<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th May 2026

કુવાડવાના સર ગામે અસામાજીક પ્રવૃતિ કરનારને ટપારતાં વજુભાઇ અને તેના દિકરાને ધમકી

પાડોશમાં રહેતાં કુટુંબી નરશીભાઇ રાઠોડએ આજે તો બે'યને મારી નાંખવા છે કહી ગાળાગાળી કરી ધમકી દીધીઃ કુવાડવા પોલીસમાં ફરિયાદ નોંધાઇ

રાજકોટ તા. ૨૯:  તાલુકાના સુકી સાજડીયાળી રોડ પર આવેલ સર ગામે પાડોશમાં ચાલતી અસામાજિક પ્રવળત્તિઓનો વિરોધ કરવો એક  રિક્ષાચાલક પ્રોૈઢને પાડોશીએ જ ગાળો દઇ મારી નાંખવાની ધમકી આપતાં ફરિયાદ થઇ છે.

આ બનાવમાં કુવાડવા રોડ પોલીસે  સર ગામમાં રહેતા ૫૫ વર્ષીય વજુભાઈ નાથાભાઈ રાઠોડની ફરિયાદ પરથી તેમના જ પાડોશમાં રહેતા કૌટુંબિક ભાઈ નરશીભાઈ નાથાભાઈ રાઠોડ વિરૂદ્ધ જાહેરમાં ગાળો ભાંડી, ઘર પર આવીને પિતા-પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપ્‍યાનો ગુનો નોંધ્‍યો છે. ફરિયાદની વિગત મુજબ સુકી સાજડીયાળી ગામે રહેતા અને રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા વજુભાઈ તેમના પુત્ર મહેશ અને પુત્રવધૂ ઉર્મિલાબેન સાથે રહે છે. તેમના પાડોશમાં જ તેમનો કૌટુંબિક ભાઈ નરશીભાઈ રાઠોડ રહે છે, જે પોતાના ઘરે અસામાજિક પ્રવળત્તિઓ કરતો હોઇ ત્‍યાં અવારનવાર બહારના શંકાસ્‍પદ માણસોની અવરજવર રહેતી હતી.

આ દરમિયાન ગત તા. ૧૯/૦૫ના રોજ નરશીભાઈના ઘરે આવેલા કેટલાક શખ્‍સો મોટે-મોટેથી ગાળો બોલતા હોવાથી વજુભાઇએ આ બાબતે નરસીભાઇને ટકોર કરી આવી અસામાજિક પ્રવળત્તિઓ બંધ કરવા અને આવા તત્‍વોને ઘરે ન બોલાવવા માટે જણાવ્‍યું હતું. આ બાબતનો ખાર રાખી રાતે વજુભાઈઘરના ડેલા પાસે ઉભા હતા ત્‍યાર નરસીભાઇએ આવી-આજે તો તને અને તારા દીકરા મહેશને જાનથી મારી નાખવા છે કહી ધમકી આપી હતી. આ પછી વજુભાઇએ સરપંચ બળદેવસિંહને ફોન કરીને આ સમગ્ર ઘટનાની જાણ કરી હતી અને મદદ માંગી હતી. સરપંચ બળદેવસિંહે તુરંત દરમિયાનગીરી કરી મામલો થાળે પાડયો હતો. હજુ પણ નરસીભાઇ માથાકુટ કરતાં હોઇ અંતે વજુભાઇએ ફરિયાદ કરી હતી.

(3:42 PM IST)