તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Wednesday, 18th November 2026
ગાંધીગ્રામની વીતરાગ સોસાયટીમાં છરીથી હુમલો કરનાર ઉમંગ ભૂતની ધરપકડઃ ઘટના સ્થળે પુછતાછ બાદ જેલહવાલે
ગાંધીગ્રામ પીઆઇ એચ.પી. ગઢવી અને ટીમે રીકન્સ્ટ્રક્શન પંચનામુ કરતાં લોકો કાર્યવાહી જોવા એકઠા થયાઃ આરોપીએ માફી માંગી

રાજકોટઃ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી વીતરાગ સોસાયટીમાં જલારામ જયંતિની ઉજવણીની તૈયારી કરી રહેલા સ્થાનિક યુવાન અંકિતભાઇ શેઠ પર છરી વડે હુમલો કરવાના ચકચારી બનાવમાં પોલીસે આરોપી ઉમંગ ગોવિંદભાઇ ભૂત (ઉ.વ.૩૨-રહે. શિવશક્તિ કોલોની, યુનિવર્સિટી રોડ)ને દબોચી લીધો હતો. વિશીષ્ટ ઢબે પુછતાછ બાદ તેને ઘટના સ્થળે વિતરાજ સોસાયટીના સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે લઇ જઇ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.પી. ગઢવી અને તેમની ટીમે રીકન્સ્ટ્રકશન પંચનામુ કરી પુછતાછ કરી હતી. આ વખતે ઉમંગ ભૂતે પોતાનાથી ભુલ થઇ ગયાનું અને હવે પછી આવુ કૃત્ય નહિ કરે તેમ કહી એકઠા થયેલા લોકો સમક્ષ માફી માંગી હતી. અંકિતભાઇ શેઠ સહિતના સોસાયટીના કાર્યકરો મંદિર પટાંગણમાં હતાં અને અંકિતભાઇ છોટાહાથીમાં બકાલુ ભરીને આવ્યા હોઇ મંદિરે ઉતારવાનું હતું તે વખતે જ ગેઇટમાં ઉમંગ સ્કોર્પિયો લઇને સામે આવ્યો હતો અને વાહન પાછળ લેવાનું કહી ગાળો દઇ અંકિતભાઇને મારકુટ કરી છરી ઝીંકી દીધી હતી. એ પછી સ્કોર્પિયો ભગાવતાં બે ત્રણ પાર્ક કરેલા વાહનો ઠોકરે આવી ગયા હતાં. આ પછી તે ભાગીગયો હતો. ગુનો નોંધાયાના ગણતરીના સમયમાં આરોપી ઉમંગ ભૂતની અટકાયત કરી પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું. પીઆઇ એચ. પી. ગઢવીએ જણાવ્યું હતું કે ઉમંગ વિરૂધ્ધ અગાઉ પણ પચ્ચીસ જેટલા ગુનાઓ નોંધાઇ ચુક્યા હતાં. તેને જેલહવાલે કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જો કે ઉમંગે પોતાને પણ અગીયારમી તારીખે મારામારીમાં ઇજા થયાનું કહેતાં તેને પોલીસ પહેરા હેઠળ પ્રીઝનર વોર્ડમાં સારવાર માટે ખસેડાયો હતો.
(2:23 PM IST)










