<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th April 2026

વિકાસની અવિરત યાત્રા સતત જાળવી રાખવા વિશ્વકર્મા-હર્ષ સંઘવીની હાકલ

રાજકોટનો સુવર્ણકાળઃ આધુનિકતા સાથે વિકાસની નવી ઉંચાઇઓ

રાજકોટ રાજકોટમાં આગામી સ્‍થાનિક સ્‍વરાજયની ચૂંટણીના માહોલ વચ્‍ચે, પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને નાયબ મુખ્‍યમંત્રી  હર્ષ સંદ્યવીએ એક યાદીમાં જણાવ્‍યું છે કે, ભાજપની ‘ત્રિપલ એન્‍જિન' સરકારના કારણે આજે રાજકોટ આધુનિકતા અને વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. શહેર હવે ‘નપાણિયા'શહેરના ટેગમાંથી મુક્‍ત થઈને આંતરરાષ્ટ્રીય નકશા પર‘સ્‍માર્ટ સિટી'તરીકે ચમકી રહ્યું છે. ‘‘જયાં માનવી ત્‍યાં સુવિધા''ના મંત્ર સાથે ભાજપ સરકારે રાજકોટને માત્ર પ્રાથમિક સુવિધાઓ જ નથી આપી, પરંતુ સર્વાંગી વિકાસ સાધ્‍યો છે. કેન્‍દ્ર, રાજય અને કોર્પોરેશનમાં ભાજપના શાસનને કારણે રાજકોટમાં સુવિધાઓનું નવું યુગ શરૂ થયું છે. સૌની યોજના અને નર્મદાના નીર થકી પાણીની સમસ્‍યા ભૂતકાળ બની છે, જયારે એઈમ્‍સ (AIIMS) અને આંતરરાષ્ટ્રીય કક્ષાના એરપોર્ટ જેવી ભેટોથી શહેરનું મહત્‍વ વધ્‍યું છે. રાજકોટના વિકાસ અંગે યાદીમાં વધુમાં ઉમેર્યું છે કે, શહેરમાં અત્‍યાધુનિક બસપોર્ટ, સ્‍પોર્ટ્‍સ સંકુલ, ઈન્‍ડોર સ્‍ટેડિયમ, ફૂટબોલ અને બાસ્‍કેટબોલ ગ્રાઉન્‍ડ જેવી અનેક સુવિધાઓ ઉપલબ્‍ધ કરાવી છે. સાથે જ, જન્‍મ-મરણ અને વેરા ભરવા જેવી સેવાઓ ઓનલાઈન બનતા નાગરિકોના સમયની બચત થઈ છે. ડ્રેનેજ, સ્‍ટ્રીટ લાઈટ અને ઈલેક્‍ટ્રિક બસ સેવાઓ દ્વારા શહેરને પ્રદૂષણમુક્‍ત બનાવવાનો પ્રયાસ સફળ રહ્યો છે. અંતમાં, પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને નાયબ મુખ્‍યમંત્રી હર્ષ સંદ્યવીએ રાજકોટવાસીઓને અપીલ કરી છે કે, શહેરના વિકાસની આ અવિરત ગતિને જાળવી રાખવા માટે આગામી ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને જંગી બહુમતી સાથે વિજયી બનાવી વિકાસના કામોને વધુ વેગવંતા બનાવવા સહયોગ આપે.

(4:19 PM IST)