News of Saturday, 24th October 2026
રાજકોટના કારખાનેદારની કારમાંથી ૩.ર૦ લાખની ચોરી બે ભૂપપૂર્વ કર્મચારીઓએ જ કરી'તી
ઉના પંથકના બે શખ્સોની ધરપકડઃ શાપર-વેરાવળના પી.આઇ. આર.બી. રાણાની ટીમે ભેદ ઉકેલ્યો

રાજકોટ, તા. ર૪: શાપર-વેરાવળ પાસ ેહોટેલમાં જમવા ગયેલ રાજકોટના કારખાનેદારના કારનો કાચ તોડી ૩.ર૦ લાખની ચોરીનો શાપર-વેરાવળ પોલીસે ભેદ ઉકેલી ચોરી કરનાર અગાઉ કારખાનામાં જ નોકરી કરતા ઉના પંથકના બે શખ્સોની ધરપકડ કરી છે.
રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે ઇ/ચા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી ડો.નવિન ચક્રવર્તી રાજકોટ ગ્રામ્ય વિભાગ રાજકોટ ના માર્ગદર્શન અન્વચે નીચે મુજબની હેઠળ શાપર-વેરાવળ પોલીસે ગઇ તા-૨૧/૧૦/૨૦૨૬ ના રાત્રીના ફરીયાદી પોતાની કાર લઇને શાપરથી રાજકોટ જઇ રહેલ હતા. અને રાજકોટ ગોંડલ ને.હા.રોડ ઉપર આવેલ ખોડીયાર હોટલ ખાતે પોતાની ઉપરોક્ત કાર પાર્ક કરી જમવા માટે ગયેલ ત્યારે અજાણ્યા ચોર ઇસમોએ કારનો કાચ તોડી કારમાં રહેલ રોકડા રૂ.૩,૨૦,૦૦૦/- વાળી શુટકેશ ચોરી કરી લઇ ગયાની ઘટનામાં અલગ અલગ ટીમો બનાવી પો.સ્ટે. વિસ્તારમાં ટેકનીકલ સોર્સ તથા હ્યુમન સોર્સ આધારે મળેલ હકીકતથી ચોરી કરનાર આરોપી (૧) બ્રીજેશ અરજણભાઇ ચારણીયા ઉ.વ.૨૩, રહે.હાલ પારડી વળંદાવન સોસાયટી શેરી નં.૧ તા.લોધીકા મુળ રહે.મોટા ડેસરગામ, તા.ઉના તથા (૨) મેહુલભાઇ સુરાભાઇ ચારણીયા ઉ.વ.૨૭, રહે.મોટા ડેસરગામ તા.ઉના જી.ગીરસોમનાથ ને રોકડા રૂા. ૩,ર૦,૦૦૦/- એકટીવા, સુટકેશ, વિમલનો થેલો, મોબાઇલ મળી કુલ ૩.૯૦ લાખના મુદમાલ સાથે ઝડપી લીધા હતા.
પોલીસ સુત્રોના જાણવ્યા મુજબ પકડાયેલ બન્ને શખ્સો અગાઉ ફરીયાદીના કારખાનામાં જ નોકરી રતા હતા અને ફરીયાદી દર બુધવારે ખોડીયાર હોટલમાં જમે છે તે હકીકત જાણતા હતા ચોરીનો પ્લાન ઘડયો હતો. પકડાયેલ બ્રિજેશ સામે અગાઉ ઉના અને નવા બંદર મરીન પોલીસ મથકમાં બે ગુન્હા નોંધાયા છે.
આ કાર્યવાહી શાપર (વે) પો.સ્ટે.ના પીઆઇ આર.બી.રાણા, પીએસઆઇ આર.ડી. સોલંકી, એએસઆઇ ડી.આર. સરવૈયા, એચસી દિનેશભાઇ ખાટરીયા, એચસી પ્રતીપાલસીંહ રાણા, એચસી પ્રવીણભાઇ મકવાણા, એચસી અરવીંદભાઇ ઝાપડીયા, પીસી મનસુખભાઇ ચૌહાણ, પીસી દિવ્યેશભાઇ શામળા, પીસી રાજદીપસીંહ જાડેજી તથા પીસી લાલજીભાઇ ગઢાદરા દ્વારા કરવામાં આવેલ છે.
(1:08 PM IST)










