તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 29th May 2026
રામવન પાસેની સોસાયટી અને લિંબુડી વાડી પાસેથી બે સગીરા ગૂમ
આજીડેમ પોલીસ તથા યુનિવર્સિટી પોલીસે અપહરણના ગુના દાખલ કરી તપાસ શરૂ કરી

રાજકોટ તા. ૨૯: શહેરમાંથી વધુ બે સગીરા ગાયબ થતાં પોલીસે અપહરણના ગુના નોંધી તપાસ શરૂ કરી છે. એક બનાવમાં રામવન નજીક રહેતાં મુળ મધ્યપ્રદેશના પરિવારની ૧૭ વર્ષની દિકરીને કોઇ લલચાવી ફોસલાવી ભગાડી જતાં આજીડેમ પોલીસે અને બીજા બનાવમાં લીંબુડી વાડી નજીક બિલ્ડીંગમાં ચોકીદારી કરતાં નેપાળી પરિવારની ૧૭ વર્ષની દિકરી ગાયબ થતાં ગાંધીગ્રામ પોલીસે બંને કિસ્સામાં ફરિયાદ નોંધી છે.
આજીડેમ નજીક રામવન પાસેની રામનાથ સોસાયટીમાં રહેતાં મધ્યપ્રદશેના પરિવારની ૧૭ વર્ષની દિકરી તા.૧૯/૪ના રોજ ગૂમ થઇ હતી. આ મામલે તેણીના ભાઇએ આજીડેમ પોલીસને જાણ કરતાં અપહરણનો ગુનો નોંધાયો છે. કડીયા કામની મજૂરી કરતાં પરિવારજનો ૧૯મીએ રાતે સુતા હતાં. સવારે દિકરી જોવા ન મળતાં શોધખોળ કરી હતી. વતમાં તેમજ અન્ય સ્થળે તપાસ કરવા છતાં પત્તો ન મળતાં અતે આજીડેમ પોલીસને જાણ કરતાં પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી.
બીજા બનાવમાં કાલાવડ રોડ લીંબુડી વાડી મેઇન રોડ પર લેન્ડમાર્ક-૧ બિલ્ડીંગમાં રહેતાં અને ચોકીદારી કરતાં નેપાળી યુવાનની ૧૭ વર્ષની દિકરી ૨૬/૫ના રોજ રાતે બધા સુઇ ગયા બાદ સવારે જાગ્યા ત્યારે જોવા ન મળતાં શોધખોળ શરૂ કરી હતી. બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન સહિતના સ્થળોએ, સગા સંબંધીઓને ત્યાં અને વતનમાં તપાસ કરાવવા છતાં પત્તે ન મળતાં અંતે પોલીસને જાણ કરી હતી. ગાંધીગ્રામ પીઆઇ એચ. પી. ગઢવીની રાહબરીમાં અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.

(3:41 PM IST)