તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th May 2026
કોઠારીયા સોલવન્ટ પાસે ટ્રેનની ઠોકરે અજાણ્યા યુવાનનું મોત
વાલીવારસ હોય તો આજીડેમ પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૧૩: કોઠારીયા સોલવન્ટ નજીક અજાણ્યા આશરે ૨૫ થી ૩૦ વર્ષના એક યુવાનનું ટ્રેનની ઠોકરે ચડી જતાં કમકમાટી ભર્યુ મોત થયું છે. બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ સ્ટેશનના પીએસઆઇ વી. એમ. બરાડીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક યુવાનની ઓળખ થાય તેવી કોઇ ચીજવસ્તુ મળી નથી. તસ્વીરમાં દેખાતા મૃતકના વાલીવારસ હોય તો આજીડેમ પોલીસનો મો. ૭૪૩૩૮ ૧૪૮૦૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે
(3:48 PM IST)










