<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

નવાગામનો વિનોદસિંહ ઉર્ફે રાજૂ ગાંજા સાથે ઝડપાયોઃ ચા-પાન-ફાકી સાથે કેબીને ‘પડીકી' પણ વેંચતો

કુવાડવા રોડ પોલીસ સ્‍ટેશન સામેના રસ્‍તેથી પકડાયોઃ ચોટીલા તરફથી લાવ્‍યાનું રટણ : ૫૬ હજારનો ગાંજો, વાહન કબ્‍જેઃ ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની સુચનાથી પીઆઇ એન. બી. ચોૈધરી, પીએસઆઇ એમ. વી. જાડેજાની ટીમની કામગીરી

રાજકોટ તા. ૧૯: શહેરમાં વધુ એક વખત એસઓજીએ માદક પદાર્થની હેરાફેરીમાં સામેલ શખ્‍સને ઝડપી લીધો છે. નવાગામ રંગીલા સોસાયટીમાં રહતો શખ્‍સ રાજકોટ અમદાવાદ હાઇવે તરફથી માદક પદાર્થ લઇને આવી રહ્યો છે તેવી બાતમી મળતાં તેને રૂા. ૫૬ હજારના ગાંજા સાથે ઝડપી લીધો છે. ચોટીલા તરફથી છુટક છુટક ગાંજો લાવી પોતાની ચા-પાન-ફાકીની કેબીનેથી જ તે વેંચાણ કરતો હોવાનું ખુલ્‍યું છે.

શહેરમાં માદક પદાર્થોની હેરાફેરી વેંચાણ સેવન અટકાવવા સે નો ટુ ડ્રગ્‍સ મિશન ચાલી રહ્યું હોઇ ઉચ્‍ચ અધિકારીઓએ આ પ્રકારના નાર્કોટીક્‍સ પદાર્થનું ખરીદ, વેંચાણ અટકાવવા અને સેવન કરનારાઓ વિરૂધ્‍ધ કાર્યવાહી કરવા સુચના આપી હોઇ એસઓજીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે હેડકોન્‍સ. હરદેવસિંહ જાડેજા, ધર્મેન્‍દ્રસિંહ ઝાલા, કોન્‍સ. અનોપસિંહ ઝાલાને બાતમી મળી હતી કે નવાગામનો વિનોદ નામનો શખ્‍સ જેણે ગ્રે જીન્‍સ અને કાળો શર્ટ પહેર્યા છે તે રાજકોટ અમદાવાદ હાઇવે પર કુવાડવા પોલીસ સ્‍ટેશન સામેના પૂલ નીચે હોન્‍ડા લઇને આવી રહ્યો છે અને તેની પાસે માદક પદાર્થ છે.

આ બાતમીને આધારે ટીમે વોચ રાખતાં બાતમી મુજબનો શખ્‍સ નીકળતાં તેને સકંજામાં લઇ તલાશી લેતાં શંકાસ્‍પદ પદાર્થ મળી આવ્‍યો હતો. એફએસએલ અધિકારી કે. એમ. તાવીયાએ આ પદાર્થ ગાંજો હોવાનું સ્‍પષ્‍ટ કરતાં આ શખ્‍સ સામે કુવાડવા પોલીસમાં એનડીપીએસનો કેસ દાખલ કરાવાયો હતો. પુછતાછમાં તેણે પોતાનું નામ વિનોદસિંહ ઉર્ફે રાજુ હુકુમસિંહ સેંગર (ઉ.વ.૩૫-રહે. રંગીલા સોસાયટી નવાગામ મામાવાડી પાસે મફતીયાપરા) જણાવ્‍યું હતું. તેની પાસેથી મળેલા ગાંજાનું વજન કરતાં ૧.૧૨૦ કિલોગ્રામ થયું હતું. જેની કિંમત ૫૬ હજાર થાય છે.

પોલીસે ગાંજો, તેમજ બે મોબાઇલ ફોન, જીજે૦૩સીએમ-૪૪૯૯ નંબરનું બાઇક તથા પ્‍લાસ્‍ટીકની બે ખાલી થેલી મેળી રૂા. ૯૧૦૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે. ઝડપાયેલો શખ્‍સ અગાઉ બી-ડિવીઝનમાં પણ માદક પદાર્થના કેસમાં અને નાની મોલડી ચોટીલામાં અન્‍ય એક કેસમાં પકડાયો હતો. તે નવાગામમાં ચા-પાન-ફાકીની કેબીન ચલાવે છે. અહિ તે સાઇડમાં આવક ઉભી કરવા ૧૦૦-૨૦૦માં ગાંજાની પડીકીઓ બનાવીને વેંચતો હતો. ચોટીલા તરફથી તે આ ગાંજો લાવ્‍યાનું રટણ કરતો હોઇ વધુ તપાસ થઇ રહી છે.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય માંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એન. બી. ચોધરી, પીએસઆઇ એમ. વી. જાડેજા, એએસઆઇ અરૂણભાઇ બાંભણીયા, વિરેન્‍દ્રસિંહ ઝાલા, હેડકોન્‍સ. હરદેવસિંહ, યોગરાજસિંહ, ધર્મેન્‍દ્રસિંહ, મહાવીરસિંહ, કોન્‍સ. અનોપસિંહ, ધ્રુવરાજસિંહ, વિરભદ્રસિંહ, ડ્રા. હેડકોન્‍સ. મહાવીરસિંહ, કોન્‍સ. નિર્મળસિંહે આ કામગીરી કરી હતી.

(12:04 PM IST)