હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજકોટમાં વૈશાખી વાયરા ‘અગનગોળા' બન્યાઃ બપોરે પારો ૪૩.૨ ડિગ્રીએ પહોંચતા જનજીવન પ્રભાવિત
૧૮ કિમીની ઝડપે ફૂંકાયેલા ગરમ પવનોએ લોકોને ઘરમાં પુરાવા મજબૂર કર્યા; હજુ બે દિવસ ‘કાળઝાળ' ગરમીમાંથી મુક્તિ મળવાના કોઈ એંધાણ નથી

રાજકોટ, તા. ૧૯ : મે મહિનાના ઉત્તરાર્ધમાં સૌરાષ્ટ્રભરમાં સૂર્યદેવ જાણે કોપાયમાન થયા હોય તેમ ગરમીનો પારો સતત ઊંચે ચડી રહ્યો છે. રંગીલા રાજકોટમાં આજે અસહ્ય ઉકળાટ અને હીટવેવ જેવી સ્થિતિ વચ્ચે બપોરે ૨:૩૦ વાગ્યે મહત્તમ તાપમાન ૪૩.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાતા આખોય શહેર જાણે ભઠ્ઠીની જેમ શેકાયું હતું. આ આકરી ગરમીની સાથે પ?મિી-ઉત્તર પヘમિી દિશામાંથી ૧૮ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા ગરમ પવનોના લીધે લોકોએ આકરા લૂના થપ્પડ સહન કરવા પડ્યા હતા. બપોરના સમયે રાજકોટના મુખ્ય માર્ગો પર કરફયુ જેવો માહોલ જોવા મળ્યો હતો.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે સવારથી જ વાતાવરણમાં અસહ્ય ઉકળાટ હતો. બપોરે ૨:૩૦ વાગ્યે તાપમાન તેની ચરમસીમાએ પહોંચીને ૪૩.૨ ડિગ્રી નોંધાયું હતું. ઊંચા તાપમાન અને ભેજના મિશ્રણના કારણે લોકો પરસેવે રેબઝેબ થયા હતા. ચામડી દઝાડતી આ ગરમી છેલ્લા થોડા દિવસોના સરેરાશ તાપમાન કરતાં પણ વધુ આકરી અનુભવાઈ રહી છે. સામાન્ય રીતે પવન ફૂંકાય તો ગરમીમાં રાહત મળતી હોય છે, પરંતુ આજે રાજકોટમાં ઊલટી સ્થિતિ જોવા મળી હતી. કલાકના ૧૮ કિમીની ઝડપે ધગધગતા વાયરા ફૂંકાતા ટુ-વ્હીલર ચાલકો અને રાહદારીઓ માટે રસ્તા પર નીકળવું મુશ્કેલ બન્યું હતું. બપોરે ૧૨ થી ૪ વાગ્યા સુધી શહેરોના મુખ્ય વિસ્તારો સુમસામ ભાસતા હતા.
રાજકોટવાસીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે સવાલ ‘ગરમીથી છુટકારો કયારે મળશે?' તેના જવાબમાં સ્થાનિક હવામાન આગાહી મુજબ, આગામી ૨૪ થી ૪૮ કલાક સુધી રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં તાપમાન ૪૧ થી ૪૩ ડિગ્રીની આસપાસ જ રહેશે. જોકે, આ અઠવાડિયાના અંતમાં પવનની દિશા બદલાતા અને ચોમાસાની હિલચાલ તેજ થતાં તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે, ત્યાં સુધી હજુ આકરી ગરમી સહન કરવી પડશે. બીજી તરફ, સિવિલ હોસ્પિટલના તબીબોએ જણાવ્યું છે કે આ ગરમ પવનો (લૂ) સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાથી બપોરે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને શરીરમાં પાણીનું સ્તર જળવાઈ રહે તે માટે લીંબુ પાણી, છાશ કે ઓઆરએસ (ORS) નું સેવન કરવું હિતાવહ છે.










