તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th July 2026
વિકાસ વણથંભ્યો, નીતિ નિષ્કલંક અને શાસન પારદર્શકઃ ‘સૌનો સાથ, સૌનો વિકાસ'ના મંત્રને જમીન પર ચરિતાર્થ કરતા ભૂપેન્દ્રભાઈ પટેલ
નિર્ણયમાં ‘લોખંડી' અને જનતા માટે ‘લાગણીશીલ' ‘પારદર્શિતા' નો પરચો આપતા પ્રજાવત્સલ મુખ્યમંત્રીશ્રીને જન્મદિવસની શુભકામના આપતા : રાજુભાઈ ધ્રુવ

રાજકોટઃ રાજ્યના અત્યંત સંવેદનશીલ, પ્રજાવત્સલ અને જન-જનના હૃદયમાં ‘દાદા'ના હુલામણા નામથી લોકપ્રિય એવા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આજે ૬૫મો જન્મદિવસ છે, ત્યારે ગુજરાત ભાજપની કારોબારીનાં સભ્ય રાજુભાઈ ધ્રુવે એક નિવેદનમાં તેમને હાર્દિક શુભેચ્છા પાઠવી અને તેમના દીર્ઘાયુ તેમજ ઉત્તમ સ્વાસ્થ્ય માટે કામના કરી છે. તેમણે કહ્યું છે કે, સૌનો સાથ અને સૌનો વિકાસ એ નીતિ-મંત્ર સાથે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે લોકનાયક શ્રી નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરેલ વણથંભી વિકાસયાત્રા વિના વિવાદ સંપૂર્ણ પારદર્શિતા સાથે આગળ વધારી રહ્યા છે, જે આપણા સૌ ગુજરાતીઓ માટે અત્યંત ગૌરવની વાત છે.
રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છે કે, ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી તરીકે તેમણે ‘સેવા, સમર્પણ અને દાયિત્વ'ની ત્રિવેણી થકી સફળ પારદર્શી સુશાસન સાથે વિકાસની વણથંભી યાત્રાને નવી ગતિ અને નવી મતિ સાથે આગળ વધારી છે. અનેક ક્ષેત્રોમાં નવો ઇતિહાસ સર્જનાર પ્રગતિશીલ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે દ્રઢ મનોબળ રૂપી એન્જિનથી ગુજરાતના વિકાસને પોતાનું લક્ષ્ય બનાવ્યુ છે. તેને કારણે ગુજરાત આજે વિકાસના પાટા ઉપર -ગતિની પુરપાટ ગતિ કરી રહ્યું છે તેમ જણાવી રાજુભાઈ ધ્રુવે ઉમેર્યુ છે કે, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલી ગુજરાતની વણથંભી વિકાસયાત્રાને સતત નિરંતર અને અવિરત આગળ વધારી છે. તેમના મક્કમ નેતળત્વ હેઠળ ગુજરાતે છેલ્લા વર્ષોમાં વિવિધ ક્ષેત્રે અનેક ઐતિહાસિક સિદ્ધિઓ હાંસલ કરી છે. પ્રામાણિક સુશાસન માટે મુખ્યમંત્રીશ્રીએ ૫૦ કરતા વધુ ક્લાસ-૧ ઉચ્ચ અધિકારીઓને બિનકાર્યક્ષમતા અને ભ્રષ્ટાચારના આક્ષેપો વિજિલન્સ તપાસમાં પુરવાર થયા બાદ તાત્કાલિક રૂખસત આપી ફરજમાંથી દૂર કરી દીધા છે. આ પગલા થકી તેમણે લોખંડી નીર્ધાર સાથે પોતાની મજબૂત રાજકીય ઇચ્છાશક્તિ અને મક્કમ નિર્ણયાત્મકતા દર્શાવી છે.
પ્રગતિશીલ મુખ્યમંત્રીના નેતળત્વમાં રાજ્ય સરકારે લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની સંકલ્પના અનુસાર રાજ્યના વિકાસમાં દરેક આયોજન અને કાર્યક્રમોમાં ‘ગ્યાન' (GYAN) એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને મહિલાશક્તિના એમ્પાવરમેન્ટ (સશક્તિકરણ) અને ઉત્થાન ઉપર વિશેષ ફોકસ કર્યું છે. શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકારે સેવા, સંકલ્પ અને સમર્પણ ભાવ સાથે પ્રજાકીય સુશાસનની જન-જનને વાસ્તવિક અનુભૂતિ કરાવી છે.
તેમના નેતળત્વ હેઠળ આજે ગુજરાત માત્ર દેશનું જ નહીં, પરંતુ એશિયાનું સેમિકન્ડક્ટર હબ અને રિન્યુએબલ એનર્જી હબ બની રહ્યું છે. સોલાર પેનલ અને ઉર્જા સુરક્ષાના ક્ષેત્રમાં ગુજરાત દેશમાં શિરમોર અને અગ્રેસર બની ગયું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસ નિર્માણમાં પણ ગુજરાત દેશમાં અગ્રેસર છે. એટલું જ નહીં, PMJAY-MA કાર્ડ હેઠળ મળતી આરોગ્ય સહાય બમણી કરવામાં આવી છે, એટલે કે હવે રાજ્યના નાગરિકોને રૂ.૧૦ લાખ સુધીની સારવાર નિઃશુલ્ક મળે છે. સરકારી અને ગ્રાન્ટ-ઈન-એઈડ પ્રાથમિક શાળાના લાખ્ખો વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને સુદ્રઢ કરવા પૌષ્ટિક અલ્પાહાર આપવા માટે ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના'નો સફળ આરંભ થયો છે.
ગુજરાતની જનતાની સેવાના આ વર્ષોમાં શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને તેમની ‘ટીમ ગુજરાતે' દરેક ક્ષેત્રોમાં ઝડપી વિકાસને વેગ આપ્યો છે. વડાપ્રધાનશ્રીએ‘ વિકસિત ભારત ક્૨૦૪૭' નું જે મહાન વિઝન આપ્યું છે, તેને ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત'ની નેમ અને દ્રઢ સંકલ્પ સાથે સાકાર કરવા માટે મુખ્યમંત્રીના નેતળત્વ હેઠળની ગુજરાત સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધતાથી કાર્ય કરી રહી છે.
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ કાર્યકાળમાં '5G' ના પાયા પર ગુજરાતને ગરવુ, ગુણવંતુ, ગ્રીન, ગ્લોબલ અને ગતિશીલ બનાવ્યુ છે તેમ જણાવતા રાજુભાઈ ધ્રુવે ઉમેર્યું છે કે, આ શાસનકાળના વર્ષોમાં તેઓએ જનકલ્યાણ અને લોકહિત માટે અનેક સર્વસ્પર્શી અને સર્વસમાવેશક નિર્ણયો કરીને ગુજરાતને એક નવી જ ઊંચાઈ ઉપર લઇ ગયા છે. આ ઉત્કળષ્ટ કામગીરી માટે તેઓ ખરા અર્થમાં અભિનંદનના અધિકારી છે.

(3:37 PM IST)










