હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દેશમાં પ્રથમ વાર રાજકોટમાં યોજાશે ‘વણિક માતૃત્વ એવોર્ડ-૨૦૨૬':નવ નાત વણિક સમાજની અનોખી પહેલ
સંયુક્ત કુટુંબની ભાવના જાળવતી અને બાળકોનો આદર્શ ઉછેર કરતી ૩૬ વહુ-માતાઓનું થશે ગૌરવવંતું સન્માન

રાજકોટઃ નવ નાત વણિક સમાજ રાજકોટ દ્વારા દેશમાં પ્રથમ વાર એક વિશિષ્ટ અને પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આગામી સફળ ચરણ રૂપે હવે વર્ષ ૨૦૨૬માં રાજકોટના આંગણ ે‘વણિક માતૃત્વ એવોર્ડ'યોજાવા જઈ રહ્યો છે,
આ અનોખા એવોર્ડનો મુખ્ય ઉદ્દેશ્ય વણિક સમાજની એવી દીકરીઓ અને વહુઓને બિરદાવવાનો છે, જેઓ લગ્ન બાદ વહુ બનીને પોતાના પરિવારને આગવી સૂઝબૂઝથી જાળવી રાખતી હોય, સંયુક્ત કુટુંબની પ્રણાલી અને એકતાની ભાવનાને આદરપૂર્વક નિભાવતી હોય તેમજ પરિવારની માન-મર્યાદામાં રહીને સંતાનો નો શ્રેષ્ઠ ઉછેર કરતી હોય. તેમ યાદીમાં જણાવાયું છે.
આ એવોર્ડ પ્રક્રિયાને પારદર્શક અને શિસ્તબદ્ધ બનાવવા માટે સંસ્થા દ્વારા કેટલાક નિયમો જાહેર કરવામાં આવ્યા છે જે આ મુજબ છે. ૧. અરજદાર મહિલા વણિક સમાજની વહુ હોવી અનિવાર્ય છે.૨. સંતાનોમાં નાનામાં નાનું અને મોટામાં મોટું સંતાન ૧૦ વર્ષથી લઈને ૨૭ વર્ષની વયમર્યાદા વચ્ચેનું હોવું જરૂરી છે.૩. સંતાનો પૈકી કોઈ પણ સંતાન પરણિત હોવું જોઈએ નહીં, એટલે કે તમામ સંતાનો અપરણિત હોવા જોઈએર્.ં
આ કાર્યક્રમ માટે રૂા.૧ હજાર રજીસ્ટ્રેશન ટોકન ચાર્જ રાખવામાં આવ્યો હોવાનું યાદીમાં જણાવાયું છે. આ એવોર્ડ અંતર્ગત વહેલા તે પહેલાના ધોરણે સમગ્ર ગુજરાતમાંથી માત્ર ૩૬ વહુ-માતાઓની જ પસંદગી કરીને તેમને ‘વણિક માતૃત્વ એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવશે.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે નવનાત વણીક સમાજ રાજકોટના પ્રશાંતભાઈ શાહ મો. ૯૮૯૮૭ ૫૨૭૬૬, મેઈન બજાર, આંબલી ચોક, ચોટીલા,યોગેશભાઈ બાવીસી, જસ્મીનભાઈ દેસાઈ, નમ્રતાબેન શાહ,સ્વીટીબેન મહેતા,પાયલ વખારીયા કુરીયા, નરેન્દ્રભાઈ સોરઠીયા, આશાબેન ગોસાલિયા નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)










