તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 18th May 2026
બે તસ્કર સુનિલ ઉર્ફે આર્યન અને કિરણને ક્રાઇમ બ્રાંચે પકડયાઃ ૨૦ લાખનો મુદ્દામાલ કબ્જે
પાંચ બંધ મકાનોને નિશાન બનાવી લાખોની ચોરીનો ભેદ ઉકેલાયો ૧૫ લાખના સોના-ચાંદીના દાગીના, ૪.૧૧ લાખની રોકડ કબ્જેઃ ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બી. બસીયાની રાહબરીમાં પીઆઇ એમ. આર. ગોંડલીયા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવ, પીએસઆઇ ડોડીયા, ઝાલાની ટીમની કામગીરીઃ એએસઆઇ સમીરભાઇ શેખ, રાહુલભાઇ, રાજેશભાઇ, પ્રદિપસિંહ અને દીપકભાઇની બાતમીથી કાર્યવાહી

રાજકોટ તા. ૧૮: શહેરમાં મિલકત સંબંધી ગુન્હાઓ અટકાવવા અને વણઉકેલાયેલા ગુન્હાઓ શોધી કાઢવા માટે ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમીને આધારે બે તસ્કરને પકડી લેવામાં આવ્યા છે. આ બંને પાસેથી રૂા. ૧૩,૮૮,૯૫૦ના સોનાના દાગીના, રૂા. ૧,૪૪,૭૦૦ના ચાંદીના દાગીના તેમજ રૂા. ૪,૧૧,૦૦૦ રોકડા અને બાઇક, મોબાઇલ ફોન મળી રૂા. ૨૦,૦૪,૬૫૦નો મુદ્દામાલ કબ્જે કરાયો છે. બંધ એવા પાંચ મકાનોની રેકી કર્યા બાદ આ બંનેએ ચોરીઓ કરી હતી.
ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઇ સમીરભાઇ શેખ, હેડકોન્સ. રાહુલભાઇ ગોહેલ, રાજેશભાઇ જળુ, પ્રદિપસિંહ જાડેજા અને દીપકભાઇ ચોૈહાણને બાતમી મળતાં જામનગર રોડ ભુતનાથ મહાદેવ મંદિર નજીકથી સુનિલ ઉર્ફે આર્યન ભાવેશભાઇ શીયાળ (ઉ.વ.૨૨-રહે. શ્રીનાથજી સોસાયટી ૮/૯નો ખુણો, મવડી પ્લોટ) તથા કિરણ કિશોરભાઇ એંદરીયા (ઉ.વ.૩૦-રહે. લોહાનગર, જીમ્મી ટાવર પાછળ મેલડી માતાજીના મંદિર પાસે)ને પકડી લીધા હતા. આ બંને પાસેથી ચોરાઉ દાગીના, રોકડ મળતાં પુછતાછ કરતાં યોગ્ય જવાબ આપી શક્યા નહોતાં. બાદમાં સુનિલ ઉર્ફે આર્યનનો ગુનાહિ ઇતિહાસ ચેક કરતાં તે અગાઉ ચોરીઓમાં સામેલ હોઇ તેની આકરી પુછતાછ કરતાં પોતાની પાસેના લાખોના દાગીના, રોકડ ચોરાઉ હોવાનું કબુલતાં બંનેની ધરપકડ કરવામાં આવી હતી.
આ બંનેએ મોચી નગર પૂજા પાર્કમાં બંધ મકાનમાં, તેમજ આ વિસ્તારમાં જ શેરી નં. ૨માં અન્ય એક મકાન, બજરંગવાડી-૨માં એક મકાન, રેલનગર સાઇબાબા સોસાયટીના મકાનમાં અને આ વિસ્તારના અન્ય એક બંધ મકાનમાં રેકી કરી ચોરીઓ કરી હોવાની કબુલાત આપી હતી. આ ચોરીઓ થકી તેને મળેલા સોના-ચાંદીના ઘરેણા, રોકડ કબ્જે કરાયા છે. સુનિલ ઉર્ફે આર્યન અગાઉ આજીડેમ પોલીસ, કુવાડવા રોડ પોલીસ, માલવીયાનગર, જામનગર સીટી, યુનિવર્સિટીના ત્રણ મળી ચોરી, લૂંટ સહિતના ૭ ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુક્યો હતો. મોજશોખ પુરા કરવા માટે આ બંને બંધ મકાનની રેકી કરી ચોરીઓ કરવાની આદત ધરાવે છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય માંડલીક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા તથા એસીપી ક્રાઇમ બી.બી. બસીયાની સુચના અંતર્ગત આ કામગીરી પીઆઇ એમ. આર. ગોંડલીયા, એમ. એલ. ડામોર તથા સી. એચ. જાદવ તેમજ પીઓસઆઇ વી. ડી. ડોડીયા તથા ડી. પી. ઝાલા અને એએસઆઇ સમીરભાઈ શેખ, હેડકોન્સ. દિપકભાઇ ચોૈહાણ, રાજશેભાઇ જળુ, પ્રદિપસિંહ જાડેજા, જયરાજસિંહ કોટીલા, ધારાભાઇ વાનરીયા, સંજયભાઇ રૂપાપરા, રાહુલભાઇ ગોહેલ, સુભાષભાઇ ઘોઘારી, દિપકભાઇ ડાંગર, કૃષ્ણદેવસિંહ ઝાલા, હરસુખભાઇ સબાડ, કિશનભાઇ પાંભર, કોન્સ. જીલુભાઇ ગરચર, મનિષભાઇ ચાવડા, અશ્વીનભાઇ પંપાણીયા, ધર્મરાજસિંહ રાણા, મહાવીરસિંહ જાડેજા, કોનસ. દીપલબેન ચોૈહાણ, ત્રિપદાબેન ભટ્ટ, શિલ્પાબેન વિરજા, દિવ્યાબેન ચોૈહાણ, નયનાબેન ખાંભલીયાએ આ કામગીરી કરી હતી.
(2:21 PM IST)










