<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

સાયલા પાસે ૧૮ લાખના દારૂ ભરેલા ટ્રક સાથે જુનાગઢના બે શખ્‍સો ઝડપાયા

રાજકોટ-લીંબડી હાઇવે પર રાજકોટ રેન્‍જની ટીમ ત્રાટકી લોખંડના વાલ્‍વના પાર્સલની આડમાં દારૂ છુપાવ્‍યો હતોઃ કુલ રૂા.૧.રર કરોડનો મુદામાલ કબ્‍જે કરાયોઃ જુનાગઢના શખ્‍સનું નામ ખુલતા શોધખોળ

રાજકોટ, તા., ર૬: સુરેન્‍દ્રનગર જિલ્લાના સાયલા પો.સ્‍ટે. વિસ્‍તાર લીંબડી-રાજકોટ હાઇવે ઢેઢુકી ટોલનાકા પાસેથી  ટ્રકમાંથી રાજકોટ રેન્‍જની ટીમે લોખંડના વાલના પાર્સલની આડમાં સંતાડેલ અલગ-અલગ ઇંગલીશ દારૂની બોટલ નંગ ૧૦,૬૦૮ તથા અન્‍ય મુદ્દામાલ મળી કુલ રૂ.૧,૨૨,૮૧,૦૮૧/- ના મુદ્દામાલ સાથે બે આરોપીને પકડી કાર્યવાહી કરી હતી.      

રાજકોટ રેન્‍જ નાયબ પોલીસ મહાનિરીક્ષક  નિર્લિપ્ત રાય (IPS)  દ્વારા આગામી સમયમાં ગ્રામ પંચાયતની ચુંટણીઓ યોજાનાર હોય અને રેન્‍જ હસ્‍તકના જિલ્લાઓમાં ચુંટણી શાંતીમય વાતાવરણમાં યોજાય તે હેતુસર પ્રોહિબીશનની ગેરકાયદેસર પ્રવળતિ કરનાર શખ્‍સોને પકડી પાડવા સુચના આપી હતી.

જે અન્‍વયે રાજકોટ રેન્‍જના પો.ઇન્‍સ.  અપૂર્વ પટેલ નાઓના માર્ગદર્શન મુજબ રાજકોટ રેન્‍જના પો.સબ.ઇન્‍સ.  પી.એન.મોરી,  બી.સી.મિયાત્રા,  એસ.પી.ગોહિલ,  એ.વાય.ઉધાસ અને ટીમોએ કામગીરી શરૂ કરી હતી.

દરમ્‍યાન દિવ્‍યેશભાઇ સુવા, નિકુલભાઇ પંપાણીયા તથા રવિરાજસિહ વાળા  નાઓને મળેલ હકિકત આધારે પો.સ.ઇ. બી.સી.મિયાત્રા તથા સ્‍ટાફના વિજયસિંહ પરમાર, ફતેસંગ પરમાર તથા રાજુભાઇ પઢેરીયા નાઓ  ટ્રકમાં  ઇંગ્‍લીશ દારુનો જથ્‍થો ભરી લીંબડી-રાજકોટ હાઇવે પરથી પસાર થનાર હોવાની મળેલ હકિકતના આધારે વોચ ગોઠવી હતી.  ટ્રક ઢેઢુકી ટોલનાકા પાસેથી પસાર થતા તેને રોકી ચેક કરતા ટ્રકમાંથી લોખંડના વાલના પાર્સલની આડમાં સંતાળેલ ભારતીય બનાવટની અલગ-અલગ બ્રાની ઇંગ્‍લીશ દારુની બોટલ નંગ ૧૦,૬૦૮ કુલ કિ.રૂા.૧૮,૦૩,૩૬૦/-   જાવીદ જાકીરહુશેન મટારી તથા આરીફ હુસેશભાઇ સમા મળી આવતા  ટ્રક, ઇંગલીશ દારૂની બોટલો, મોબાઇલ ફોન તથા ટ્રકને લગતા કાગળો મળી કુલ રૂ.૨૮,૪૩,૩૬૦/- નો મુદ્દામાલ કબ્‍જે કરી જાવીદ જાકીશહુશેન મટારી રહે. મટારી મંઝીલ, ખામધ્રોળ રોડ, જુનાગઢ તથા આરીફ હુસેનભાઇ સમા રહે. હુસેની ચોક, રામદેવપરા, જુનાગઢ નાઓને અટક કરેલ માલ મંગાવનાર તોસીફ રહે. જુનાગઢ તથા માલ ભરી આપનાર  વિરુધ્‍ધ સુરેન્‍દ્રનગર જિલ્લાના સાયલા પોલીસ સ્‍ટેશન ખાતે ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી.તેમજ લોખંડના વાલ ભરેલા બોક્ષ નંગ- ૪૧ જેની કુલ કિ.રૂા.૯૪,૩૭,૭૨૧/- ગણી બી.એન.એસ.એસ. કલમ- ૧૦૬(૧) મુજબ પંચમાની વિગતે અલગથી કબ્‍જે કરી સાયલા પોલીસ સ્‍ટેશન ખાતે નોંધ કરાવી મુદ્દામાલ આગળની જરૂરી કાર્યવાહી કરવા સારુ સાયલા પોલીસ સ્‍ટેશન ખાતે સોંપી અપાતા વધુ તપાસ હાથ ધરાઇ છે. 

(4:22 PM IST)