News of Wednesday, 18th November 2026
રવિવારે વાંઝા જ્ઞાતિના સમુહલગ્નઃ ૧૦ યુગલો પ્રભુતામાં પગલા પાડશેઃ વાંઝા જ્ઞાતિ હિતેચ્છુ મંડળનું આયોજન
કરિયાવરમાં નવદંપતિઓને ટીવી, ફ્રીઝ સહિત ૭પ થી વધુ વસ્તુઓ અપાશે

રાજકોટઃ શ્રી વાંઝા જ્ઞાતિ હિતેચ્છુ મંડળ રાજકોટ દ્વારા આગામી તા. ૨૨ ના રવિવારે છઠ્ઠા સમુહલગ્નનું આયોજન કરવામાં આવેલ છે. યુનિવર્સિટી રોડ પર એસ એનકે સ્કુલ પાસે, આકાશવાણી ચોક ખાતે આવેલ કવિ શ્રી અમૃત દ્યાયલ કોમ્યુનિટી હોલ ખાતે આયોજિત આ સમુહલગ્નમાં ૧૦ નવદંપતિઓ પ્રભુતામાં પગલાં પાડશે. કરિયાવર માં નવદંપતિઓ ને ટીવી, ફ્રીઝ, ઘરઘંટી સહિત ૭૫ થી વધુ વસ્તુઓ આપવામાં આવશે. આ સમુહલગ્ન અંગે વધુ માહિતી માટે મો. ૯૪૨૬૨ ૬૯૪૫૭ ઉપર સંપર્ક કરી શકાય છે. આયોજનને સફળ બનાવવા સમૂહલગ્ન સમિતિ ના પ્રમુખ સુરેશભાઈ ચાવડા તેમજ સંસ્થા ના પ્રમુખ ભરતભાઇ વઢવાણા, મંત્રી સતિષભાઈ સિકોતરા, પૂર્વ પ્રમુખ મિલાપભાઈ ચાવડા અને સભ્ય કેતન ભાઈ હાપલીયા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃઅભિજીત બગથરિયા)
(3:33 PM IST)










