<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd October 2026

આજે રાત્રે ટ્રાવેલરાત્રી ૨૦૨૬: પ્રવાસન ઉદ્યોગના પરિવાર માટે એકતા, સંસ્‍કળતિ અને સંગમની અનોખી સાંજ

ટૂર ઓપરેટર સપ્‍લાય ગ્રુપ દ્વારા આયોજન

રાજકોટઃ પ્રવાસન ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોમાં એકતા, પરસ્‍પર તોહ અને વ્‍યવસાયિક સંબંધોને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્‍ય સાથે ટૂર ઓપરેટર સપ્‍લાયર ગ્રુપ  દ્વારા  ‘‘ટ્રાવેલરાત્રી ૨૦૨૬''ની પ્રથમ આવળત્તિનું આયોજન આજે તા.૨૨ના ગુશ્રૂવારે રાત્રીના ૮:૩૦ વાગ્‍યાથી ૧૫૦ ફૂટ રીંગ રોડ, શિતલ પાર્ક, દ્વારકાધીશ હાઇટ્‍સની સામે કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમ પ્રવાસન ક્ષેત્રના ટ્રાવેલ એજન્‍ટ્‍સ, ટૂર ઓપરેટર્સ, સપ્‍લાયર્સ, ઉદ્યોગના અગ્રણીઓ અને તેમના પરિવારોને એક મંચ પર લાવવાનો પ્રયાસ છે. પરંપરાગત ગરબા, સંગીત, મનોરંજન અને પારિવારિક મિલન સાથે આ સાંજ ગુજરાતની સંસ્‍કળતિ અને પ્રવાસન ઉદ્યોગની એકતાને ઉજાગર કરશે તેમ જણાવાયું છે.

આ કાર્યક્રમના આયોજનમાં જય મહેતા - મહેતા ઓવરસીઝ, કુણાલ કોઠારી - પ્રમુખ, TOSG, શ્રી વિરલ શાહ - કેબએકસપ્રેસ,  વિધિ વોરા અને શ્રી પંકજ મહેતા - પ્રમુખ, ATAAમહત્‍વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા હોવાનું જણાવાયું છે.

આ પહેલનો મુખ્‍ય હેતુ માત્ર વ્‍યવસાયિક સંબંધો પૂરતો મર્યાદિત ન રહીને પ્રવાસન ઉદ્યોગ સાથે જોડાયેલા પરિવારો વચ્‍ચે મિત્રતા, વિશ્‍વાસ, સહકાર અને સામાજિક જોડાણને પ્રોત્‍સાહન આપવાનો પણ હોવાનું જણાવાયું છે. આ કાર્યક્રમ દ્વારા એક નવી પરંપરાની શરૂઆત કરવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો છે, જેમાં વ્‍યવસાયની સાથે સંસ્‍કળતિ, મિત્રતા, પારિવારિક લાગણી અને સંગઠનની ભાવનાને પણ એટલું જ મહત્‍વ આપવામાં આવશે. તેમ અંતમાં જણાવાયું છે. (તસ્‍વીરય અભિજીત બગથરીયા)

(3:30 PM IST)