<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd November 2026

ખેડૂતો, ભાગ્‍યાઓ, ખેતમજૂરોના પ્રશ્નો તાકિદે ઉકેલો : આપનું કલેકટરને આવેદન

રાજકોટ, તા.૨: આમ આદમી પાર્ટીના આગેવાનો કાર્યકરોએ સુત્રોચ્‍ચાર સાથે કલેકટરને આવેદન પાઠવી ખેડૂતો, ભાગ્‍યાઓ અને ખેત મજૂરોના પ્રશ્નો ઉકેલવા તથા સહાય જાહેર કરવા માંગણી કરી હતી.

આવેદનમાં ઉમેર્ય હતુ કે, ગુજરાતના ખેડૂતો હાલ દેવા પાણીની અછતઘ્‍,ઘાસચારની અછત જેવી અનેક સમસ્‍યાઓનો સામનો કરી રહ્યા છે. સાથે જ ભાગ્‍યાઓ અને ખેત મજૂરોની આર્થિક સ્‍થિતિ પણ નબળી બની છે.

આથી ગુજરાતના ખેડૂતોનું દેવુ માફ કરવામાં આવે ખેડૂતોને રૂા.૧૭,૦૦૦ કરતા વધૂ આર્થિક સહાય આપવામાં આવે દર બે-ત્રણ ગામ વચ્‍ચે ઘાસના ડેપો શરૂ કરી પૂરતું ઘાસ આપવામાં આવે ભાગ્‍યાઓ અને ખેત મજૂરો માટે વિશેષ આર્થિક સહાય જાહેર કરવામાં આવે.

(3:38 PM IST)