<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st August 2026

આજી-૨ ડેમના બે દરવાજા ખોલાયાઃ હેઠવાસના ગામો માટે ખાસ ચેતવણી

 

રાજકોટ તા. ૧: વરસાદથી પાણીની આવક વધતાં રાજકોટ તાલુકાના આજી-૨ ડેમમાં જળસપાટી જાળવી રાખવા માટે રાત્રે ૧૨.૩૦ કલાકે ડેમના ૦૨ દરવાજા ૦.૧૦૨ મીટર ખોલવામાં આવ્‍યા છે.

આ સાથે પડધરી તાલુકાના અડબાલકા, બાઘી, દહીંસરડા,  ડુંગરકા, ગઢાડા, હરીપર, ખંઢેરી, નારણકા, સખપર, ઉકરડા ગામ માટે ખાસ ચેતવણી સંદેશ જારી કરવામાં આવ્‍યો છે.

(10:50 AM IST)