<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th May 2026

રાજકોટના વોર્ડ નં.૧૦, ૧૧ અને ૧૨ના વિસ્તારમાં ટાઉન પ્લાનીગ શાખા દ્વારા અનધિકૃત બાંધકામોને દૂર કરવા મેગા ડીમોલીશન : જૂઓ સંપુર્ણ વીગત

કોમર્શિયલ બાંધકામ,, ધાર્મિક દબાણ , દીવાલ અને રોડને નડતરરૂપ બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવાયું

રાજકોટ :રાજકોટના વોર્ડ નં.૧૦, ૧૧ અને ૧૨ના વિસ્તારમાં ટાઉન પ્લાનીગ શાખા દ્વારા અનધિકૃત બાંધકામોને દૂર કરવા મેગા ડીમોલીશન  હાથ ધરાયુ હતું જેમાં  કોમર્શિયલ બાંધકામ,, ધાર્મિક દબાણ , દીવાલ અને રોડને નડતરરૂપ બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવાયું હતું 

મ્યુનિસિપલ કમિશનરના આદેશાનુસાર તથા ટાઉન પ્લાનીંગ ઓફિસરના માર્ગદર્શન હેઠળ ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આસામી દ્વારા કરવામાં આવેલ અનઅધિકૃત બાંધકામોને દુર કરવા ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવેલ. જેની વિગત નીચે મુજબ છે.

 આ ડીમોલીશનમાં ટાઉન પ્લાનીંગ શાખા-વેસ્ટ ઝોન, ટાઉન પ્લાનર, આસી. ટાઉન પ્લાનર તથા તમામ આસી. એન્જીનીયર, એડી. આસી. એન્જીનીયર, સર્વેયર અને વર્ક આસિસ્ટન્ટ તેમજ અન્ય જુદી-જુદી શાખાઓ જેવી કે, જગ્યા રોકાણ શાખા, ફાયર વિભાગ, રોશની વિભાગ, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિજિલન્સનો પોલીસ સ્ટાફ સ્થળ પર હાજર રહેલ.

(8:26 PM IST)