તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd April 2026
પોપટપરામાંથી વર્ષા ઉકેડીયા ૩.૫૬ લાખના ૭ કિલો ગાંજા સાથે ઝડપાઇ
રેલનગર રોડ પર ગુરૂકૃપા ગેરેજવાળી શેરીમાં પ્ર.નગર પોલીસને દરોડોઃ રિક્ષાચાલક પછી હવે મહિલા સકંજામાં આવી : સુરતથી વેંચવા માટે લાવ્યાનું રટણઃ સાચી વિગતો ઓકાવવા રીમાન્ડની તજવીજઃ પીઆઇ એમ. ડી. મકવાણા ,પીએસઆઇ જે. બી. રાણીંગા અને ટીમની કાર્યવાહીઃ મયુરરાજસિંહ જાડેજા, વનરાજભાઇ બોરીચા અને રીયાઝભાઇ ભીપોત્રાની બાતમી

રાજકોટ તા. ૨૩: માદક પદાર્થ ગાંજાની હેરાફેરીનો પ્ર.નગર પોલીસે સતત બીજો પર્દાફાશ કર્યો છે. પોપટપરાના સ્મશાન નજીકથી એક રિક્ષાચાલકને છસ્સો ગ્રામ ગાંજા સાથે પકડી લીધા બાદ હવે ફરીથી પોપટપરાની જ એક મહિલાને પોપટપરા રેલનગર મેઇન રોડ પરથી રૂા. ૩ાા લાખના ૭.૧૩૨ કિલોગ્રામ ગાંજા સાથે ઝડપી લીધી છે. આ મહિલા પણ સુરત તરફથી ગાંજો લાવી હોવાનું રટણ કરતી હોઇ સાચી વિગતો ઓકાવવા વિશેષ તપાસ શરૂ કરવામાં આવી છે.
જાણવા મળ્યા મુજબ યુવાધનને નશાના રવાડે ચડતું અટકાવવા નાર્કોટીક્સ પદાર્થનું વેંચાણ અટકાવવા સે નો ટુ ડ્રગ્સ ઝુંબેશ ચાલી રહી હોઇ તે અંતર્ગત પ્ર.નગર પોલીસની ટીમે આવા પદાર્થનું વેંચાણ કે સેવન કે હેરફેર કરતાં શખ્સોને શોધવા પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. મયુરસિંહ જાડેજા, કોન્સ. વનરાજભાઇ બોરીચા અને કોન્સ. રિયાઝભાઇ ભીપોત્રાને બાતમી મળી હતી કે રેલનગર મેઇન રોડ ક્રિષ્ના પાર્કની સામે ગુરૂકૃપા ગેરેજવાળી શેરીમાાં પોપટપરાની એક મહિલા માદક પદાર્થના જથ્થા સાથે આવી છે.
બાતમીને આધારે દરોડો પાડવામાં આવતાં મહિલા મળી આવી હતી. મહિલા પોલીસની હાજરીમાં તેની તલાશી લેવામાં આવતાં તેની પાસેથા બાચકામાંથી શંકાસ્પદ પદાર્થ મળી આવતાં એફએસએલ અધિકારીને બોલાવી પરિક્ષણ કરાવતાં આ પદાર્થ ગાંજો હોવાનું સ્પષ્ટ થતાં મહિલાને અટકાયતમાં લઇ પુછતાછ કરતાં પોતાનું નામ વર્ષા બાબુભાઇ ઉકેડીયા (રહે. આઇશ્રી ખોડીયાર કૃપા, પોપટપરા રેલનગર મેઇન રોડ, ક્રિષ્ના પાર્ક સામે ગુરૂકૃપા ગેરેજવાળી શેરી) જણાવ્યું હતું. તેની પાસેના ગાંજાનુંવજન કરતાં તે ૭ કિલો ૧૩૨ ગ્રામ થયું હતું. આ ગાંજાની કિંમત રૂા. ૩,૫૬,૬૦૦ ગણી કબ્જે કરાયો હતો. તેમજ એક વજન કાંટો અને કેસર ગોલ્ડ લખેલુ પ્લાસ્ટીકનું એક બાચકુ પણ જપ્ત કરાયું હતું. જેમાં આ ગાંજો ભરેલો હતો. પ્રાથમિક પુછતાછમાં બહાર આવ્યા મુજબ વર્ષા સુરતથી ટ્રાન્સપોર્ટ મારફત ગાંજો લાવી હોવાનું રટણ કરતી હતી. તેને સંતાનમાં બે પુત્ર છે અને પતિ હયાત નથી. પરમ દિવસે જ પોપટપરામાંથી રિક્ષાવાળાને છસ્સો ગ્રામ ગાંજા સાથે પકડાયો ત્યારે તેણે પણ સુરત તરફથી લાવ્યાનું રટણ કર્યુ હતું. વર્ષાએ પણ સુરતથી વેંચવા માટે લાવ્યાનું રટણ કર્યુ હોઇ સાચી વિગતો ઓકાવવા રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, ઇન્ચાર્જ જેસીપી ડો. હરપાલસિંહ જાડેજા, ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી આર. એસ. બારીયાની સુચના અંતર્ગત પ્ર.નગર પીઆઇ એમ. ડી. મકવાણા, પીએસઆઇ જે. બી. રાણીંગા, એએસઆઇ રવિભાઇ વાઘેલા, એએસઆઇ શીતલબેન જોરા, હેડકોન્સ. મયુરરાજસિંહ જાડેજા, જયંતિભાઇ વાવડીયા, કોન્સ. ચાંપરાજભાઇ ખવડ, કોન્સ. રીયાઝભાઇ ભીપોત્રા, વિરેન્દ્રસિંહ પરમાર, વનરાજભાઇ બોરીચા, તોૈફિકભાઇ મંધરા, તોૈફિકભાઇ જુણાચ, કોન્સ. વિશ્વજીતસિંહ ઝાલા, એસઓજીના મોૈલિકભાઇ સાવલીયાએ આ કામગીરી કરી હતી.
(2:38 PM IST)










