<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th October 2026

વિહિપ દ્વારા મંગળવારે આતશબાજી સાથે રાવણ દહન

સાંજે ૬ વાગ્‍યે રેસકોર્ષ મેદાનમાં આયોજનઃ કિશનજી પ્રજાપત મુખ્‍ય વકતાઃ જાહેર નિમંત્રણ

રાજકોટ, તા. ૧૬: વિજ્‍યાદશમીનો ઉત્‍સવ એટલે આશુરી શક્‍તીનો નાશ અને સત્‍યનો વિજય. વિજ્‍યાદશમી શબ્‍દમા બે શબ્‍દો વિજય અને દશમી આવે છે.

દશેરા મહોત્‍સવ - ૨૦૨૬ ની થીમ 

વિશ્વ હિંદુ પરિષદ પ્રેરીત શ્રી દશેરા મહોત્‍સવ સમિતિ દ્વારા આગેવાનો વનરાજભાઇ ગરૈયા, માવજીભાઇ ડોડીયા, હસુભાઇ ભગદેવ, ભુપતભાઇ ગોવાણી, હસુભાઈ ચંદારાણા, શાંતુંભાઈ રૂપારેલીયા, પરેશભાઇ રૂપારેલીયા, ક્રુણાલભાઇ વ્‍યાસ, કૌશીકભાઇ સરધારા, મનોજભાઇ ડોડીયા, અશ્વીનભાઇ ગોસાઇ, દિપકભાઇ ગમઢા વગેરે ની મળેલી બેઠકમા આ વર્ષે દશેરાની થીમ નક્કી કરવામા આવી હતી.

‘ધર્માંતરણના રાક્ષસનો કરીયે અંત, સંસ્‍ક્રૃતી અને સંસ્‍કારોનો કરીએ જયધોષ'

હાલ મા. અશોકજી સિંહલનુ જન્‍મ સતાપ્‍દી વર્ષ ચાલી રહ્યુ છે ત્‍યારે તેમના ધર્માંતરણ રોકવાના અને પરાવર્તન ના અથાક પ્રયાસોને યાદ કરવા સ્‍વાભાવીક બની જાય છે. વર્તમાન સમયમા ધર્માંતરણનુ દુષણ સમાજ માટે ખતરા રુપ બન્‍યુ છે. અમુક ખાસ વર્ગો દ્વારા જરૂરીયાતમંદ લોકોને લાલચ, પ્રલોભનો અને મદદની સામે ધર્માંતરણ જેવી અસામાજીક પ્રવ્રુતીઓ ચલાવવામા આવી રહી છે. જે દેશની એકતા અને અખંડિતતા માટે ભય ઉભો કરવાનુ કામ કરે છે.

આ વર્ષે દશેરા મહોત્‍સવ નિમિતે રાજકોટમા યોજાનાર રાક્ષશ દહન કાર્યક્રમમા રાજકોટ વાસીઓને ધર્માંતરણ મુક્‍ત સમાજનો સંદેશ દેવા માટે બજરંગ દળના કેંદ્રીય પ્રમુખ માનનીયા કિશનજી પ્રજાપત ની વિશેષ ઉપસ્‍થીતી રહેવાની છે. તેઓ બજરંગ દળના રાષ્‍ટ્રીય સંયોજક હોવા ઉપરાંત વિશ્વ હિંદુ પરીષદના કેંદ્રિય મંત્રી મંડળમા પણ છે. અનેક વર્ષોથી પુર્ણકાલીન કાર્યકર્તા તરીકે સેવા આપતા કિશનજી દેશના યુવાનો માટે પ્રેરણારૂપ કાર્ય કરી રહ્યા છે. નિડર અને પ્રતીભાશાળી વ્‍યક્‍તિત્‍વ ધરાવતા તથા દેશ અને ધર્મ માટે જીવન ન્‍યોછાવર કરનારા કિશનજી આ વર્ષે રાજકોટવાસીઓને ધર્માંતરણ મુક્‍ત સમાજ નુ નિર્માણ કેવી રીતે કરવુ તેનો સંદેશ આપશે.  કાર્યક્રમની વિગતઃ તારીખઃ ૨૦/૧૦/૨૦૨૬, મંગળવાર,  સમયઃ સાંજે ૬ કલાકે, સ્‍થળઃ રેસકોર્ષ ગ્રાઉંડ, ખાતે યોજાશે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટમા દશમીના તહેવારને ખુબજ હર્ષોલ્લાસથી ઉજવવામા આવશે. આ ઉત્‍સવમા રાજકોટના રેસકોર્ષ મેદાનમા સુર્યાસ્‍તના સમયે ધર્માંતરન રૂપી રાક્ષશ દહન કાર્યક્રમ કરવામા આવશે. જેમા રાવણની સાથે મેઘનાથ અને કુંભકર્ણના પુતળાનુ પણ દહન કરવામા આવશે. ઉપરાંત આ દિવસે શષ્‍ત્ર પુજા અને ફાયર ક્રેકર્સ શો નુ પણ આયોજન કરવામા આવેલ છે તેમ પરેશભાઇ રૂપારેલીયા એ જણાવ્‍યુ હતુ.

આ કાર્યક્રમમા હજારોની સંખ્‍યામા લોકો રાવણ દહન કાર્યક્રમને નિહાળવા અને માણવા ઉમટી પડશે. ઉપરાંત રાજકોટ શહેરના તમામ ધાર્મીક, સામાજીક અને રાજકીય આગેવાનો, સંતો મહંતો, અનેક સંસ્‍થાઓ, પ્રેસ, ઇલેક્‍ટ્રોનીક અને સોસીયલ મીડીયા ઉપરાંત તમામ ધમપ્રેમી લોકોને આ કાર્યક્રમ માણવા અને નિહાળવા પધારવા ભાવભર્યુ નિમંત્રણ પાઠવવામા આવ્‍યુ છે તેમ વનરાજભાઇ ગરૈયા જણાવે છે.

(3:09 PM IST)