<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

ભાજપના શાસનમાં ગુજરાત દેશના વિકાસનું ગ્રોથ એન્‍જિન બન્‍યું છે

ગુજરાતના સ્‍થાપનાદિનની શુભેચ્‍છા પાઠવતા દવે-દુધાત્રા-વાડોલીયા-જાડેજા

રાજકોટઃ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, મહામંત્રી વલ્‍લભભાઈ દુધાત્રા, લલિતભાઇ વડોલિયા અને યોગેન્‍દ્રસિહ જાડેજાએ શહેરીજનોને આજે તા.૧લી મેના રોજ ૬૬ માં ગુજરાત રાજય સ્‍થાપના દિવસની શુભેચ્‍છા પાઠવતા જણાવ્‍યું હતું કે  ૧ લી મે,  ૧૯૬૦ના દિવસે મહારાષ્ટ્ર અને ગુજરાતનું વિભાજન થયુ હતું અને ૬૫ વર્ષ પૂર્ણ કરી ૬૬ માં વર્ષમાં પ્રવેશેલુ ગુજરાત આજે દેશના વિકાસનું ગ્રોથ એન્‍જીન  સાબીત થઇ રહયુ છે  અને સમગ્ર વિશ્વમાં ગુજરાતનું વિકાસ મોડેલ પ્રખ્‍યાત છે.

ગુજરાતી લોકો દેશ-વિદેશમાં વેપાર માટે  પણ પ્રખ્‍યાત છે. ગુજરાતી પ્રજા સાહસિક પણ એટલી જ છે. માત્ર ભારતના ખુણે-ખુણે નહી પરંતુ વિશ્વના દરેક દેશમાં ગુજરાતીઓ જઇને વસ્‍યા છે. એટલે જ કહેવાય છે કે, તમે વિશ્વમાં ગમે ત્‍યા જાવ, ત્‍યા તમને ગુજરાતી જરૂર મળી રહેશે.ગુજરાતની પ્રજાની ઉદારતા એ ભારતીય સંસ્‍કૃતીનું મુખ્‍ય લક્ષણ છે. આજનું ગુજરાત રાજય જે રીતે આગળ વધી રહ્યુ છે. તેની પાછળ ભારતીય જનસંઘથી લઈને ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓ, કાર્યકર્તાઓના બલિદાન, તપસ્‍યા અને પુરુષાર્થનો મોટો ફાળો છે.''

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માજી  તેમજ  હાલના ગુજરાતના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ કે જેણે સતત ત્રીજી વખત રાજયના મુખ્‍યમંત્રી તરીકે રાજયની ધુરા સંભાળી ડબલ એન્‍જીન સરકારના મુખ્‍યમંત્રી તરીકે ગુજરાતના વિકાસને આગળ ધપાવી રહયા છે અને ગુજરાત માટે આપેલા યોગદાન અને બલિદાનોને સાર્થક કરી રહયા છે. અને ટુંકા ગાળાના દિવસના શાસનમાં અનેકવિધ વિકાસકાર્યોના નવા આયામો સિધ્‍ધ કરી રહયા છે  ત્‍યારે શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે,  મહામંત્રી વલ્‍લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા, યોગેન્‍દ્રસીંહ જાડેજાએ અંતમાં શુભકામના પાઠવતા જણાવ્‍યું હતું કે  માત્ર સમસ્‍યા નહી, સમાધાનની સમજણને કેળવીએ, એકલી વેદના નહી, સેવા સાથેની સંવેદના પ્રગટાવીએ, વેરઝેર નહી, પ્રેમ-શાંતિ ફેલાવીએ, અને ''સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ'' ના સંકલ્‍પને સાકાર કરીએ. અને ‘‘ગુજરાત સ્‍થાપના દિવસે આપણે સૌ સંકલ્‍પ લઈએ કે રાષ્ટ્રનિર્માણમાં અને ગુજરાતને વધુ સમૃદ્ધ, શક્‍તિશાળી બનાવવામાં આપણું યોગદાન આપીએ. રાજકોટ શહેર ભાજપના દરેક કાર્યકર્તા અને નાગરિક ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના સ્‍વપ્નને સાકાર કરવા કટિબદ્ધ બને

(2:32 PM IST)