તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Tuesday, 3rd November 2026
શાપરમાં ખોટી અરજીઓ કરી તોડ કરવા જતાં ઝડપાયેલા બે જણાનો ભોગ બનેલા આગળ આવે
કોઇપણ શખ્સ આ રીતે ખોટી રીતે ડરાવે ધમકાવે નાણા માંગે તો પોલીસનો સંપર્ક કરવોઃ એસપી વિજયસિંહ ગુર્જરનો ઉદ્યોગકારોને અનુરોધ

રાજકોટ તા. ૩: બે શખ્સોએ અલગ અલગ સરકારી કચેરીઓમાં જઇ શાપર વેરાવળ સહિતના ઓૈદ્યોગિક વિસ્તારમાં આવેલી કંપનીઓમ વિરૂધ્ધ ખોટી અરજીઓ કરી પોતાને પ્રદુષણ બોર્ડના મોટા મોટા અધિકારીઓ સાથે ઓળખાણ હોવાનું જણાવી પ્રદુષણ બોર્ડ દ્વારા કંપની વિરૂધ્ધ કોઇ કાર્યવાહી નહિ કરવાના અને પ્રદુષણ બોર્ડના અધિકારીઓ દ્વારા હેરાનગતિ નહિ કરવાના નામે વકિલ મારફતે ફરિયાદી પાસેથી ૩૦ લાખની માંગણી કરતાં ફરિયાદી રાજકોટ ન્યારી ડેમ પાસે રહેતાં અને શાપરમાં પંચનાથ ઓટો પાર્ટસ નામે કંપની ધરાવતાં મનિષભાઇ મગનભાઇ વિરમગામા પાસે રૂા. ૩૦ લાખ માંગી જો રકમ નહિ આપે તો કંપનીએ આવી ટાંટીયા ભાંગી નાખવાની અને એકાદને મારી નાખવામાં વાર નહિ લાગે તેવી ધમકી આપી તેમજ રૂપિયા ન આપે તો જીએસટી, ઇન્મકટેક્સ સહિતના ડીપાર્ટમેનટમાં ફરિયાદ દાખલ કરવાની ધમકી અપાયાનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં શાપર પોલીસે બે આરોપી પ્રતાપ સોલંકી અને ધીરૂ ચાવડાને પકડી લઇ કાર્યવાહી કરી છે.
પોલીસે રાજકોટ લક્ષમણ ટાઉનશીપ જીવરાજ પાર્ક ખાતે રહેતાં પ્રતાપ મગનભાઇ સોલંકી અને પારડી શીતળા માતા મંદિર પાછળ રહેતાં ધીરૂ રામજીભાઇ ચાવડાને પકડી લીધા છે. આઇજી નિર્લિપ્ત રાય, એસપી વિજયસિંહ ગુર્જરની રાહબરીમાં એલસીબી પીઆઇ જે. પી. રાવ, પીએસઆઇ એચ. સી. ગોહિલ, કે. એમ. ચાવડા, આર. વી.ભીમાણી, પી. એન. ભરવાડ સહિતની ટીમે કરેલી આ કામગીરીને ઉદ્યોગકારો, વેપારીઓએ બીરદાવી છે. ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં આ પ્રકારે કોઇપણ ખોટી રીતે ડરાવી ધમકાવી નાણાની ઉઘરાણી કરવા આવે તો તુરત રૂરલ પોલીસને જાણ કરવા અને હજુ પણ આ લોકો મારફત કોઇ ભોગ બન્યું હોય તો આગળ પોલીસને જાણ કરવા આવવા રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું છે.
(3:45 PM IST)










