<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th October 2026

રાજકોટમાં સ્‍ક્રેપ (ભંગાર)ના કોથળા ‘ઓવરલોડ' ભરેલા વાહનો બે રોકટોક દોડે છે!!

રાજમાર્ગો પર સીસીટીવી કેમેરા ટ્રાફિક પોલીસ કે આરટીઓના ડર (ભય) વગર બિન્‍દાસ : દરરોજ સ્‍ક્રેપના વેપારીઓને ત્‍યાંથી બપોરે ૧ થી ૪ તેમજ રાત્રે ૮ પછી ઓવરલોડ માલ ભરી વાહનો નિયમિત જાહેર રોડ પર દોડી રહ્યા છેઃ તંત્ર પગલા ભરશે??

રાજકોટ તા.ં૬: છેલ્લા ઘણા સમયથી રાજકોટના રાજમાર્ગો પર માલવાહક વાહનો જેવા કે છકડો રીક્ષા છોટાહાથી ટેમ્‍પો ટ્રક જેવા વાહનો સ્‍ક્રેપ ના ભંગારના કોથળા ભરીને નિયમિત દોડી રહ્યા છે તેમ છતાં ટ્રાફિક પોલીસ કે આરટીઓ તંત્રના ધ્‍યાને શું આ બાબત નઈ આવતી હોય ટ્રાકિફ પોલીસ- આરટીઓ તંત્રએ આવા વાહનચાલકો સામે નિયમિત ચેકિંગ ઝુંબેશ હાથ ધરી ઓવરલોડ માલ ભરી જતા વાહન ચાલકો (માલિકો) સામે કાર્યવાહી શા માટે કરવામાં આવતી નથી તેવો પ્રશ્ન લોકમાનસમાં ચર્ચાઇ રહ્યો છે આવા ઓવરલોડ વાહનો બેફામ દોડતા હોય કોઈ ગંભીર અકસ્‍માત સર્જાય તો તેના માટે જવાબદાર કોણ ગણાશે?  

 રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ તથા આરટીઓ તંત્રએ સંયુકત ચેકિંગ હાથ ધરી આવા વાહનો સામે કડક પગલા લઈ આકરો દંડ કરવો જોઈએ પોલીસ અને આરટીઓ તરફથી બંને ખાતા દ્વારા દંડ વસૂલાઈ તો જ આ ગેરકાયદેસર ઓવરલોડ માલ ભરવા પર અંકુશ આવી શકે તેમ જાણકારો ચર્ચી રહ્યા છે. રાજકોટના અસંખ્‍ય વિસ્‍તારોમાં સ્‍ક્રેપ ભંગારના ધંધાર્થીઓની દુકાનો ખુલી હોય ત્‍યાં જ સવારથી સાંજ સુધી આવી દુકાન પાસે સ્‍ક્રેપ ભંગારના માલનું ર્શોટિંગ કરી કોથળા ભરી રોડ સાઈડ અથવા ફૂટપાથ પર રાખી દેવામાં આવતા હોય છે જેથી તે દુકાન આસપાસ થી નીકળતા રાહદારીઓ કે વાહન ચાલકોને પણ ભારે હાલાકી ભોગવવી પડે છે તંત્રએ વાહન ઝડપાઈ તેની સાથે સાથ જો દુકાન પાસે ટ્રાફિકને અડચણરૂપ રોડ પર આવા ભંગારના કોથળા પડ્‍યા હોય તો રાજકોટ મહાનગરપાલિકા ની દબાણ શાખા એ પણ કડક કાર્યવાહી કરવાની જરૂર છે.

છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં આ ગેરકાયદેસર ઓવરલોડ વાહન દોડવાનું ખૂબ જ વધી ગયું છે તંત્ર તાત્‍કાલિક આદુષણ ડામી નિયમિત માલ ભરાય તે અંગે યોગ્‍ય કાર્યવાહી રાજકોટ નગરપાલિકા દબાણ શાખા ટ્રાફિક પોલીસ તથા આરટીઓએ સંયુક્‍ત ઝુંબેશ હાથ ધરવી જોઈએ. તસવીરમાં ઓવરલોડ ભંગારના કોથળા ભરીને જઈ રહેલા વાહનો નજરે પડે છે. ઓવરલોડ માલ ભરવા માટે વાહનમાં મોડીફીકેશન કરનાર ગેરેજ સંચાલક સામે આરટીઓએ પણ પગલા લેવા જોઇએ.

(4:11 PM IST)