<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th July 2026

જીલ્લાના જળાશયોના વિકાસ- વિસ્‍તાર માટેની કામગીરી હાથ ધરોઃ આયુષ્‍યમાન કાર્ડ અંગે જાગૃતિ ફેલાવોઃ ૩૩ કચેરીની સમીક્ષા

સાંસદ રૂપાલાની અધ્‍યક્ષતામાં ‘દિશા'ની બેઠકઃ અનેક યોજનાઓ અંગે છણાવટ : ભાર વિનાનું ભણતર સૂત્ર સાર્થક કરોઃ પર્યાવરણ- જળસંચયના પ્રોજેકટો ઝડપી પૂરા કરવા આદેશ

રાજકોટ, તા.૧૬: રાજકોટ જિલ્લા કલેક્‍ટર કચેરી ખાતે સાંસદ શ્રી પરસોત્તમભાઈ રૂપાલાની અધ્‍યક્ષતા તેમજ ની ઉપસ્‍થિતિમાં ‘દિશા' સમિતિ (ડિસ્‍ટ્રિક્‍ટ કો-ઓર્ડિનેશન એન્‍ડ મોનીટરિંગ કમિટી)ની બેઠક યોજાઈ હતી.

આ પ્રસંગે મેયર શ્રી નેહલભાઈ શુક્‍લા, જિલ્લા કલેક્‍ટર શ્રી ડો. ઓમપ્રકાશ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સંજયભાઈ પીપળીયા, ધારાસભ્‍યો શ્રી ડો. દર્શિતાબેન શાહ અને શ્રી રમેશભાઈ ટીલાળા પણ ઉપસ્‍થિત રહ્યાં હતાં.

આ બેઠકમાં ૩૩ કચેરીઓ અંતર્ગત કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારની વિવિધ જનકલ્‍યાણકારી યોજનાઓ જેવી કે અમળત ૨.૦, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્‍વચ્‍છ ભારત મિશન, નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન તેમજ માર્ગ અને મકાન વિભાગના પ્રગતિ હેઠળના વિકાસલક્ષી કાર્યોની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી.

સાંસદે રાજકોટ જિલ્લાના જળાશયો બારેમાસ ભરાયેલા રહે, ચેકડેમોની ક્ષમતા વધારવા, વોટર રીર્સોસિંગ ડેવલપમેન્‍ટ તેમજ નદી કાંઠે ગંદા પાણીનો પ્રવાહ ન ભળે અને બંને પ્રવાહ અલગ રહે તે પ્રકારની મજબૂત વ્‍યવસ્‍થા ગોઠવવા પર ભાર મૂકયો હતો. 

વધુમાં તેમણે આવાસ યોજના હેઠળ ટેન્‍ડર પ્રક્રિયા અને આવાસ એલોટમેન્‍ટ વિશે માર્ગદર્શન આપ્‍યું હતું. વિંછીયા ખાતે કસ્‍ટમ હાયરિંગ સેન્‍ટરમાં ખેડૂતોને ટ્રેક્‍ટર અને રોટાવેટર સહિતના ખેતીલક્ષી સાધનો ભાડે આપવાની કામગીરીની ચર્ચા કરી હતી. ઉપરાંત, પ્રાકળતિક કળષિ કરતા ખેડૂતોનું ઓનલાઇન રજીસ્‍ટ્રેશન અને સોઈલ હેલ્‍થ કાર્ડ તેમજ પશુપાલન કચેરીની વિવિધ યોજનાઓ, પશુઓની વિવિધ જાતો મુજબ નોંધણીની કામગીરીની છણાવટ કરી હતી. શાળાઓમાં માનવ સંસાધન, સમગ્ર શિક્ષા ગ્રાન્‍ટના પ્રગતિ અહેવાલ, ઈત્તર પ્રવળત્તિઓ, આંગણવાડીઓના બાંધકામનું વિશ્‍લેષણ તેમજ ‘‘ભાર વિનાનું ભણતર'' સૂત્ર સાર્થક કરવા જણાવ્‍યું હતું.

વધુમાં, સાંસદશ્રીએ રાજકોટ નગરની આસપાસના લોકોની સુખાકારી માટે પર્યાવરણ અને જળસંચયને લગતા પ્રોજેક્‍ટ સમયસર પૂર્ણ કરવા સૂચના આપી હતી. આયુષ્‍માન કાર્ડની ૦૩ વર્ષની વેલિડિટી બાબતે રિન્‍યુઅલની કામગીરી થાય તથા આ બાબતે નાગરિકોમાં જાગળતિ ફેલાઈ તેવી વ્‍યવસ્‍થા ગોઠવવા પર ભાર મૂકયો હતો. રાજકોટના ખેલાડીઓ રાષ્‍ટ્રીય તથા આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે ભાગ લઈ શકે તે માટે સક્ષમ બનાવવા જરૂરી સવલતો ઉભી કરવા માર્ગદર્શન પૂરું પાડ્‍યું હતું.

ઉપરાંત, લીડ બેન્‍ક, નાબાર્ડ, નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્‍ડિયા, બી.એસ.એન.એલ., પી.જી.વી.સી.એલ., ગુજરાત ગ્રીન રીવોલ્‍યુએશન કંપનીની કામગીરીની ચર્ચા કરી હતી.

બેઠકમાં કલેક્‍ટરશ્રી દ્વારા ધારાસભ્‍યોએ રજૂ કરેલા પ્રશ્નો અને જિલ્લાના પ્રગતિ હેઠળ અને આગામી દિવસોમાં થનારા વિકાસ કાર્યો અંગે સવિસ્‍તર ચર્ચા-પરામર્શ કરીને આવશ્‍યક માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. તેમજ આ બેઠકના અંતે કલેક્‍ટરે ‘‘માય ભારત'' એપ્‍લિકેશન પર જિલ્લાના તમામ યુવાનોનું રજીસ્‍ટ્રેશન થાય તે બાબતની કાળજી લેવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.

(3:00 PM IST)