તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 10th September 2026
રવીવારે UPSC દ્વારા નેશનલ ડિફેન્સ, નેવેલ એકેડમી અને કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વીસની પરીક્ષાઃ પાંચ કેન્દ્રોઃ ૧૦પ૦ ઉમેદવારો
કલેકટર કચેરીમાં સ્ટ્રોંગ રૂમઃ રાઉન્ડ ધ કલોક સિકયુરીટીઃ ડે. કલેકટરો-મામલતદારોનું સુપરવીઝન

રાજકોટ, તા. ૧૦: શહેરમાં આગામી રવિવારે નેશનલ ડિફેન્સ એકેડમી, નેવેલ એકેડમી અને કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસની સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજાશે. પરીક્ષા પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શી અને સુરક્ષિત રહે તે હેતુથી તમામ પરીક્ષાઓના પ્રશ્નપત્રો રાજકોટ કલેક્ટર કચેરીના સ્પેશિયલ સ્ટ્રોંગરૂમમાં કડક સુરક્ષા વચ્ચે સીલ કરી દેવામાં આવ્યા છે. કલેક્ટર કચેરી ખાતે બનાવવામાં આવેલા સ્ટ્રોંગરૂમ પર ૨૪ કલાક સીસીટીવી કેમેરા અને પોલીસ જવાનોનો પહેરો તૈનાત કરવામાં આવ્યો છે.
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા આયોજિત આ પરીક્ષાઓ રવિવારે સદગ્રુરુ મહિલા, આઈપી મિશન, કેન્દ્રીય વિધાલય, એવીપીટી અને ડીએચ કોલેજના કેન્દ્રો પર લેવામાં આવશે.પરીક્ષાના દિવસે વહેલી સવારે જ નક્કી કરાયેલા રુટ અને કડક પોલીસ સુરક્ષા કવચ હેઠળ આ પ્રશ્નપત્રો વિવિધ પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવામાં આવશે.
સંરક્ષણ દળોમાં જોડાવવા માંગતા ઉમેદવારો માટે આ પરીક્ષા ખૂબ મહત્વની હોવાથી, સમગ્ર પરીક્ષા સંચાલનમાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ આખરી ઓપ આપી પૂર્ણ કરી દેવામાં આવી છે. આ પરીક્ષા સવારે અને બપોરે એમ બે શીફટમાં લેવાશે, તમામ કેન્દ્રો ઉપર મામલતદાર તથા ડે. કલેકટરોનું ખાસ સુપરવીઝન રહેશે. દિલ્હીથી યુપીએસસીના ખાસ અધિકારી પણ કાલે કે શનીવારે રાજકોટ આવશે
(3:24 PM IST)










