<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th July 2026

રાજકોટ જેલમાંથી વચગાળાના જામીન બાદ ફરાર વિજય ઉર્ફે વિંજો પાળીયાદથી પકડાયો

રાણાવાવના ડબલ મર્ડરના ગુનામાં સંડોવણી : સાયબર ક્રાઇમના ગુનામાં ફરાર હનુમાન મઢી શિવપરાના અમન કૈડાને પણ પેરોલ ફરલોના પીઆઇ કે. કે. ગોહિલ, પીએઅસાઇ એસ. બી. ધાસુરાની ટીમે પકડયો

રાજકોટ તા. ૧૩: જેલમાંથી પેરોલ કે વચગાળાની રજા મળ્‍યા બાદ ભાગતાં ફરતાં અને અલગ અલગ ગુનામાં ફરાર શખ્‍સોએ શોધી કાઢવાની કાર્યવાહી દરમિયાન પેરોલ ફરલો સ્‍ક્‍વોડે રાણાવાવના ડબલ મર્ડરમાં સામેલ રાજકોટ જેલમાંથી વચગાળાના જામીન મળ્‍યા બાદ ફરાર થઇ ગયેલા શખ્‍સને પાળીયાદથી શોધી કાઢયો છે. જ્‍યારે હનુમાન મઢી શીવપરાના શખ્‍સને સાયબર ક્રાઇમના ગુનામાં ફરાર હોઇ પકડી લેવાયો છે.

જાણવા મળ્‍યા મુજબ પોરબંદરના રાણાવાવ પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલા ડબલ મર્ડરના ગુનામાં આદિત્‍યાણા ગામના વિજય ઉર્ફે વિંજો રામદેભાઇ મોઢવાડીયા (ઉ.વ.૩૮)ને કાચા કામના કેદી તરીકે રાજકોટ જેલમાં રખાયો હોઇ અહિથી તે વચગાળાના જામીન પર છુટયા બાદ ફરાર થઇ ગયો હતો. તેને બોટાદના પાળીયાદથી પકડી લઇ જેલમાં રજુ કરાયો છે. આ શખ્‍સ વિરૂધ્‍ધ રાણાવાવ પોલીસ સ્‍ટેશનમાં ડબલ મર્ડર, મારામારી, ધાકધમકી સહિતના પાંચ અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે.

જ્‍યારે શહેરના સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલા ગુનામાં રૈયા રોડ હનુમાન મઢી પાછળ શિવપરા-૪માં રહેતો અમન અહેમદભાઇ કૈડા (ઉ.વ.૨૨) ફરાર હોઇ તેને પણ પકડી લઇ લેવાયો હતો. આ બંને કામગીરી પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય મંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પેરોલ ફરલો સ્‍ક્‍વોડના પીઆઇ કે. કે. ગોહિલ અને ટીમના પીએસઆઇ એસ. બી. ધાસુરા, એએસઆઇ ઝહીરખાન ખફીફ, ધર્મેન્‍દ્રસિંહ ઝાલા, રાજદિપસિંહ ગોહિલ, હેડકોન્‍સ. સિરાજભાઇ ચાનીયા, રાજદિપસિંહ ચોૈહાણ,  રોહિતભાઇ કછોટ, અંકિતભાઇ નિમાવત, કોન્‍સ. અમીનભાઇ ભલુર, કુલદિપસિંહ જાડેજા, શાંતુબેન મુળીયા અને કોન્‍સ. દોલતસિંહ રાઠોડે કરી હતી. 

(2:15 PM IST)