આપવા સબસીડી તરીકે પણ વાપરી શકાય : જો યુધ્‍ધ સમાપ્ત થઈ જાય, ઓઈલ કંપનીઓ નફો કરવા લાગે ત્‍યારે આ રકમ સરકાર પાસે સરપ્‍લસ રહેશે

રાજકોટ, તા.૨પ : દેશમાં છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ ડીઝલના ભાવો વધારાને કારણે મોંઘવારી પણ વધી રહી છે સામાન્‍ય વર્ગમાં નારાજગી વધવા સાથે વિરોધપક્ષો પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે સતત વિરોધ પ્રદર્શન કરી રહયા છે કેન્‍દ્ર સરકાર હાલ લોકોની તેમજ વિરોધી પક્ષોની નારાજગીનો ભોગ બની રહી છે. સરકાર માટે ભાવ વધારો કરવો પણ હાલના સંજોગોમાં અનિવાર્ય બની રહયો છે. વૈશ્વિક યુધ્‍ધની પરિસ્‍થિતિને કારણે આંતરરાષ્‍ટ્રીય બઝારમાં કળડઓઈલ (કાચા પેટ્રોલ)ના ભાવ સતત વધી રહયા છે તેને કારણે નાછુટકે કેન્‍દ્રસરકારે પણ પેટ્રોલ-ડિઝલ-ગેસમાં ભાવ વધારવાની ફરજ પડતા ત્રણ તબ્‍બકામાં પેટ્રોલ ડીઝલમાં હાલ રૂા.૪ થી ૫ સુધીનો ભાવ વધારો કર્યો છે.

હાલની વિપરીત સ્‍થિતિમાં આર્થિક બોજ વહન કરવા પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો કરવો પણ જરૂરી છે અને લોકરોષને ઠારવો તે પણ એટલો જ જરૂરી છે. ત્‍યારે કેન્‍દ્ર સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાની કાયમી સમસ્‍યાથી છુટકારો મેળવવા અને કંપનીની ખોટ સરભર કરવા એક નવીજ વેકલ્‍પીક આવક ઉભી કરવાનું સોનેરી સુચન રાજકોટના સિનિયર સીટીઝન (નિવળત કોર્ટ કર્મચારી) કિશોર એન. કારીયાએ કર્યુ છે.

કિશોર એન. કારીયાએ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી, નાણામંત્રી નિર્મલા સીતારામન તેમજ પેટ્રોલીયમ મંત્રી હરદિપસિંહ પુરીને એક પત્ર પાઠવીને ઓઈલ કંપનીઓ પાસેથી પેટ્રોલ-ડીઝલના ભાવ સ્‍થિર રાખવાની લેખીત બાહેધરી લઈ તેમની ખોટ સરભર કરવા વૈકલ્‍પીક આવક ઉભી કરી દર ત્રણ મહિને નિયમીત ખોટની રકમ ઓઈલ કંપનીઓને ચુકવવા નવુ સુચન ફોર્મ્‍યુલા સુચવી છે.

દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સ્‍થિર રાખવા નવા વાહનોની ખરીદી પર સરેરાશ બે થી ૫% સુધી પેટ્રોલ-ડીઝલ સેસ વસુલ કરી દેશભરમાંથી નવા વાહનોની ખરીદી પર ડેટુડે થતી સેસની આવકમાંથી દર ત્રણ મહિને ઓઈલ કંપનીઓને થતી ખોટની રકમ ચુકવી શકાય. નવા વાહનોની ખરીદીમાં ટુવ્‍હીલર તથા થ્રી વ્‍હીલર પર દોઢલાખ સુધીની રકમ પર બે ટકા અને તેથી વધુ કિંમત પર અઢી ટકા તેમજ પાંચ લાખ સુધી ખાનગી કાર ફોરવ્‍હીલર ઉપર ૩ ટકા તેમજ ૬ થી ૧૦ લાખ સુધીની કિંમત પર ૪ ટકા કોમર્શીયલ ફોર વ્‍હીલર ટેમ્‍પો, મીનીબસ માટે (પાંચ લાખ સુધી) ચાર ટકા અને હેવી કોમર્શીયલ વાહનો જેવા કે ટુક-લકઝરી બસો ઉપર ૭ લાખ કે તેથી વધુ કિંમત પર પાંચ ટકા પેટ્રોલ-ડીઝલ સેસ વસુલવાનું સુચન કરેલ છે.

નવા વાહનો પર પેટ્રોલ-ડીઝલ સેસની રકમ સીધા વાહન ઉત્‍પાદીત કંપની ઉદ્યોગગળહોજ વસુલ કરી કેન્‍દ્ર સરકારમાં જમા કરાવે તેવી વ્‍યવસ્‍થા ગોઠવી શકાય.

વાહનોમાં ચેસીસ એન્‍જીન નંબર હોવાને કારણ ભ્રષ્ટાચારને અવકાશ નહિ રહે અને પેટ્રોલ-ડીઝલ સેસની ૧૦૦ ટકા રકમ સરકારમાં જમાં થશે તે રકમ દર ત્રણ મહિને ઓઈલ કંપનીઓને તેમની ખોટ સરભર કરવા આપી શકાય આ ફોર્મ્‍યુલાથી પેટ્રોલ-ડીઝલના ભાવ સિથર રાખી શકાશે જેથી મોંઘવારી પર પણ અંકુશ રહેશે અને સરકારને દેશની જનતાની નારાજગીનો ભોગ બનવું નહિ પડે અને વિપક્ષોને આંદોલનો વિરોધ કરવાનો મોકો પણ નહિ મળે.

આમ નવા વાહનોની ખરીદી પર સેસ ઉઘરાવવાના નિર્ણયથી અનેક ફાયદાઓ થશે તેમજ મોંઘવારી પર અંકુશ રહેશે પેટ્રોલ-ડીઝલના ભાવ સ્‍થિર રહેવાથી ખાસ કરીને રીક્ષા-બસ ભાડા, ટ્રાન્‍સપોર્ટેશન લોજીસ્‍ટીક ખર્ચ નહિ વધવાથી અનેક જરૂરી ચીજ વસ્‍તુઓના ભાવો વધારવાની પણ ફરજ ઉદ્યોગગળહો કે વેપારીઓને જરૂર નહિ પડે (ટુંકમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાથી) જે જે જગ્‍યા પર (સેકટર) માં ભાવ વધારો થતો હશે તે ભાવવધારો અટકી જશે.

જો શકય હોય તો અમારા આ સુચન અંગે લોકસભામાં તમામ સાંસદો મંત્રીઓ સાથે વિચાર વિમર્શ કરી વહીવટી વ્‍યવસ્‍થા ગોઠવી જુલાઈ-૨૦૨૬ થી જ પેટ્રોલ-ડીઝલ સેસ વસુલવા કાયદો બનાવવો જોઈએ અને અમલવારી કરવી જોઈએ તેમ અંતમાં સિનિય સીટીઝન કિશોર એન. કારીયાએ પત્રમાં જણાવ્‍યું છે.

હાલ અમોએ નવા વાહનો ખરીદી ઉપર સેસ વસુલવાની જે ફોમ્‍યુલા સુચવેલ છે તે એકશન પ્‍લાનનો જો અમલ કરવામાં આવે તો સરકારને દરરોજ દેશભરમાંથી લાખો કરોડો રૂપીયાની આવક થશે અને જો ભવિષ્‍યમાં યુધ્‍ધ સમાપ્ત થઈ જાય આંતરરાષ્‍ટ્રીય બજારમાં કળડ ઓઈલ બજાર ભાવ ઘટી જાય અને ઓઈલ કંપની એ નફો કરવા લાગે તો પછી તે રકમ સરકારમાં સરપ્‍લસ રહેશે જે રકમ અમલ થતા ઈલેક્‍ટ્રીક વાહનોને બે ગણો પ્રોત્‍સાહન આપવા વાહન ખરીદનાર અને ફાયદો થશે.

પેટ્રોલ-ડીઝલના ભાવ સ્‍થિર રહેવાથી મોંઘવારી પર પણ કાબુ રહેશે

પેટ્રોલ-ડીઝલના ભાવ સ્‍થિર રહેવાના હોય તો વાહન ચાલકો સેસનો વિરોધ પણ નહિ કરે

રાજકોટ, તા. ર૩: પેટ્રોલ-ડીઝલના ભાવ સ્‍થિર રહેવાની બાંહેધરી સામે નવા વાહન ખરીદી સમયે ફકત એકજ વખત વાહન ચાલકોને પેટ્રોલ-ડીઝલ સેસની રકમ ભરવાની હોય તો વાહન ચાલકોમાં પણ વિરોધને અવકાશ નહિ રહે કારણ કે તેને પેટ્રોલ-ડીઝલના ભાવ નહિ વધવાનું રક્ષણ (ખાત્રી) મળે છે. આપો આપ પેટ્રોલ-ડીઝલના ભાવ સિથર રહેવાને કારણે ભૂતકાળમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાથી જે બીજી રીતે મોંઘવારી (અન્‍ય જગ્‍યાએ જેમ કે ટ્રાન્‍સપોટ્રેશન ખર્ચ બસ, રીક્ષા, ટ્રકસી, ભાડા નહિ વધવાથી મોંઘવારી પર પણ આપોઆપ કાબુ આવી શકશે ફકત નવા વાહનોની ખરીદી પરજ પેટ્રોલ-સેસ ભરવાની હોવાથી દેશના માત્ર બે થી પ ટકા લોકોને જ ભાવ વધારાની અસર પડશે.   

વાહન ઉત્‍પાદક ઉદ્યોગ ગૃહોજ સેસની રકમ વસુલી સરકારમાં જમા કરાવી આપે

ચેસીસラએન્‍જીન નંબરને કારણે ૧૦૦ ટકા રકમ જમા થશે ભ્રષ્ટાચારને અવકાશ નહિ રહે

રાજકોટઃ કેન્‍દ્ર સરકાર જો પેટ્રોલ-ડીઝલના ભાવ સ્‍થિર રાખવા ઓઈલ કંપનીઓ પાસેથી બાંહેધરી લઈ નવા વસુલાતા પેટ્રોલ-ડીઝલની સેસ વસુલવા વાહન ઉત્‍પાદક ઉદ્યોગ ગળહોને છુટ આપે તો વાહનોમાં ચેસીસ-એન્‍જીન નંબર હોવાથી ભ્રષ્ટાચારને અવકાશ નહિ રહે જેટલા વાહનો નવા બનશે અને વહેચાશે તેની ૧૦૦ ટકા રકમ સરકારમાં જમા થશે જે રકમ દર ત્રણ મહિને ઓઈલ કંપનીઓને તેની ખોટ સરભર કરવા આપી શકાય.

દેશભરમાંથી દરરોજ હજારો વાહનો વહેચાશે અને સરકારને દરરોજ લાખો રૂપિયાની આવક થશે અને જેમ-જેમ વાહનનું વેચાણ વધે તેમ આવક પણ વધતી જશે.

ભવિષ્‍યમાં આંતર રાષ્‍ટ્રીય બજારમાં ભાવ ઘટે તો કંપની પણ ભાવ ઘટાડે તેવા સમયે તો સેસની રકમની બચત કેન્‍દ્ર સરકરને થશે જે ભવિષ્‍યમાં કામ લાગશે

નવા વાહન ખરીદી સમયે પેટ્રોલ- ડીઝલ સેસની

વાહન ચાલકોને ભરવાની અનુમાનિત રકમ

રાજકોટ : નવા વાહનોની ખરીદી સમયે કેન્‍દ્ર સરકાર જો પેટ્રોલ-ડીઝલ સેસની વાહનોની કિંમત મુજબ બે થી ૪ ટકા પેટ્રોલ સેસ વસુલ કરે તો દરેક વાહન ચાલકને વાહન ખરીદી સમયે ફકત એક જ વાર કેટલી રકમ ચુકવવી પડે તેની અનુમાનિત રકમનો કોઠો દર્શાવ્‍યો છે.

 

ક્રમ વાહનનો પ્રકાર      વાહન સરેરાશ   વાહન પર સેસની        નવા વાહન ખરીદ સમયે

                કિમત  રકમ  ટકામા  ભરવાની થતી અંદાજીત રૂા.

૧   ટુ વ્‍હીલર            ૭૦,૦૦૦ થી     બે ટકા      રૂા. ૧૪૦૦ થી રૂા.૨૦૦૦                         ૧,૦૦,૦૦૦      

૨   થ્રી વ્‍હીલર           ૧,૨૦,૦૦૦ થી   બે ટકા      રૂા.૨૪૦૦ થી રૂા.૩૦૦૦

    (ઓટો-છકડો રીક્ષા)                   ૧,૫૦,૦૦૦

૩   ફોર વ્‍હીલર ખાનગીકાર               ૫,૦૦,૦૦૦ સુધી ૩ ટકા          રૂા.૧૫૦૦૦ સુધી

                          ૬ થી ૧૦ લાખ સુધી         ૪ ટકા       રૂા.ર૪ થી ૪૦,૦૦૦ હજાર સુધી

૪   કોમર્શીયલ લાઈટ   ૫ લાખ સુધી    ૪ ટકા       રૂા.૨૦૦૦૦

    વ્‍હીકલ ટેમ્‍પા-મીનીબસ              

૫   કોમર્શીયલ વાહનો  ૧૦ લાખ કે તેથી             ૫ ટકા       રૂા.૫૦૦૦૦

    ટ્રક - લકઝરી બસ   વધુ કિમત                    મેકસીમમ

૬   બીલ્‍ડીગ મટીરીયલ ૧૨ થી ૧૫ લાખ સુધી       ૬ ટકા       રૂા.૭૨,૦૦૦ થી

    હેરફેર માટેના લોડીંગ વાહનો                            રૂા.૯૦,૦૦૦

૭   જેસીબી જેવા વાહનો માટે             ૧૨ થી ૧૫ લાખ સુધી   ૬ ટકા રૂા.૭૨,૦૦૦ થી

                                                         રૂા.૯૦,૦૦૦

૮   લોજીસ્‍ટીક વાહનો    ૧૫ થી ૨૦ લાખ સુધી       ૭ ટકા       રૂા.૧,૦૫,૦૦૦ થી

                             રૂ.૧,૪૦,૦૦૦ સુધી

આમેય નવા વાહનો ખરીદવા સમયે કપની દ્વારા ટૂવ્‍હીલર સહિતના તમામ કોમર્શીયલ તેમજ ફોરવ્‍હીલ વાહન ચાલકોને રૂા. ર૦૦૦/- થી લઇને રૂા. પ૦૦૦૦ સુધી કે તેથી પણ વધુ ડીસ્‍કાઉન્‍ટની ઓફર પણ થતી હોય છે આથી સેસની રકમ એક વાર ભરવા સાથે વાહન માલિકોને રાહત રહેશે.

 

(3:23 PM IST)