<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

DLC અભિયાન ૫.૦ હેઠળ રાજકોટ ડિવિઝન દ્વારા અત્‍યાર સુધીમાં ૪૨૨ ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ જારી કરાયા

આજે એક જ દિવસમાં ૪૩ પ્રમાણપત્રો જારી; રેલવે હોસ્‍પિટલમાં દાખલ પેન્‍શનરો સુધી પહોંચીને પણ DLC બનાવવામાં આવ્‍યા

dlc અભિયાન ૫.૦ હેઠળ રાજકોટ રેલવે હોસ્પિટલમાં દાખલ નિવૃત્ત રેલકર્મી પાસે પહોંચીને ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (dlc) તૈયાર કરતા ઍકાઉન્ટ વિભાગના કર્મચારીઓ. સિનિયર ડિવિઝનલ ફાઇનાન્સ મેનેજર શ્રી પવન કુમાર મીના આ અભિયાનને સફળ બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે.

રાજકોટ, તા. ર૦ : પヘમિ રેલવેના રાજકોટ ડિવિઝનના એકાઉન્‍ટ વિભાગ દ્વારા DLC અભિયાન ૫.૦ હેઠળ પેન્‍શનરો અને ફેમિલી પેન્‍શનરોની સુવિધા માટે વિવિધ સ્‍થળોએ વિશેષ શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનીલ કુમાર મીના દ્વારા જારી કરાયેલી અખબારી યાદી મુજબ, આ અભિયાન હેઠળ એકાઉન્‍ટ વિભાગના કર્મચારીઓ દ્વારા પેન્‍શન એસોસિએશન (રાજકોટ), પીડબલ્‍યુઆઈ (PWI) કાર્યાલય (થાન), યુનિયન બેંક ઓફ ઈન્‍ડિયા, સ્‍ટેટ બેંક ઓફ ઈન્‍ડિયા (SBI) તથા હાપા રેલવે સ્‍ટેશન સહિત વિવિધ સ્‍થળોએ શિબિરો યોજવામાં આવી હતી. આ શિબિરોના માધ્‍યમથી ૧૯ નવેમ્‍બર, ૨૦૨૬ સુધીમાં કુલ ૪૨૨ ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (DLC) સફળતાપૂર્વક જારી કરવામાં આવ્‍યા છે, જેમાંથી ૪૩ પ્રમાણપત્રો આજે આયોજિત વિશેષ શિબિરોમાં જારી કરવામાં આવ્‍યા હતા. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ ફાઇનાન્‍સ મેનેજર શ્રી પવન કુમાર મીનાએ જણાવ્‍યું હતું કે, આ અભિયાન દરમિયાન રેલવે હોસ્‍પિટલમાં દાખલ અસ્‍વસ્‍થ અને વળદ્ધ પેન્‍શનરોની સુવિધા માટે એકાઉન્‍ટ વિભાગના કર્મચારીઓએ તેમના બિછાના સુધી પહોંચીને પણ ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ બનાવ્‍યા હતા. આ પહેલનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય વરિષ્ઠ નાગરિકો અને પેન્‍શનરોને તેમના નજીકના સ્‍થળોએ આ સુવિધા ઉપલબ્‍ધ કરાવીને બિનજરૂરી દોડધામમાંથી રાહત આપવાનો છે. આ પહેલ રેલવે પ્રશાસનની પેન્‍શનરો પ્રત્‍યેની સંવેદનશીલતા, સેવાભાવના અને ડિજિટલ સુવિધાઓને પ્રોત્‍સાહન આપવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. DLC અભિયાન ૫.૦ હેઠળ વિશેષ શિબિરોનું આ આયોજન ૧ નવેમ્‍બરથી ૩૦ નવેમ્‍બર, ૨૦૨૬ સુધી ચાલુ રહેશે, જેથી વધુમાં વધુ પેન્‍શનરો અને ફેમિલી પેન્‍શનરો આ સુવિધાનો લાભ લઈ શકે. (૯.૧૮)

 

(2:53 PM IST)