તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 3rd November 2026
વિજય ઇલેક્ટ્રોનિક્સ માત્ર એપ્લાયન્સિસનો શો-રૂમ નથી, દરેક ગ્રાહકને જરૂરિયાત મુજબ યોગ્ય માર્ગદર્શન અને પ્રોડકટ મળે છે
Upto 26% Cash Back : રૂ.૮૮૮ના સરળ હપ્તે : ૦% ડાઉન પેમેન્ટઃ ૩ વર્ષની વોરંટી

રાજકોટઃ વિજય ગ્રુપ છેલ્લા ૨૮ વર્ષથી ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સિસ ક્ષેત્રે કાર્યરત છે. LG, મિત્સુબિશી, સેમસંગ, પેનાસોનિક, લોયડ, IFB, બોશ, વોલ્ટાસ, ફિલિપ્સ, મિડિયા, તોશિબા અને હાઇસેન્સ જેવી જાણીતી કંપનીઓના ડિસ્ટ્રિબ્યુટર તરીકે વિજય ગ્રુપે સૌરાષ્ટ્રમાં આગવી ઓળખ ઊભી કરી છે. આજે વિજય સૌરાષ્ટ્રનો મલ્ટી-બ્રાન્ડ ચેઇન સ્ટોરછે. વિજય ગ્રુપ ગુજરાતમાં પ્લેટિનમ ડિસ્ટ્રિબ્યુટર હબ તરીકે પણ પ્રતિષ્ઠા ધરાવે છે.
રાજકોટમાં ૬ અને અપકન્ટ્રીમાં ૫ શો-રૂમ તથા ૭૦૦થી વધુ ડીલર્સના નેટવર્ક સાથે વિજય ગ્રુપ વિશાળ ગ્રાહક વર્ગને સેવા આપે છે. વિજય ઇલેક્ટ્રોનિક્સમાં ગ્રાહકોની જરૂરિયાતને સમજીને યોગ્ય પ્રોડક્ટ પસંદ કરવામાં યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે છે. ઓનલાઇન પ્લેટફોર્મ, મોલ અને અન્ય શો-રૂમની સરખામણીએ આકર્ષક કિંમતો તથા કેશબેક ઓફર્સ સાથે વિવિધ ઇલેક્ટ્રોનિકસ એપ્લાયન્સિસ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
પ્રોડક્ટના વેચાણ પછી ગ્રાહકોને ઝડપી ડેમોન્સ્ટ્રેશન અને ઇન્સ્ટોલેશનની સુવિધા આપીને વિજય ઇલેક્ટ્રોનિક્સે ગ્રાહકોનો વિશ્વાસ જીત્યો છે. નવરાત્રિ દરમિયાન અનેક ગ્રાહકોએ આનંદદાયક ખરીદી કરી હતી, જ્યારે દિવાળીની ઓફર્સને પગલે હાલમાં વિજયના તમામ શો-રૂમમાં ગ્રાહકોની સારી અવરજવર જોવા મળી રહી છે. રાજકોટવાસીઓનો વિજય પ્રત્યેનો પ્રેમ અને વિશ્વાસ આ પ્રતિસાદમાં સ્પષ્ટ દેખાય છે.
શો-રૂમમાં ૧૦૦ ઇંચ સુધીના LED ટીવી, ૨૦ કિલો સુધીના વોશિંગ મશીન, ૩૨ ઇંચની LED સ્ક્રીનવાળું ફ્રિજ, ડિશ વોશર, રોબોટિક ક્લીનર તેમજ JBL અને ફિલિપ્સ જેવી બ્રાન્ડના ઓડિયો પ્રોડક્ટસ સહિતની અદ્યતન પ્રોડક્ટસ રૂબરૂ જોવા અને અનુભવવા તેમજ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સિસ ખરીદતાં પહેલાં એકવાર વિજય ઇલેક્ટ્રોનિકસના શો-રૂમની મુલાકાત લેવા માટે રાજકોટવાસીઓને આમંત્રણ પાઠવવામાં આવે છે.
હવે, દિવાળીની ખરીદીની બેસ્ટ ડિલ તો ફક્ત વિજય ઈલેક્ટ્રોનિક્સમાં....
(3:47 PM IST)










