તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 21st July 2026
શહેરમાં ખાદ્ય નહીં અખાદ્ય ખોરાકનું ધમધોકાર વેંચાણઃ ૪૭૬ કિલોનો નાશઃ ૧૧ પેઢી સીલ
મનપા દ્વારા વિવિધ વિસ્તારોમાં ભેળસેળ-ગંદકી સામે કડક કાર્યવાહી : સર્વેલન્સ ચેકીંગ દરમિયાન ૬૪ પેઢી-રેસ્ટોરેન્ટમાં તપાસઃ ૭૫,૫૦૦નો વહીવટી ચાર્જ વસુલાયોઃ ૪ નમુના લેવાયાઃ ફુડ શાખા ત્રાટકી

રાજકોટ, તો૨૧: મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે કડક કાર્યવાહી અર્થે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કુલ મળી ૬૪ પેઢી/ રેસ્ટોરન્ટ ની તપાસ કરી કુલ ૪૭૬ કલો અખાદ્ય, વાસી જથ્થાનો નાશ કરી કુલ ૨૯ પેઢીને સ્ટોરેજ, લાઇસન્સ, હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપી કૂલ રૂ.૭૫,૫૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવેલ તથા fssai એક્ટ હેઠળ ૦૪ નમૂના લઈ પળથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવેલ તેમજ ૧૧ પેઢીને સીલ કરવામાં આવેલ.
અંતર્ગત નાનામવા રોડ, મારવાડી બિલ્ડીંગ ની સામે, બાલાજી કોમ્પલેક્ષ, સિલ્વર હાઇટ્સ ની પાસે, મુકામે આવેલ ‘‘હાઉસ ઓફ સ્નેક્સ'' પેઢીને સીલ કરવામાં આવેલ. પેઢીના કિચનમાં, ડીપ ફ્રીજમાં, પ્લેટફોર્મ પર, સ્ટોરેજમાં, ચોકડીમાં પુષ્કળ ગંદકી, ૪૦ કિગ્રા અખાદ્ય, વાસી, પડતર ખોરાક નો નાશ કરી રૂ. ૫૦૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
ઈશ્વરીયા મેઇન રોડ ,માધાપર ગામ એન્ટ્રીગેટ સામે, માધાપર, જામનગર રોડ મુકામે આવેલ ‘‘આર.બી ફ્રુડ પ્રોડક્ટ''પેઢીને સીલ કરવામાં આવેલ. અનહાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપેલ છે. પ્રતિબંધિત સિન્થેટિક કલર, સડેલા, કાચા, જમીન પર રાખેલા તેમજ પડતર કાપેલા પપૈયા ૯૦ કિલો SWM વાહન દ્વારા નાશ. વહીવટ ચાર્જ રૂા. ૧૦,૦૦૦/- ટોમેટો સોસ લુઝ નો નમુનો લીધેલ.
બાલાજી મંદિર ચોક શિરોમણી કોમ્પલેક્ષ સામે ભુપેન્દ્ર રોડ, મુકામે આવેલ ‘‘જય અંબે લાઈવ વેફર્સ'' પેઢીને સીલ કરવામાં આવેલ. લાયસન્સ બાબતે નોટિસ આપેલ છે. સ્થળ પર પડતર દાઝીયા તેલમાં વેફર્સ ફરસાણ વગેરેનું ઉત્પાદન કરતા હોવાનું માલુમ પડેલ. પેઢીમાં ગંદકી દુર્ગંધ યુક્ત સ્ટોરેજ તેમજ દુકાનમાં બિન આરોગ્યપ્રદ વાતાવરણમાં જીવાત નો ઉપદ્રવ જોવા મળેલ પ્રિન્ટેડ પસ્તી નો ઉપયોગ કરતા હોવાનું માલુમ પડેલ તેમજ પેઢીને રૂ.૩,૦૦૦/-નો વહીવટ ચાર્જ વસૂલ કરેલ.
ક્રુષ્ણ વિધ્યાલય, અંકુર રોડ ના છેડે, ૧૫૦ ફૂટ રિંગ રોડ, રાજકોટ મુકામે આવેલ ‘‘શ્રી જલારામ ટ્રેડર્સ'' પેઢીને સીલ કરવામાં આવેલ પેઢીમાં મમરા તથા પોહા ઙ્કોસેસ કરવાનું ફૂડ લાઇસન્સ મેળવેલ ન હોય, સંગ્રહ અને પ્રોસેસિંગ સ્થળ પર બિનઆરોગ્યપ્રદ સ્થિતિ જોવા મળેલ તેમજ ભંગાર, ન્યૂસન્સ, જાળાં તથા ઉંદર અને જીવાતનો ઉપદ્રવ જોવા મળેલ ઉપરાંત પેઢી અલગ-અલગ નામથી અસ્તિત્વમાં ન હોય તેવી શ્નજલારામ પેકેજિંગઙ્ખ પંચવટી સોસાયટી, ગોંડલ ખાતે દર્શાવેલ પેઢીના નામથી‘‘નટરાજ'' તથા‘‘પ્રિન્સ''બ્રાન્ડના પેકિંગ પર પ્રિન્ટ કરી વેચાણ કરતી માલૂમ પડેલ હોય. તેમજ પેઢીને રૂ.૧૦,૦૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરી પેઢીને હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપવામાં આવેલ.
પ્રહલાદ પ્લોટ-૨૭ કોર્નર, રાજકોટ મુકામે આવેલ ‘‘સદગુરૂ ફરસાણ નમકીન એન્ડ સ્વીટ'' પેઢીને સીલ કરવામાં આવેલ. સ્થળ પર આશરે અનહાઈજેનિક કન્ડિશનમાં દાજીયુ તેલ,પસ્તી કુલ મળીને અંદાજિત ૧૮ ધ્.ઞ્. અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવેલ. પેઢીને હાઈજેનિક કન્ડિશન બાબતે તથા લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ.
મવડી બાયપાસ રોડ, રીયલ પ્રાઇમ સામે, રાજકોટ મુકામે આવેલ ‘‘પટેલ ચાઈનીઝ ભેળ'' પેઢીને સીલ કરવામાં આવેલ. સ્થળ પર આશરે અનહાઈજેનિક કન્ડિશનમાં વાસી મંચુરિયન, દાજ્યું તેલ કુલ મળીને અંદાજિત ૨૭ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવેલ. પેઢીને હાઈજેનિક કન્ડિશન બાબતે તથા લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ. તેમજ પેઢીને રૂ.૩,૦૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
મક્કમ ચોક, ગોંડલ રોડ, રાજકોટ મુકામે આવેલ‘‘ઇન્ડિયા રેસ્ટોરન્ટ'' પેઢીને સીલ કરવામાં આવેલ. સ્થળ પર આશરે અનહાઈજેનિક કન્ડિશનમાં નોનવેજ ખોરાક તેમજ ગુજરાતી ખોરાક કુલ મળીને અંદાજિત ૧૪ ધ્.ઞ્. અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવેલ. પેઢીને રૂ.૩,૦૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરી પેઢીને હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપવામાં આવેલ.
મવડી બાયપાસ રોડ, વગડ ચોક પાસે, ધ ૧૪ હાઇટ્સ, રાજકોટ મુકામે આવેલ ‘‘શ્રીજી ફૂડ ઝોન'' પેઢીને સીલ કરવામાં આવેલ સ્થળ પર આશરે અનહાઈજેનિક કન્ડિશનમાં એક્સપાયરી ડેટ વિતેલ પીઝા બેઝ, બર્ગર - હોટડોગ ના બન, પાઉં, વાસી મંચુરિયન, બાફેલા બટેટા, ચટણી કુલ મળીને અંદાજિત ૨૪ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવેલ. પેઢીને રૂ.૩,૦૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરી પેઢીને હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપવામાં આવેલ.
મવડી પાળ મેઇન રોડ, વગડ ચોક પાસે, રાજકોટ મુકામે આવેલ‘‘સોનલ સીઝન સ્ટોર એન્ડ ચાઈનીઝ પંજાબ'' પેઢીને સીલ કરવામાં આવેલ. સ્થળ પર આશરે અનહાઈજેનિક કન્ડિશનમાં વાસી, અખાદ્ય ખોરાક તેમજ પ્રતિબંધિત સિન્થેટિક કલર કુલ મળીને અંદાજિત ૨૬ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવેલ. પેઢીને રૂ.૫,૦૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરી પેઢીને હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપવામાં આવેલ.
કોઠારીયા હાઉસિંગ, શેરી નંબર ૧૦ કોર્નર, કોઠારીયા રોડ, રાજકોટ મુકામે આવેલ ‘‘શિવ શંકર રેસ્ટોરન્ટ'' પેઢીને સીલ કરવામાં આવેલ સ્થળ પર આશરે પ્રતિબંધિત સિન્થેટિક કલર કુલ મળીને અંદાજિત ૨૩ કિલો નો નાશ કરવામાં આવેલ. પેઢીને રૂ.૫,૦૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરી પેઢીને હાઈજેનિક કન્ડિશન તેમજ લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ.
લક્ષ્મી નગર શેરી નંબર ૮, નાના મવા રોડ, રાજકોટ મુકામે આવેલ ‘‘મહાદેવ પેંડા'' પેઢીને સીલ કરવામાં આવેલ. ૩૦ કિગ્રા. મીઠો માવો નાશ, કરી રૂ.૩૦૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ. મીઠો માવો (લૂઝ) નો નમૂનો લેવામાં આવેલ.
ઠાકોરજી હોટેલ અને રેસ્ટોરન્ટઃ રણપરા શેરી નંબર -૨૮, મોર્ડન હોટેલ પાસે, બસ સ્ટેન્ડ પાછળ, નોટિસ આપેલ છે. ફ્રીજમાં સંગ્રહ કરેલ મંચુરિયન, મંચુરિયનનું બેટર, નુડલ્સ, વાસી / પડતર ખાદ્યચીજ મળી આવેલ. તેમજ પેઢીમાં અસ્વચ્છતા તથા સદરહુ પેઢીમાં બિન-આરોગ્યપ્રદ સ્થિતિમાં સંગ્રહ જોવા મળેલ . કુલ - ૭૫ કિલો અખાદ્યચીજ નો સ્થળ પર નાશ કરવામાં આવેલ છે. રૂ.૩,૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
કંદોઈ હરીલાલ દેવજી સન્સ :કેનાલ રોડ, મિલપરા રોડ, ખાતે ખુલ્લી ખાદ્યચીજો, મીઠાઈ પર ટેગિંગ ન હોવા અંગે નોટિસ આપેલ છે. ૨૦ કિલો , દાજયું તેલ, વાસી-પડતર ફરસાણ નો નાશ કરી રૂ.૨,૦૦૦/-નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
મહાદેવ ફરસાણઃ વીર સાવરકર મેઈન રોડ, નોટિસ આપેલ છે. ૨૬ કિલો વાસી/અખાદ્ય ખોરાક નો નાશ કરી રૂ.૫૦૦/-નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ. શ્રીરામ સ્વીટ માર્ટઃ રેલનગર મેઈન રોડ, લાઇસન્સ બાબતે નોટિસ આપેલ છે. ૩ કિલો બ્રેડ, ચટણીનો નાશ કરી રૂ.૫૦૦/-નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
નિલકંઠ ડેરી ફાર્મઃ: શિવાલય ચોક, લાઇસન્સ બાબતે નોટિસ આપેલ છે. ૬ કિલો એક્સપાયરી બ્રેડ, નમકીન, ચોકોબાઈટ, નો નાશ કરી રૂ.૫૦૦/-નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ. જય સોમનાથ ખમણ હાઉસઃ રેલનગર મેઈન રોડ, લાઇસન્સ બાબતે નોટિસ આપી રૂ.૫૦૦/-નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
ઉપરાંત નંદકિશોર હોટેલઃ રેલનગર મેઈન રોડ લાઇસન્સ બાબતે નોટિસ આપી રૂ.૫૦૦/-નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ. બચુભાઈ થાબડીવાળા :કરણપરા શેરી નં-૬, લાઇસન્સ ન હોવા તથા મીઠાઇ પર ટેગિંગ ન હોવા, અંગે નોટિસ આપેલ છે. ૧૦ કિલો પ્રિન્ટેડ પસ્તી જપ્ત કરી રૂ.૨,૦૦૦/-નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
ઠા. કેશવલાલ માધવજી એન્ડ સન્સઃ કરણપરા પોસ્ટ ઓફિસ સામે, રાજકોટ. લાઇસન્સ ન હોવા અંગે નોટિસ આપેલ છે. ૪ કિલો એક્સપયાર્ડ બ્રેડ નો નાશ કરી રૂ.૨,૦૦૦/-નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ.આર.બી.સેલ્સઃ કેનાલ રોડ, કરણસિંહ રોડ કોર્નર, કાપડ મિલ સામે, લાઇસન્સ ન હોવા અંગે નોટિસ આપેલ છે. રૂ.૨,૦૦૦/-નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ. જયારે સુરતવાલા પ્રોવિઝન સ્ટોરઃ પ્રહલાદ પ્લોટ મેઈન રોડ, લાઇસન્સ બાબતે નોટિસ આપી રૂ.૧,૦૦૦/-નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ. એમ.કે. ડીલક્ષ પાન એન્ડ કોલ્ડ્રીંક્સઃ કરણપરા શેરી નં-૬, લાઇસન્સ બાબતે નોટિસ આપી રૂ.૧,૦૦૦/-નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
શ્રી ખોડિયાર ફાસ્ટફૂડઃ ૨૬, ૨૭ પ્રહલાદ પ્લોટ રોડ, લાઇસન્સ બાબતે નોટિસ આપી રૂ.૧,૦૦૦/-નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ. મોમાઇ પાન એન્ડ કોલ્ડ્રીંક્સઃપ્રહલાદ પ્લોટ કરણપરા, લાઇસન્સ બાબતે નોટિસ આપી રૂ.૫૦૦/-નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ. સનાતન મેડીકલ સ્ટોરઃકરણપરા શેરી નં-૬, લાઇસન્સ બાબતે નોટિસ આપી રૂ.૫૦૦/-નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ. મહાવીર જનરલ સ્ટોર & આઇસ્ક્રીમઃ ૨૬, ૨૭ પ્રહલાદ પ્લોટ રોડ, લાઇસન્સ બાબતે નોટિસ આપી રૂ.૫૦૦/-નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ. ગેલેક્સી પાન /ગોપાલ હોટલઃ નંદા હોલ પાસે કોઠારીયા રોડ, લાઇસન્સ બાબતે નોટિસ આપી રૂ.૧,૦૦૦/-નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ. કૈલાશ સ્વીટ માર્ટ નંદા હોલપાસે કોઠારીયા રોડ, રાજકોટ ૮ કિલો બાંધેલો લોટ નો નાશ તથા. ૪કિલો પ્રિન્ટેડ પસ્તી જપ્ત કરી રૂ.૧,૦૦૦/-નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ. પ્રિયા લાઈવ કેળાઃવેફરઃ મવડી મેઇન રોડ, માર્કેટ પાસે, લાઇસન્સ બાબતે નોટિસ આપી રૂ.૫૦૦/-નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
શ્રીજી ફરસાણ ્રૂ ખમણઃ મવડી મેઇન રોડ, માર્કેટ પાસે લાઇસન્સ બાબતે નોટિસ આપી રૂ.૫૦૦/-નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ તથા ૧૨કિલો પડતર વાસી ફરસાણ નો નાશ કરેલ. બોમ્બે સ્ટાઇલ પાણીપુરઃમવડી મેઇન રોડ, માર્કેટ પાસે, ૦૮ કિલો વાસી બાફેલા બટેટા, પાણીપુરીનું મીઠું પાણી નો નાશ કરેલ. શ્રી સદગુરૂ ડેરી ફાર્મઃ શ્યામનગર મેઈન રોડ, કોઠારીયા રોડ, -હાઇજેનીક કન્ડિશન બાબતે નોટિસ આપી રૂ.૫૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ. બાલાજી જંબો વડાપાઉઃ શ્યામનગર મેઈન રોડ, કોઠારીયા રોડ, ૪કિલો ખુલ્લુ ખાદ્ય ચીજ અને પસ્તી નો નાશ કરેલ મહાદેવ મોમોસ એન્ડ ચાઈનીઝઃ રાધે હોટલ રોડ, જયરાજ નગર-૧, મવડી વિસ્તાર, ૪ કિલોવાસી પ્રીપેડ ફૂડ નો નાશ કરેલ. ગઢેશ્રી સ્ટોસઃકોઠારીયા હાઉસિંગ, શેરી નંબર ૧૮ કોર્નર લાઇસન્સ બાબતે નોટીસ આપી રૂ.૧૦૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ. કનૈયા હોટેલઃકેનાલ રોડ, લાઇસન્સ બાબતે નોટિસ આપી રૂ.૨,૦૦૦/-નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ. શ્રીજી ભેળઃ નીલકંઠ પ્લાઝા, બાપાસીતારામ ચોક પાસે, મવડી રોડ, લાઇસન્સ બાબતે નોટીસ આપેલ છે.
(3:02 PM IST)










