<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

વટસાવિત્રી પૂજન

 

 પતિના દીર્ધાયુષ્‍ય અને ઘર પરિવારમાં સુખ શાંતિ જળવાય રહે તે માટે પરિણીત મહીલાઓ વટસાવિત્રીનું વ્રત રાખી વડનું પૂજન કરે તેવી આપણી પરંપરા છે. ત્‍યારે આજે સોમવારે પૂનમ નિમિતે બહેનોએ વટસાવિત્રીનું વ્રત રાખી સવારે શિવ મંદિરે જઇ પૂજા અર્ચના કરી હતી. આખા દિવસનો ઉપવાસ રાખી સુતરની આંટી લઇ વડલાને કુમકુમ અક્ષતથી વધાવી બહેનોએ મંગલ કામના કરી હતી. રાજકોટના શ્રી વિશ્વેશ્‍વર મહાદેવ મંદિરે આજે વહેલી સવારથી જ બહેનો નવા વષાો પરિધાન કરી પૂજા અર્ચના માટે ઉમટી હતી. જે તસ્‍વીરમાં નિહાળી શકાય છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(11:43 AM IST)