<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th July 2026

જંકશન વિસ્‍તારમાં શાકભાજીવાળાઓનું જાહેર માર્ગો ઉપર દબાણઃ લત્તાવાસીઓ પરેશાન

મોચી બજારથી રેલ્‍વે સ્‍ટેશનવાળા રોડ પર રેકડી-લારીના થપ્‍પાઃ મનપાની ગાડી આવતા રહેણાંક વિસ્‍તારમાં કરે છે નાસભાગ

રાજકોટ, તા. ૧૧: શહેરના જંકશન વિસ્‍તાર પાસેના મોચી બજારથી રેલ્‍વે સ્‍ટેશન તરફના રસ્‍તા ઉપર શાકભાજીવાળા લારી, ગલ્લા તથા છકડો રાખી ફુટપાટથી આગળ બે-ત્રણ ફુટ રસ્‍તા ઉપર દબાણ કરી ટ્રાફિકને ખુબજ અડચણરૂપ થતા હોવાની લત્તાવાસીઓમાં ફરિયાદ ઉઠી છે.

લતાવાસીઓ મુજબ જયારે પણ કોર્પોરેશનની ગાડી આવે છે. ત્‍યારે આ લોકો રહેણાંક વિસ્‍તારમાં સામાન સાથે દોડી આવે છે જેથી રહેવાસીઓને પણ પારાવાર તકલીફ પડે છે અને અકસ્‍માતનો ડર સતાવે છે. આ બાબતે તંત્ર દ્વારા તુરંત નિરાકરણ કરવામાં આવે અને સ્‍થાનીકોને ત્રાસમાંથી મુકિત મળે તેવી માંગ લત્તાવાસીઓમાં ઉઠી રહી છે

(3:27 PM IST)