News of Thursday, 2nd July 2026
મનપાના છેલ્લા દસ વર્ષના બિલોની વિજિલન્સ તપાસ થવી જોઈએઃ કોંગ્રેસ
સ્ટેન્ડિંગ કમિટીમાં ૨૭ લાખ નું બિલ ફગાવાયું પણ પાણી સહિતના અન્ય બિલો ચૂકવાયા તેની રિકવરી કોની પાસેથી ?

રાજકોટઃ મહાનગરપાલિકા વોર્ડ નંબર ત્રણના પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી (મહામંત્રી શહેર કોંગ્રેસ સમિતિ), સિનિયર કોંગ્રેસ અગ્રણી ગજેન્દ્રસિંહ ઝાલા, શહેર કોંગ્રેસ સમિતિ પૂર્વ ઉપપ્રમુખ પટેલ નાગજીભાઈ વિરાણી જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા માં વ્યાપક પણે ચાલતા ભ્રષ્ટાચારોના પગલે જનતા ચોંકી ઉઠી છે.
રાજકોટ વોર્ડ નંબર ૧૬ ના જંગલેશ્વરમાં ઐતિહાસિક ડિમોલિશન માં જે કૌભાંડો અને ભ્રષ્ટાચારો ઉજાગર થયા છે. ે રાજ્ય સરકારે પણ આ અંગે ડેમેજ કંટ્રોલ માટે પદાધિકારીઓને ગાંધીનગર તેડાવી લીધા હતા. ગઈકાલે રાજકોટ જંગલેશ્વરમાં ટેન્ડર વગરનું જે રૂપિયા ૨૭ લાખનું ફૂડ બિલ હતું તે ફગાવાયું હતું. જેને અભિનંદન સાથે આવકારી એ છીએ.
પદાધિકારીઓએ જણાવ્યું હતું કે રેઇટ કોન્ટ્રાક્ટ ના નામે મિલીભગતથી અગાઉના સ્ટેન્ડિંગ કમિટીમાં મુકાયેલા છેલ્લા ૧૦ વર્ષમાં મુકવામાં આવેલા તમામ બિલોની વિજિલન્સ તપાસ થવી જોઈએ.
જવાબદાર વ્યકિત સામે દાખલા રૂપ કડક કાર્યવાહી થવી જોઇએ. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા તલસ્પર્શી તપાસ કરી દૂધનું દૂધ અને પાણીનું પાણી કરે એવી રાજકોટની જનતા વતી આસવાણી, ઝાલા, વિરાણી એ માંગ ઉઠાવી છે.
(3:36 PM IST)










